ફુગ્ગાને કારણે દરિયામાં મચ્યો છે મોતનો તાંડવ! સતત શ્વાસ રૂંધાવા અંગે સંશોધનમાં થયો મોટો ખુલાસો
આધુનિક યુગમાં સૌથી મોટી ડમ્પિગ સાઈટ દરિયાને બનાવી દેવામાં આવી છે. ઈરાદાપૂર્વક અથવા આકસ્મિક રીતે દરિયામાં પ્રદૂષણ વધી રહ્યું છે. ગમે વસ્તુ હોય તે નકામી થાય એટલે તેનો નિકાલ દરિયામાં અથવા દરિચા કાંઠે થઈ રહ્યો છે. જેથી દરિયાઈ જીવ સૃષ્ટીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આધુનિક યુગમાં સૌથી મોટી ડમ્પિગ સાઈટ દરિયાને બનાવી દેવામાં આવી છે. ઈરાદાપૂર્વક અથવા આકસ્મિક રીતે દરિયામાં પ્રદૂષણ વધી રહ્યું છે. ગમે વસ્તુ હોય તે નકામી થાય એટલે તેનો નિકાલ દરિયામાં અથવા દરિચા કાંઠે થઈ રહ્યો છે. જેથી દરિયાઈ જીવ સૃષ્ટીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. આમ તો દરિયાનું નામ પડે એટલે શુદ્ધ બ્લુ પાણીનો નજારો દેખાય. ઉછળતા મોજા અને અથડાતા પાણીનો કિનારો મગજમાં આવે. પરંતુ હવે દરિયો પણ શુદ્ધ નથી રહ્યો. ઉપરથી સ્વચ્છ દેખાતો દરિયો અંદરથી પ્રદૂષીત થઈ રહ્યો છે. જેનાથી દરિયામાં રહેતા જીવો પર જોખમ વધી રહ્યું છે. જેમાં પ્લાસ્ટીક બાદ હવે ફગ્ગાથી મૃત્યુ વધી રહ્યા છે.
આજના આધુનિક યુગમાં ફુગ્ગા ઘણા કામ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. જન્મ દિવસની ઉજવણીથી લઈને બાળકોની રમત માટે ફુગ્ગા ખુબ જ મહત્વના હોય છે. પરંતુ આ જ ફુગ્ગાનો કચરો દરિયાઈ જીવસૃષ્ટિ માટે જીવલેણ બની રહ્યું છે. તમને લાગશે કે ફુગ્ગા અને દરિયામાં રહેતા જીવને શું લેવા દેવા. પરંતુ આજે તમને એ જ વાતની માહિતી આપવી છે કે તમારી જાણ બહાર તમારા દ્વારા થતી પ્રવૃતિ જીવલેણ બની રહી છે.
દરિયાઈ જીવો માટે જોખમી છે ફુગ્ગા:
1700થી વધુ મૃત દરિયાઈ જીવો પર સંશોધન કરવાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે ચોથા ભાગના જીવોનું પ્લાસ્ક ખાવાથી મૃત્યુ થયા. જેમાં સામે આવ્યું કે 10માંથી 4 મોત ફુગ્ગા જેવા નરમ કચરાને આરોગવાથી થયા છે. જે મોટા ભાગે પ્લાસ્ટિકના બન્યા હોય છે. મૃત જીવોના શરીરમાંથી 5 ટકા જ અખાદ્ય કચરો મળ્યો છે. પરંતુ આટલો કચરો પણ તેમને મોતના મુખ સુધી પહોંચાડે છે. સમૃદ્રી જીવો મોટા ભાગે ભોજન જેવો લાગતો દરિયામાં તરતા કચરાને આરોગતા હોય છે. આ કચરાને ઓગાળી ગયા બાદ તે દરિયાઈ જીવાના આંતરડામાં અટકાઈ જાય છે. જેનાથી તેમના મૃત્યુ થાય છે.
ફુગ્ગાથી 32 ગણો મોતનો ખતરો વધી જાય છે:
સંશોધકોના મત મુજબ કોઈ દરિયાઈ જીવ ફુગ્ગાને ગળી જાય છે તો તેના મોતની 32 ગણી સંભાવના વધી જાય છે. આ રિસર્ચ કરનાર ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ તસ્માનિયાના મેડીકલ વિદ્યાર્થી લોરેન રોમનના મત મુજબ રિસર્ચમાં દરિયાઈ જીવના મૃત્યુનું મુખ્ય કારણ છે આહાર નળી બ્લોક થવી.
ફુગ્ગા રૂંધે છે શ્વાસ:
ફુગ્ગાના કચરાને ભોજન સમજી દરિયાઈ જીવ આરોગી લે છે. પરંતુ આરોગ્યા બાદ તેમની અન્નનળી બ્લોક થઈ જાય છે. અન્નનળી બંધ થતા જ અન્ય સમસ્યા ઉભી થાય છે. ફુગ્ગા અટવાઈ જતા ધીરે ધીરે સંક્રમણ વધે છે અને ધીરે ધીરે તે દરિયાઈ જીવને મોતના મુખમાં ધકેલી દે છે.
ધીરે ધરે વધી રહ્યો છે મોતનો આંકડો:
જેમ જેમ પ્લાસ્ટિનો કચરો વધી રહ્યો છે. તેમ તેમ ખતરો પણ વધી રહ્યો છે. જેટલો વધુ કચરો એટલા જ વધુ મોત થવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે દુનિયાભરમાં લગભગ 2 લાખ 80 હજાર ટન કચરો દરિયામાં તરે છે. જેને લગભગ દરિયાઈ જીવની વસ્તીના 50 ટકા જીવો ભોજન સમજી આરોગી લે છે. જેથી મૃત્યુનો ખતરો પણ વધી રહ્યો છે. જેમાં ફુગ્ગાના કચરાને આરોગવાનો ખતરો સૌથી વધુ હોય છે કેમ કે ફુગ્ગનો કચરો દરિયાઈ જીવોના ખોરાક જેવો જ લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે