કર્ણાટક: બે રૂપિયા સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, આજ રાતથી લાગૂ થશે નવા ભાવ

મુખ્યમંત્રીએ બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સને 2 ટકા વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમના આ પ્રસ્તાવ બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોરદાર વધારો જોવિઆ મળ્યો હતો. જોકે હવે તેના ટેક્સમાં કાપ મુકવામાં આવ્યો છે. 

કર્ણાટક: બે રૂપિયા સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, આજ રાતથી લાગૂ થશે નવા ભાવ

નવી દિલ્હી (નિશ્વિતા વીરેંદ્વ): પેટ્રોલ-ડીઝલની વધતી જતી મોંઘવારી વક્ચે રાજ્યએ પોતાના સ્તર પર સામાન્ય માણસ પરથી બોજો ઓછો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. રાજસ્થાન, આંધ્ર પ્રદેશ બાદ હવે કર્ણાટકમાં પણ પેટ્રોલ-ડીઝલનું સસ્તું થઇ ગયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી છે કે પેટ્રોલ-ડીઝલ પર લાગનાર ટેક્સમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે છે. આ સંબંધમાં આજે સરકાર દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે મધરાતથી નવા ભાવ અમલમાં મૂકવામાં આવશે. 

કર્ણાટકમાં પેટ્રોલ-ડીઝલના હાલના ભાવ
હાલ કર્ણાટકની રાજધાની બેંગ્લુરૂમાં પેટ્રોલના ભાવ 84.59 રૂપિયા પ્રતિ લીટર છે. સોમવારે અહીં પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો વધારો થયો છે. તો બીજી તરફ બેંગલુરૂમાં ડીઝલના ભાવ 76.10 રૂપિયા પ્રતિ લીટર છે. સોમવારે અહીં ડીઝલના ભાવમાં 19 પૈસાનો વધારો થયો હતો. 

બજેટમાં વધાર્યો હતો પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ
તમને જણાવી દઇએ કે કર્ણાટકના નવા મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. તેમાં તેમના દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી બધાને આશ્વર્યમાં મુકી દીધા હતા. મુખ્યમંત્રીએ બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સને 2 ટકા વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમના આ પ્રસ્તાવ બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોરદાર વધારો જોવિઆ મળ્યો હતો. જોકે હવે તેના ટેક્સમાં કાપ મુકવામાં આવ્યો છે. 

30થી વધીને 32 ટકા કર્યો હતો ટેક્સ
મુખ્યમંત્રીએ પેટ્રોલ પર ટેક્સને 30 ટકાથી વધારીને 32 ટક અને ડીઝલ પર 19 ટકાથી વધારીને 21 ટકા કરવાનો પ્રસ્તાવ આપ્ય હતો. બજેટ લાગૂ થયા બાદ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 1.14 રૂપિયા અને ડીઝલના ભાવમાં 1.12 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો.

આ રાજ્યોએ પણ ઘટાડ્યા ભાવ
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને પશ્વિમ બંગાળમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્વબાબુ નાયડૂએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ રાજસ્થાનની વસુંધરા રાજે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટને 4 ટકા ઓછો કર્યો હતો. આ ઉપરાંત પશ્વિમ બંગાળમાં પેટ્રોલ-ડીઝલ એક-એક રૂપિયો સસ્તું કરવામાં આવ્યું છે. 

આજના ભાવ
સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં સોમવારે 15 પૈસા પ્રતિ લીટરે વધારો તહ્યો. તેનાથી પેટ્રોલના ભાવ 82.06 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો. તો બીજી તરફ ડીઝલના ભાવ 6 પૈસાના વધારા બાધા 73.78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. સોમવારે આ કિંમત અત્યાર સુધીના ઉંચા સ્તર પર છે. તો બીજી તરફ મુંબઇમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને અડકી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news