સરકારે નજર કેદ કર્યા છે ALIBABA ના માલિક JACK MA? ચીની મીડિયાના ચોંકાવનારો ખુલાસો

શું અલીબાબા ગ્રુપનાં ફાઉન્ટર અને વિશ્વનાં 25માં સૌથી અમીર વ્યક્તિ જૈક માની ધરપકડ થઇ ચુકી છએ ? ગત્ત બે મહિનાથી ગુમ થયેલા જેક મા અંગે ચીની મીડિયામાં ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૈક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે થયેલા વિવાદ બાદથી બે મહીનાથી ગુમ થઇ ગયા હતા.
સરકારે નજર કેદ કર્યા છે ALIBABA ના માલિક JACK MA? ચીની મીડિયાના ચોંકાવનારો ખુલાસો

બીજિંગ : શું અલીબાબા ગ્રુપનાં ફાઉન્ટર અને વિશ્વનાં 25માં સૌથી અમીર વ્યક્તિ જૈક માની ધરપકડ થઇ ચુકી છએ ? ગત્ત બે મહિનાથી ગુમ થયેલા જેક મા અંગે ચીની મીડિયામાં ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૈક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે થયેલા વિવાદ બાદથી બે મહીનાથી ગુમ થઇ ગયા હતા.

ચીની મીડિયામાંથી સમાચાર આવ્યા છે કે, તેઓ સરકારી એજન્સીઓ દ્વારા નજરબંધ કરાયા છે. એવામાં અંદાજ લગાવાઇ રહ્યો છે કે, કાં તો ધરપકડ થઇ ચુકી છે અથવા તો તેને નજરકેદ કરવામાં આવ્યા છે અને કોઇ અજાણ્યા સ્થળે લઇ જવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૈક માએ ગત્ત વર્ષે ઓક્ટોબર મહિનામાં શંઘાઇમાં આપેલા એક ભાષણમાં આકરી ટિકા કરી હતી. તેમણે સરકારને આહ્વાન કર્યું હતું કે, આવી સિસ્ટમમાં પરિવર્તન કરવામાં આવે તો બિઝનેસમાં નવી વસ્તુઓ શરૂ કરવાનાં પ્રયાસને દબાવવાનો પ્રયાસ કરે. 

તેમણે વૈશ્વિક બૈંકિંગ નિયમોને વૃદ્ધોની ક્લબ ગણાવી હતી. ત્યાર બાદ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી ભડકી ગઇ. તેમણે જૈકમાંની ટીકાને પાર્ટી પર હુમલો ગણાવ્યો હતો. ત્યાર બાદ નવેમ્બરમાં ચીની સરકારના આદેશ બાદ જૈકમાંના એન્ટ ગ્રુપનાં 37 અબજ ડોલરનાં આઇપીઓને પણ સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યાર બાદ જૈક મા પણ રહસ્યમય રીતે ગુમ થઇ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news