ચંદ્રયાન-2 પર સમગ્ર વિશ્વ બિરદાવી રહ્યું છે, પાકે. ફરી આછકલી હરકત કરી

ચંદ્રયાન-2ની સપાટી પર લેન્ડિંગના પહેલા સંપર્ત તુટ્યા બાદ પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસૈનનું શરમજનક ટ્વીટ

ચંદ્રયાન-2 પર સમગ્ર વિશ્વ બિરદાવી રહ્યું છે, પાકે. ફરી આછકલી હરકત કરી

નવી દિલ્હી : આખુ વિશ્વ જ્યારે ભારતના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-2 Chandrayaan-2) માટે ભારતીય વૈજ્ઞાનિકોના હુનરના વખાણ કરી રહ્યું છે, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાને પોતાની આછકલી હરકતો કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાનની ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગ પહેલા લેન્ડર વિક્રમનો સંપર્ક તુટ્યા બાદ પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈને બેહુદા ટિપ્પણી કરી. ફવાદે ટ્વીટ કરીને લખ્યું કે, જે કામ આવડતું ન હોય તે કરવાનો પ્રયાસ ન કરવો જોઇએ ડિયર ઇન્ડિયા...

— Ch Fawad Hussain (@fawadchaudhry) September 7, 2019

— Awais Utman (@awais_utman) September 7, 2019

Modi Govt 2.0ના 100 દિવસ પૂર્ણ, જાણો શું છે અત્યાર સુધીની સિદ્ધિઓ
ફવાદે ટ્વીટમાં વ્યંગ કરતા ઇન્ડિયાને બદલે એન્ડિયા લખ્યું. ફવાદ આટલેથી નહોતા અટક્યાં. તેમણે એક ભારતીય યુઝરનાં ટ્વીટ પર ખુબ જ બેશર્મીથી રિટ્વીટ કર્યું. એક ટ્વીટમાં ભારતીય યુઝર અભય કશ્યપે ટ્વીટર પર રિટ્વીટ કરતા લખ્યું કે, સુઇ જા ભાઇ મુનની બદલે મુંબઇમાં ઉતરી ગયું રમકડું.  ફવાદની આછકલી હરકત અંગે ભારતીય યુઝર્સે તેની ઝાટકણી કાઢી હતી. ચૌધરી ફવાદ હુસૈન ટ્રોલ થઇ ગયા. ટોપ પર તેણે લખ્યું કે, મને એવી રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, જાણે મે જ આ મિશનને ફેલ કરી દીધું હોય. 

NSA અજીત ડોભાલે કાશ્મીર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ, આપી ચેતવણી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમગ્ર દેશને તેના પર ગર્વ છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ એક નાનકડી સફળતા નથી, સમગ્ર દેશને તમારા પર ગર્વ છે. વડાપ્રધાન મોદીએ સંબોધન બાદ ધ્રુસ્કે ધ્રુસ્કે રોઇ રહેલા સિવનને ભાવુક મોદીએ સાંત્વના આપી હતી. વડાપ્રધાન મોદીએ ઇસરો ચીફને સાંત્વના આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુંકે, વિજ્ઞાનમાં અસફળતા નથી હોતી માત્ર પ્રયાસ અને પ્રયોગ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news