અમેરિકામાં ફ્લોરેન્સ તોફાન: ભારે વરસાદથી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું, કેરોલીનામાં પૂરનું સંકટ

અમેરિકાના પૂર્વી તટ પર ‘ફ્લોરેન્સ’ વાવાઝોડાના કારણે સતત થઇ રહેલા વરસાદને કારણે નદીઓમાં પાણી સ્તર વધવા લાગ્યું છે. રવિવારે ભારે વરસાદને કારણે નદીઓના પાણી કેરોલીનામાં ફરી વળ્યા હતા.

અમેરિકામાં ફ્લોરેન્સ તોફાન: ભારે વરસાદથી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું, કેરોલીનામાં પૂરનું સંકટ

વિલમિંગટન: અમેરિકાના પૂર્વી તટ પર ‘ફ્લોરેન્સ’ વાવાઝોડાના કારણે સતત થઇ રહેલા વરસાદને કારણે નદીઓમાં પાણી સ્તર વધવા લાગ્યું છે. રવિવારે ભારે વરસાદને કારણે નદીઓના પાણી કેરોલીનામાં ફરી વળ્યા હતા. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. આ કારણે વિલમિંગટનથી રોડ સંપર્ક તૂટી ગયો છે. ઉત્તર કેરોલીનાના ગવર્નર રોય કૂપરએ જણાવ્યું હતું કે, તોફાનના કારણે 17 લોકોના મોત થયા છે.

अमेरिका: फ्लोरेंस तूफान में मरने वालों की संख्या बढ़कर हुई 11, हजारों लोग बेघर

ભારે વરસાદને કારણે નદીઓના પાણી કેરોલીનામાં ફરી વળ્યા (ફોટો- Reuters)

‘ફ્લોરેન્સ’ તોફાન અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. તોફાનના કારણે શુક્રવારથી અહીંયા 75 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે અને ભયાનક પૂરનું સંકટ સતત વધતું જઇ રહ્યું છે. રાજ્યની નદીઓમાં ભારે વરસાદના કારણે પાણીનું સ્તર વધવાથી સાવચેતીના પગલાં લઇ હજારો લોકોને સલામત સ્થળોએ લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે, ફેડરલ ઇમરજન્સી સર્વિસ વર્કર્સ, સ્પોટ પર મદદ પહોંચાડનારા અને કાયદા અમલીકરણ અધિકારીઓ ખરેખર સખત મહેનત કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news