OMG! અઢી લાખ યુવાઓને કાઢી મૂકશે અમેરિકા? યાદીમાં સૌથી વધુ ભારતીયોના નામ

અઢી લાખથી વધુ બાળકો પર હકાલપટ્ટીનું જોખમ તોળાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકા જલદી લાખો બાળકોને સ્વદેશ પાછા મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ યાદીમાં અનેક ભારતીય-અમેરિકન મૂળના બાળકોના નામ પણ સામેલ છે. 

OMG! અઢી લાખ યુવાઓને કાઢી મૂકશે અમેરિકા? યાદીમાં સૌથી વધુ ભારતીયોના નામ

અનેક ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓને તો અમેરિકામાં વસવાનું સપનું હોય છે. ખાસ કરીને બાળકોના અભ્યાસ માટે અનેક લોકો વર્ક વિઝા લઈને અમેરિકામાં વસતા હોય છે. જો કે હવે અઢી લાખથી વધુ બાળકો પર હકાલપટ્ટીનું જોખમ તોળાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકા જલદી લાખો બાળકોને સ્વદેશ પાછા મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ યાદીમાં અનેક ભારતીય-અમેરિકન મૂળના બાળકોના નામ પણ સામેલ છે. 

ડોક્યુમેન્ટ ડ્રીમર્સ
વાત જાણે એમ છે કે અમેરિકાના નિયમો મુજબ બાળક ફક્ત 21 વર્ષ સુધી માતા પિતા પર નિર્ભર રહી શકે છે. 21 વર્ષ પૂરા થતાની સાથે બાળકોને માતા પિતાના વિઝા પર અમેરિકામાં રહેવાની મંજૂરી નથી. આવામાં અનેક ભારતીય સંતાનો સાથે અમેરિકામાં વસેલા છે. પરંતુ જ્યારે તેમના બાળકો 21 વર્ષ પૂરા કરી લેશે તો તેમણે બાળકોને ભારત પાછા મોકલવા પડશે. પેરેન્ટ્સના વિઝા પર અમેરિકામાં રહેતા બાળકોને ડોક્યુમેન્ટ ડ્રીમર્સ કહેવામાં આવે છે. 21 વર્ષના થતા જ જો ડોક્યુમેન્ટ ડ્રીમર્સ પાસે પોતાના વિઝા નહીં હોય તો તેમને દેશ નિકાલ કરવામાં આવે છે. રિપોર્ટ્સનું માનીએ તો ડોક્યુમેન્ટ ડ્રીમર્સમાં અનેક ભારતીયોના બાળકો પણ સામેલ છે. 

એજિંગ આઉટ
અત્રે જણાવવાનું કે નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલીસી  (NFAP) એ અમેરિકામાં નાગરિકતાનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ બાદ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે મુજબ લગભગ 12 લાખ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. ઈમિગ્રેશન એન્ડ નેશનલિસ્ટ એક્ટ (INA) મુજબ જો કોઈ બાળક 21 વર્ષ પહેલા LPA દરજ્જો મેળવવા માટે અરજી કરે અને ગ્રીન મળતા પહેલા તેના 21 વર્ષ પૂરા થઈ જાય તો તેની અરજી રદ કરી નાખવામાં આવશે. આવામાં બાળકે એડલ્ટ તરીકે અરજી કરવાની રહેશે, નહીં તો તેણે દેશ છોડીને જવું પડશે. આ પ્રક્રિયાને એજિંગ આઉટ કહે છે. 

43 સાંસદોનો પત્ર
અમેરિકાના નિયમો મુજબ 21 વર્ષ પૂરા થયા બાદ બાળકે ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે. જો કે એ વાતની ગેરંટી નથી કે બાળકને ગ્રીન કાર્ડ મળશે જ. શક્ય છે કે તેની અરજી રદ પણ કરી દેવાય. આવામાં હવે 2.5 લાખ બાળકોનું ભાવિ જોખમમાં છે. અમેરિકાના 43 સાંસદોએ આ સમસ્યાને ગંભીરતાથી લેવા કહ્યું છે. સાંસદોએ બાઈડેન પ્રશાસનને પત્ર લખતા કહ્યું કે આ યુવાઓ અમેરિકામાં ઉછર્યા છે. અમેરિકાની સ્કૂલિંગ સિસ્ટમમાં પોતાનું શિક્ષણ પૂરું કરે છે અને અમેરિકી શાળાથી સ્નાતકની ડિગ્રી મેળવે છે. જો કે તેમણે કાયમી રહીશનો દરજ્જો મેળવવા માટે દાયકાઓ સુધી રાહ જોવી પડે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news