બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, તખ્તાપલટ બાદ હાહાકાર, જાણો કેવી છે પરિસ્થિતિ

Bangladesh Minorities: શેખ હસીનાના નેતૃત્વવાળી સરકારના પતન બાદ પહેલા દોઢ દિવસની અંદર દેશમાં હિંસા વધી ગઈ છે. બાંગ્લાદેશના અનેક જિલ્લામાં વિશેષ રૂપે અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
 

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, તખ્તાપલટ બાદ હાહાકાર, જાણો કેવી છે પરિસ્થિતિ

ઢાકાઃ બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી હિંદુઓની સ્થિતિ સતત બદથી બદતર બની રહી છે. હિંદુઓની વસ્તી સતત ઘટતી જઈ રહી છે અને હવે તો તેમનું જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. કેમકે બાંગ્લાદેશમાં હવે તોફાની તત્વોએ અલ્પસંખ્યક હિંદુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે... ભીડ વીણી-વીણીને હિંદુઓને નિશાન બનાવી રહી છે... તેમના ઘરને આગ લગાવી રહી છે. દુકાનોને લૂંટી રહી છે. ત્યારે સળગતા બાંગ્લાદેશમાં કેમ હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે?. જોઈશું આ અહેવાલમાં.

વર્ષ 1951
હિંદુની વસ્તી 22 ટકા
વર્ષ 1974
હિંદુની વસ્તી 13.5 ટકા
વર્ષ 2011
હિંદુની વસ્તી 10 ટકા
વર્ષ 2023
હિંદુની વસ્તી 7.96 ટકા

આ આંકડો પાડોશી દેશ બાંગ્લાદેશમાં વસવાટ કરતાં હિંદુઓનો છે... છેલ્લાં સાત દાયકામાં હિંદુઓની વસ્તી વધવાની જગ્યાએ અહીંયા સતત ઘટી રહી છે... તેમાં 14 ટકાનો ઘટાડો થયો છે... અને હજુ પણ તે ઘટવાની શક્યતા છે... કેમ કે હાલમાં બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી સતત હિંદુઓ પર હુમલાઓ થઈ રહ્યા છે... 

આ હોટલને આગના હવાલે કરવામાં આવી... કેમ કે તેના માલિક આવામી લીગના નેતા છે... આ હોટલમાં સળગી જતાં 24 લોકોનાં મોત થયા... જ્યારે તેમનો કોઈ જ ગુનો નહોતો...

આ સમયે આખા બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે... જે દ્રશ્યોમાં જોઈ પણ શકાય છે અને સારી  રીતે સમજી પણ શકાય છે...

હિંદુ મંદિરો પર હુમલા થઈ રહ્યા છે... 
હિંદુઓની દુકાનોમાં લૂંટફાટ કરવામાં આવી રહી છે...
હિંદુઓના મકાનોને આગના હવાલે કરાઈ રહ્યા છે...
હિંદુ પરિવારો સતત ખૌફના માહોલમાં જીવી રહ્યા છે...

બાંગ્લાદેશમાં હાલ રાજકીય સંકટની વચ્ચે ઉપદ્રવી તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે... કેમ કે તેઓ વીણી-વીણીને હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. ઈસ્કોન મંદિર અને કાલી મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. ઢાકા, રંગપુર, ચટગાંવ, બોગુરા, બરિશાલ, રાજશાહી અને પિરોજપુરમાં હિંદુઓ પર હુમલાની ઘટના સામે આવી છે. અહીંયા હિંદુઓ મોટી સંખ્યામાં રહે છે... તેમના મંદિરો, મકાનો અને બિઝનેસ છે... જે ભારત માટે મોટી ચિંતાની વાત છે... 

બાંગ્લાદેશની સ્થિતિમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. ભારત બાંગ્લાદેશના હિંદુ સમુદાય સાથે સંપર્કમાં છે. અમારા અનુમાનથી ત્યાં હજુ પણ 19,000 ભારતીય સમુદાય રહે છે. જેમાંથી 9000 માત્ર વિદ્યાર્થી છે.  તેમાંથી કેટલાંક વિદ્યાર્થી પહેલાં જ ભારત આવી ચૂક્યા છે. બાંગ્લાદેશમાં લોકોની સંપત્તિઓને મોટું નુકસાન થયું છે. સૌથી વધારે ચિંતાની વાત અલ્પસંખ્યકો પર હુમલાની છે. અનેક જગ્યા પર બિઝનેસ અને મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ))

બાંગ્લાદેશથી આવી રહેલાં સમાચાર ભારતની ચિંતા વધારી રહ્યા છે... કેમ કે 27 જિલ્લામાં હિંદુઓ પર સતત હુમલાની ઘટના બની રહી છે... ત્યારે જમ્મુ કાશ્મીરમાં હિંદુઓ પર હુમલાની ઘટનાનો ડોગરા ફ્રન્ટ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો... 

પાડોશી દેશમાં વધી રહેલી અરાજકતાની સ્થિતિ અંગે કેન્દ્ર સરકારે વિચારવાની જરૂર છે... નહીં તો હિંદુઓનું જીવન જીવવું મુશ્કેલ બની જશે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news