કોરોનાકાળમાં ચીનની કરામત, બનાવ્યું સૌથી ખતરનાક હથિયાર

ચીને 2019માં પોતાના સ્થાપના દિવસ સૈનિક પરેડમાં UUV નું પ્રદર્શન કર્યું છે અને આ કાર્યક્રમ પર 2010 થી કામ કરી રહ્યા છે. આ ડ્રોન સબમરીન કોઇ દુશ્મન સબમરીનની ઓળખ કરી શકે છે.

કોરોનાકાળમાં ચીનની કરામત, બનાવ્યું સૌથી ખતરનાક હથિયાર

નવી દિલ્હી: ચીન (China) એ પોતાન સૌથી ગુપ્ત અને તાકતવર હથિયારની સફળતા જાહેર કરી છે. ચીને જુલાઇના પ્રથમ અઠવાડિયામાં નૌસૈનિકો વિના ચાલનાર સબમરીન એટલે ડ્રોન સબમરીનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઘણા દેશ Unmanned Underwater Vehicles (UUV) બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ચીને પોતાના આ હથિયારને સમુદ્રમાં ઉતારવાનો દાવો કર્યો છે.

2010 થી કામ કરી રહ્યું ચીન
ચીને 2019માં પોતાના સ્થાપના દિવસ સૈનિક પરેડમાં UUV નું પ્રદર્શન કર્યું છે અને આ કાર્યક્રમ પર 2010 થી કામ કરી રહ્યા છે. આ ડ્રોન સબમરીન કોઇ દુશ્મન સબમરીનની ઓળખ કરી શકે છે, તેનો પીછો કરી શકે છે અને તેનાપર હુમલો કરી શકે છે અને આ બધુ કોઇપણ સૈનિક વગર થશે. એવું જ એક  UUV ગત ડિસેમ્બરમાં ઇંડોનેશિયાના તે દ્વીપોની પાસે મળ્યો હતો જ્યાંથી દક્ષિણ ચીન સાગરથી હિંદ મહાસાગરના સમુદ્રી માર્ગ છે. જોકે ત્યારે ચીને આ UUV સાથે કોઇ સંબંધ હોવાની મનાઇ કરી દીધી છે.

આ ખૂબીઓથી સજ્જ છે સબમરીન
ચીનના હારિબન એંજીનિયરિંગ યૂનિવર્સિટીના ચાઇનીઝ સબમરીન રિસર્ચ ઇંસ્ટીટ્યૂટના પ્રોફેસર લિયાંગ ગુઓલોંગએ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે ડ્રોન સબમરીને સમુદ્રમાં એક નક્કી જગ્યા પર 10 મીટરની ઉંડાઇમાં સફળતા સાથે પેટ્રોલીંગ કરશે. પ્રો. ગુઓલોગએ દાવો કર્યો કે આ સબમરીન બીજા સુધારા બાદ એક ગ્રુપ તરીકે દુશ્મનના જહાજો અને સબમરીના વિરૂદ્ધ તૈનાત કરવામાં આવી શકે છે. આ સબમરીન દુશ્મનની સબમરીનની દિશા, ગતિ અનુસાર આર્ટિફિશિયલ ઇંટેલીજેંસ (AI) ની મદદથી પોતે નિર્ણય લેવામાં સક્ષમ છે.

દક્ષિણ ચીન સાગરની ઉંડાઇમાં રિસર્ચ સેન્ટરની તૈયારી
એ પણ માનવામાં આવે છે કે ચીન સૈનિકો વિના જંગી જહાજ, સીપ્લેન અહીં સુધી દક્ષિણ ચીન સાગરની ઉંડાઇમાં રિસર્ચ સેન્ટર પણ બનાવી રહ્યું છે. જુલાઇ 2018 માં શેનયાંગ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઓટોમેશનના ડાયરેક્ટરે પણ એક આંતરરાષ્ટ્રીય પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ચીન આર્ટિફિશિયલ ઇંટેલીજેંસનો ઉપયોગ કરીને સમુદ્રમાં દેખરેખ, સુરંગ પાથરવા અને દુશ્મન પર હુમલા જેવી કાર્યવાહી કરનાર ડ્રોન વિકસિત કરી રહ્યું છે. 

ડ્રોન અને UUV ચીનના નવા હથિયાર
ચીન સમુદ્રમાં પોતાની નબળાઇને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીની નૌસેના પોતાને ઝડપથી મજબૂત કરી રહી છે. સબમરીન અને એરક્રાફ્ટ કેરિયરના પોતાના બેડાની તાકાત વધી રહી છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન એટલે કે ક્વાડ કંટ્રીઝની મળેલી નૌસૈનિક તાકાતનો મુકાબલો કરવા માટે ચીન દરેક પ્રયત્ન કરી રહી છે. ડ્રોન અને UUV ચીનના નવા અને સૌથી ખતરનાક હથિયાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news