ઇશનિંદા કેસ: પાકિસ્તાનની આ એક ખ્રિસ્તી મહિલા કે જેના માટે દેશમાં કોઈ સ્થાન નથી
ઇશનિંદાના મામલે ફાંસીની સજાનો સામનો કરી ચુકેલી આસિયાના પતિ આસિફ મસીહએ બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા દેશમાં તેમના પરિવારને શરણ આપવાની અપીલ કરી છે.
Trending Photos
ઇસ્લામાબાદ: આઠ વર્ષ તાહનાઈમાં કેદમાં રહ્યા પછી આસિયા બીબીને સુપ્રીમ કોર્ટે ભલે આઝાદ કરી દિધી પરંતુ હવે તેની પાસે પાકિસ્તાનમાં રહેવા માટે કોઇ સુરક્ષિત જગ્યા નથી. ઇશનિંદાના મામલે ફાંસીની સજાનો સામનો કરી ચુકેલી આસિયાના પતિ આસિફ મસીહએ બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા દેશમાં તેમના પરિવારને શરણ આપવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આસિયા સહિત પૂરા પરિવારને પાકિસ્તાનમાં જીવનું જોખમ છે.
તે દરમિયાન વિરોધ પ્રદર્શનને જોઇ પોતાના જીવને જોખમ હોવાની આશંકાએ આસિયા બીબીના વકીલ શનિવારે પાકિસ્તાનથી ભાગી ગયા અને તેમણે સરકાર પાસે તેમના પરિવારની સુરક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂનના એક રિપોર્ટ અનુસાર તેમના વકીલ સૈફુલ મલુકે દાવો કર્યો છે કે વકિલોના એક સમૂહથી તેઓ જીવના જખમનો સામનો કરી રહ્યા છે અને આ પરિસ્થિતિમાં તેમનાથી પ્રેક્ટિસ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે.
જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો સેના દ્વારા તેમને સુરક્ષા આપવામાં આવશે તો તેઓ સમીક્ષા અરજીની સુનાવણી દરમિયાન તેમની ક્લાઈન્ટની બચાવ પક્ષ મુકવા માટે પાકિસ્તાન પરત આવશે. મલુકે કહ્યું કે મારો પરિવાર પણ ગંભીર સુરક્ષાના ખતરાનો સામનો કરી રહ્યો છે અને ફેડરલ સરકારે તેમને સુરક્ષા આપવી જોઇએ.
આસિયા નૌરીન ઉર્ફ આસિયા બીબી (47)
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેના એતિહાસિક નિર્ણયમાં બુધવારે ઇશનિંદા કરવાના ગુનામાં આરોપી ખિસ્તી મહિલા આસિયા બીબીની ફાંસીની સજામાં ફરેફાર કર્યો છે. તેના પડોસીઓ સાથે વિવાદ દરમિયાન ઇસ્લામનું અપામાન કર્યું હોવાનો આરોપમાં 2010માં આસિયા બીબીને દોષી જાહેર કરવામાં આવી હતી. તેણે હમેશાં પોતાને નિર્દોષ જણાવતા ગત આઠ વર્ષમાં તેણે તેનો મોટાભાગનો સમય એકાંત કારાવાસમાં વિતાવ્યો છે.
બીબી પર 2009માં ઇશનિંદાનો આરોપ લાગ્યો હતો અને 2010માં નિચલી કોર્ટે તેને દોષી જાહેર કરી મોતની સજા સંભળાવી હતી. જેને 2014માં લાહોર હાઇ કોર્ટે માન્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટે આ ફાંસીની સજામાં ફરફાર કર્યો હતો.
ઇશનિંદા
આસિયા બીબીના મામલો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે દેશના પંજાબ પ્રાંતના ગવર્નર રહે સલમાન તાસીરની 2011માં ઇશનિંદા કાયદાની ટીકા અને બીબીનું સમર્થન કરવાના કારણે હત્યા કરમાં આવી હતી. તાસીરની હત્યા એક મહિના બાદ પાકિસ્તાનના ધાર્મિક લઘુમતી મામલાના મંત્રી શહબાઝ ભટ્ટીની ઇસ્લામાબાદમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ખ્રિસ્તી મતમાં માનતા ભટ્ટીએ પણ આ કાયદાની નિંદા કરી હતી.
પાકિસ્તાનની 19 કરોડ 70 લાખની આબાદીમાં માત્ર 40 લાખ ખિસ્તી છે, જ્યારે હિન્દુ સૌથી મોટો ધાર્મિક લગુમતિ સમૂહ છે.
(ઇનપુટ: એજન્સીઓની સાથે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે