Corona Wuhan Strain: ગુજરાતમાં ફરી એક્ટિવ થયો વુહાન સ્ટ્રેન, બચવા માટે તમારી પાસે એકમાત્ર આ છે વિકલ્પ

રાજ્યભરમાં કોરોના કેસો (Gujarat Corona Case) વધતા સરકારની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં કોરોનાના જુદા જુદા સ્ટ્રેન (Corona Strain) પણ જોવા મળતા તંત્ર એલર્ટ બન્યું છે.

Corona Wuhan Strain: ગુજરાતમાં ફરી એક્ટિવ થયો વુહાન સ્ટ્રેન, બચવા માટે તમારી પાસે એકમાત્ર આ છે વિકલ્પ

અતુલ તિવારી/ અમદાવાદ: રાજ્યભરમાં કોરોના કેસો (Gujarat Corona Case) વધતા સરકારની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં કોરોનાના જુદા જુદા સ્ટ્રેન (Corona Strain) પણ જોવા મળતા તંત્ર એલર્ટ બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં વધી રહેલા કોરોના કેસો ચીનના વુહાન સ્ટ્રેનના (Corona Wuhan Strain) કારણે આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વુહાન સ્ટ્રેનના કારણે કોરોના કેસો સતત વધતા હોવા અંગે વાત કરતા ગુજરાત સરકારની (Gujarat Government) નિષ્ણાંત ટીમના સભ્ય અને સિવિલ હોસ્પિટલના (Civil Hospital) મેડિસિન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય (Dr. Kamlesh Upadhyay) જણાવે છે કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી.

ડોક્ટર કમેલશ ઉપાધ્યાયએ (Dr. Kamlesh Upadhyay) કહ્યું કે, આ મૂળભૂત રીતે વુહાન સ્ટ્રેન (Wuhan Strain) જ છે. જે ફરી એક્ટિવ થયો છે. કોઈપણ સ્ટ્રેનની સાયકલ સમયાંતરે આવતી રહે છે માટે આપણે સાવચેતીની જરૂર છે. કેટલીક વાર વાયરસ (Coronavirus) શરીરમાં પ્રવેશે તે વખતે જે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને (Immunity) કારણે નબળો પડતો હોય છે. શરીરમાં વાયરસ અનુકૂલન સાધી લીધા પછી ફરી એક્ટિવ થતો હોય છે. હાલ કોરોના વાયરસ ઇન્ફેક્ટ ન થયા હતા, તેમને ઇન્ફેક્ટ કરી રહ્યો છે. શરીરમાં નબળાઈ લાવી, આંતરડા કે અન્ય ભાગમાં સમસ્યા થવી તે આ વાયરસના લક્ષણો અગાઉ પણ હતા.

ભારતમાં કોરોના વાયરસના જે લક્ષણ છે તેમાં ન્યૂમોનિયા અને ફેફસામાં રક્તકણો બાઝી જવા જેવું જોવા મળે છે. વિશ્વમાં માનવ વસ્તી ધરાવતાં છ ખંડ છે. જ્યાં વાયરસ જે તે સ્થળની આબોહવા, લોકોની જીવનશૈલી મુજબ વર્તે છે. અમેરિકા કે યુકેમાં ઠંડી વધુ હોવાથી ત્યાંના લોકોની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે ઓછી હોય છે. તેથી ત્યાં વાયરસનું ઘાતકપણું વધુ જોવા મળ્યું છે. જો કે, હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા અને માસ્ક ફરજીયાત પહેરવું જ એકમાત્ર વિકલ્પ છે. જેનો વારો આવે તે વ્યક્તિ વેક્સીન જરૂરથી લે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news