China Taiwan Conflict: તાઇવાન પર હુમલો કરશે ચીન? લીક ઓડિયો ક્લિપથી થયો મોટો ખુલાસો

China Taiwan Conflict News: ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. હવે એક ઓડિયો ક્લિપ લીક થઈ છે જેમાં સાંભળી શકાય છે કે ચીન, તાઇવાન પર હુમલો કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. 

China Taiwan Conflict: તાઇવાન પર હુમલો કરશે ચીન? લીક ઓડિયો ક્લિપથી થયો મોટો ખુલાસો

બેઇજિંગઃ રશિયા-યુક્રેન લડાઈ વચ્ચે શું દુનિયામાં વધુ એક જંગ શરૂ થવાનો છે? ચીનના સૈન્ય અધિકારીઓની એક ઓડિયો ક્લિપ લીક થઈ છે, ત્યારબાદ આ ચર્ચા સરૂ થઈ ગઈ છે. ચીન રશિયાની જેમ તાઇવાન પર હુમલાની તૈયારી કરી રહ્યું ચે. આ ક્લિક ચીનના માનવાધિકાર કાર્યકર્તા જેનિફર હેંગે ટ્વીટ કરી હતી. 57 મિનિટની આ ક્લિપને LUDE મીડિયા નામની યૂટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવી હતી. 

બાઇડેને ચીનને આપ્યો સંદેશ
જાપાનમાં યોજાનાર ક્વાડ સંમેલન પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ચીનને સંદેશ આપ્યો છે. બાઇડેને કહ્યુ કે જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો અમેરિકા તેનો જવાબ આપશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે, તાઇવાન પર હુમલા વિશે વિચારી ચીન ખતરા સાથે રમી રહ્યું છે. તેની કિંમત બેઇજિંગે ચુકવવી પડશે. તેમણે કહ્યું કે, અમે વન ચાઇના પોલિસી પર સહમત થયા હતા. પરંતુ જો બળજબરીથી કબજો કરવાનો પ્રયાસ થશે તો તેનો જવાબ આપવામાં આવશે. 

યૂટ્યુબ ચેનલનો દાવો છે કે જે સીનિયર અધિકારીએ આ ઓડિયો ક્લિપ લીક કરી છે તે તાઇપાન પર ચીની રાષ્ટ્રપતિના પ્લાનને દુનિયાની સામે રાખવા ઈચ્છે છે. આ ઓડિયો ક્લિપમાં કથિત રીતે સીપીસી અને પીએલકે વચ્ચે તાઇવાન યુદ્ધનો માહોલ બનાવવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ આ ક્લિપની હજુ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ લાગી રહ્યું છે કે તે ચીનમાં રેકોર્ડ થઈ છે. 

પ્રથમવાર બની આ ઘટના
કાર્યકર્તાનો દાવો છે કે ચીનના ઈતિહાસમાં પ્રથમવાર છે જ્યારે આટલી મહત્વની મીટિંગની ઓડિયો ક્લિપ લીક થઈ ગઈ. તેમાં દોવો કરવામાં આવ્યો કે તે માટે એક લેફ્ટિનેન્ટ જનરલ અને ત્રણ મેજર જનરલને મોતની સજા આપવામાં આવી ચુકી છે. ક્લિપ પ્રમાણે બેઠકમાં ચીન સેનાના ટોપ અધિકારી હાજર હતા. 

આ લીક ઓડિયો પ્રમાણે ગુઆંગડોંગ પ્રાંતને પૂર્વી અને દક્ષિણી વોરઝોને જે કામ આપ્યા છે તેમાં 20 કેટેગરી સામેલ છે. તે પ્રમાણે 1.40 લાખ સૈનિક, 953 શિપ, 1653 યૂનિટ, 20 એરપોર્ટ અને ડોક, 6 રિપેયર એન્ડ શિપબિલ્ડિંગ યાર્ડ, 14 ઇમરજન્સી ટ્રાન્સફર સેન્ટર, હોસ્પિટલ, બ્લડ સ્ટેસન, ઓઇલ ડિપો, ગેસ સ્ટેશન વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો ઓડિયો ક્લિપ સાચી હોય તો તે અંદાજ લગાવી શકાય કે ચીન તાઇવાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news