ડેટા લીક મામલે વિવાદમાં ફસાયેલી કેમ્બ્રિજ એનાલિટિકાનો ચોંકાવનારો ઘટસ્ફોટ, જાણો શું થયું
Trending Photos
લંડન: ફેસબુક ડેટા કાંડના લીધે ચર્ચામાં રહેલી બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાના બધા કામકાજ તાત્કાલિક ધોરણે બુધવાર (2 મે)થી બંધ કરવાની જાહેરાત કરી. કંપનીએ બ્રિટેન અને અમેરિકામાં પોતાને દેવાળું ફૂંક્યું હોવાની અરજી આપવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એ નક્કી થઇ ગયું છે કે હવે બિઝનેસમાં ટકવાની કોઇ સંભાવના નથી. કંપની પર ફેસબુકના કરોડો યૂજર્સની અંગત જાણકારીનો ઉપયોગ કરવાનો આરોપ છે. બ્રિટનની રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા લગભગ 8.7 કરોડ ફેસબુક વપરાશકારોનો ડેટા લીક કરવાના મામલે વિવાદોમાં ઘેરાઇ હતી.
ટ્વિટરે પણ કેમ્બ્રિજ એનાલિટિકાના શોધકર્તાઓને ડેટા વેચ્યો
સંડે ટેલીગ્રાફના એક અહેવાલ અનુસાર કેમ્બ્રિજ એનાલિટિકા માટે ટૂલ્સ બનાવનાર એલેક્સેંડર કોગને 2015માં માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પરથી ડેટા ખરીદ્યો હતો. કોગને ગ્લોબલ સાયન્સ રિસર્ચ (જીએસઆર)ની સ્થાપના કરી. આ એકમને ટ્વિટરને આંકડા પ્રાપ્ત થયા હતા. કોગનનું કહેવું છે કે તેમણે આ સૂચનાનો ઉપયોગ ફક્ત 'બ્રેંડ રિપોર્ટ' તૈયાર કરવા અને 'સર્વે એક્સટેંડર ટૂલ્સ' માટે કર્યો અને ટ્વિટરની નીતિઓનું ક્યારેય ઉલ્લંઘન ન કર્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોગને ડિસેમ્બર 2014 થી એપ્રિલ 2015 દરમિયાન ટ્વિટર પરથી ટ્વિટ, વપરાશકારોના નામ, ફોટો, પ્રોફાઇલ ફોટો અને ડેટા ખરીદ્યો.
5.6 લાખથી વધુ ભારતીય વપરાશકારોના ડેટામાં સેંધ: ફેસબુક
એક ખાનગી માર્કેટિંગ કંપની દ્વારા 5.6 લાખથી વધુ ભારતીય ફેસબુક વપરાશકારોના અંગત ડેટા સાથે સમજોતો કરવામાં આવ્યો. આ ખાનગી માર્કેટિંગ કંપનીએ પછી અંગત જાણકારી કેમ્બ્રિજ એનાલિટિકાને વેચી દેધી. કેમ્બ્રિજ એનાલિટિકા બ્રિટેન સ્થિત એક કંપની છે જે વૈશ્વિક ગોપનીયતાના ઉલ્લંઘનમાં ફસાઇ છે.
સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ ગત 5 એપ્રિલના રોજ ભારત સરકારને એકાઉન્ટ વિશે માહિતગાર કર્યા. સોશિયલ મીડિયા કંપની આ સૂચના વપરાશકારોના ડેટામાં સેંધમારીને લઇને નોટીસ તથા ફેસબુક સુરક્ષા સુનિશ્વિત કરવા તથા અંગત ડેટાનો દુરઉપયોગ રોકવાને લઇને ભરવામાં આવતા પગલાંની જાણકારી લઇને આપી હતી.
562,455 વપરાશકારોના ડેટામાં સેંધમારી
ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં 335 ફેસબુક વપરાશકારો દ્વારા એક ક્વિઝ એપ 'ધિસઇઝયોરડિજિટલલાઇફ' નવેમ્બર 2013 થી ડિસેમ્બર 2015 વચ્ચે ઇન્સ્ટોલ કર્યા બાદ 562,455 ગ્રાહકોના ડેટામાં સેંઘમારી થઇ. ખાનગી માર્કેટિંગ કંપનીએ લોકોની જાણકારી એક ક્વિઝ એપ દ્વારા એકઠી કરી છે.
આ પ્રતિક્રિયા ફેસબુકના ચીફ ટેક્નોલોજી અધિકારી માઇક શ્રોએફરના એક બ્લોગ પોસ્ટમાં ડેટામાં સેંધમારી બાદ લોકોનો કંપની પર વિશ્વાસ ઉઠી ગયો છે. શ્રોફરે લખ્યું કે ''અમારું માનવું છે કે ફેસબુક અમેરિકાના કુલ 8.7 કરોડથી વધુ લોકોનો ડેટા કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે શેર કરવામાં આવ્યો છે.''
ભારતમાં 355 લોકોએ એપને કરી ઇંસ્ટોલ
આ એપને કેમ્બ્રિજ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના શોધકર્તા એલેક્સેંડર કોગન તથા તેમની કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચએ વિકસિત કરી હતી. આ એપે ના ફક્ત 335 વપરાશકારોએ મિત્રો સાથે મિત્રોના મિત્રોનો ડેટા પણ કાઢ્યો હતો. ભારતમાં 335 લોકોએ આ એપને ઇંન્સ્ટોલ કરી હતી, જે દુનિયાભરમાં 0.1 લોકોએ ઇંસ્ટોલ કરી હતી. પરંતુ આ સૂચના એપને ઇંસ્ટોલ કરનાર લોકો સુધી સિમિત હતી, જેમણે તેને 2013 થી ડિસેમ્બર 2015 સુધી ઇંસ્ટોલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે