એંકર ન્યૂઝ વાંચી રહી હતી, અચાનક મોઢામાંથી દાંત પડી ગયા, પછી જે થયું...તેના માટે જુઓ Video

લાઈવ ન્યૂઝ દરમિયાન અનેકવાર ટીવી એંકર્સે અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડે છે. જો કે ત્યારબાદ પણ તેઓ આવા વિપરિત હાલાતથી જરાય ગભરાતા નથી. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ન્યૂઝ એંકરે ખુબ જ વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. 
એંકર ન્યૂઝ વાંચી રહી હતી, અચાનક મોઢામાંથી દાંત પડી ગયા, પછી જે થયું...તેના માટે જુઓ Video

News Anchor Viral Video: લાઈવ ન્યૂઝ દરમિયાન અનેકવાર ટીવી એંકર્સે અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડે છે. જો કે ત્યારબાદ પણ તેઓ આવા વિપરિત હાલાતથી જરાય ગભરાતા નથી. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ન્યૂઝ એંકરે ખુબ જ વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા એંકર લાઈવ ન્યૂઝ વાંચી રહી છે. આ દરમિયાન તેની સાથે કઈક એવું થાય છે જે સ્વયં મહિલા માટે પણ ખુબ જ અજીબોગરીબ પરિસ્થિતિ પેદા કરે છે. જો કે આમ છતાં પણ મહિલા એંકર ન્યૂઝ વાંચવાનું બંધ કરતી નથી અને તે પોતાના કામને સફળ અંજામ આપે છે. વીડિયો યુક્રેનની ન્યૂઝ એંકરનો હોવાનું કહેવાય છે. 

લાઈવ એંકરિંગ દરમિયાન મહિલા એંકરનો દાત તૂટ્યો
વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુક્રેનની ન્યૂઝ એંકર  Marcihka Padalko લાઈવ શો કરી રહી હતી. તે ન્યૂઝ વાંચતી હતી અને આ દરમિયાન અચાનક તેનો દાંત તૂટી ગયો. પરંતુ આ અચાનક થયેલા ઘટનાક્રમથી તે જરાય વિચલિત થયા વગર તેણે પોતાનું કામ ચાલુ જ રાખ્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા એંકર ન્યૂઝ વાંચતા પોતાના હાથથી તૂટેલા દાંતને બહાર કાઢે છે અને ત્યારબાદ તે જરાય અટક્યા વગર પોતાની જવાબદારી પૂરી કરે છે. આ દરમિયાન એક સેકન્ડ માટે પણ તે સમાચાર વાંચવાનું  બંધ કરતી નથી. જુઓ વીડિયો....

પોતે જ કર્યો હતો વીડિયો પોસ્ટ
યુક્રેનની ન્યૂઝ એંકર  Marcihka Padalko એ આ ઘટનાનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે તેને જરાય આશા નહતી કે ન્યૂઝ દેખનારા દર્શકો આ ઘટના પર ધ્યાન આપશે. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે પુત્રીએ એક દાયકા પહેલા  ભૂલથી તેના દાંત પર એક લોખંડની ઘડિયાળ મારી હતી જેના કારણે તેનો દાંત તૂટી ગયો હતો. ત્યારબાદ તેણે નકલી દાંત લગાવવાનો વારો આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news