લદ્દાખમાં ડોકલામની નારાજગી વ્યક્ત કરનાર ચીનના જનરલની વિદાઇ, ગલવાનમાં હુમલાની બનાવી હતી યોજના

ચીન સેનાના વેસ્ટર્ન થિયેટરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઝાઓ ઝોંગકીની બદલી કરવાની તૈયારી ચાલી રહી છે. તેમની જગ્યાએ લેફ્ટનન્ટ જનરલ લ્યુ જેનલી લેશે. લદ્દાખનું સંપૂર્ણ ઓપરેશનનું આયોજન ઝાઓ ઝોંગકીએ કર્યું હતું. ગલવાનમાં ભારતીય સૈનિકો પર હુમલોની યોજના પણ ઝાઓ ઝોંગકીએ કરી હતી. ચીની સૈન્યનો સૌથી શક્તિશાળી જનરલ ઝો ઝોંગકી તેની સેના સાથે લદ્દાખ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લદાખમાં આ ચીનની ઝુંબેશ પશ્ચિમી થિયેટર કમાન્ડના કમાન્ડર જનરલ ઝાઓ ઝોંગકીની ઉપજ છે. ઝાઓ ઝોંગકીને તિબેટની સરહદના વિસ્તારનું ઉંડાણ પૂર્વક જાણકારી છે, તેમણે ત્યાં 20 વર્ષ કાર્ય કર્યું છે.
લદ્દાખમાં ડોકલામની નારાજગી વ્યક્ત કરનાર ચીનના જનરલની વિદાઇ, ગલવાનમાં હુમલાની બનાવી હતી યોજના

નવી દિલ્હી: ચીન સેનાના વેસ્ટર્ન થિયેટરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઝાઓ ઝોંગકીની બદલી કરવાની તૈયારી ચાલી રહી છે. તેમની જગ્યાએ લેફ્ટનન્ટ જનરલ લ્યુ જેનલી લેશે. લદ્દાખનું સંપૂર્ણ ઓપરેશનનું આયોજન ઝાઓ ઝોંગકીએ કર્યું હતું. ગલવાનમાં ભારતીય સૈનિકો પર હુમલોની યોજના પણ ઝાઓ ઝોંગકીએ કરી હતી. ચીની સૈન્યનો સૌથી શક્તિશાળી જનરલ ઝો ઝોંગકી તેની સેના સાથે લદ્દાખ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લદાખમાં આ ચીનની ઝુંબેશ પશ્ચિમી થિયેટર કમાન્ડના કમાન્ડર જનરલ ઝાઓ ઝોંગકીની ઉપજ છે. ઝાઓ ઝોંગકીને તિબેટની સરહદના વિસ્તારનું ઉંડાણ પૂર્વક જાણકારી છે, તેમણે ત્યાં 20 વર્ષ કાર્ય કર્યું છે.

મળતી માહિતી મુજબ જનરલ ઝાઓ ઝોંગકી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની નજરમાં પોતાને સાબિત કરવા અને સેન્ટ્રલ લશ્કરી પંચમાં વાઇસ ચેરમેન બનવા માંગે છે. એટલું જ નહીં, જનરલ લદ્દાખના ડોકલામમાં ચીનની સેનાની પીછેહઠની હતાશાને બહાર કાઢી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં જનરલ ઝાઓ ડોકલામ વિવાદ સમયે વેસ્ટર્ન થિયેટર કમાન્ડની કમાન્ડ કરી રહ્યા હતા.

જનરલને વિયતનામ યુદ્ધનો અનુભવ
રિપોર્ટનું માનીએ તો મોટા પાયે ઝાઓ ઝોંગકી નિયંત્રિત કરવામાં નિષ્ણાત છે, વિયેતનામ યુદ્ધનો અનુભવ છે. યુદ્ધમાં તેના સફળ આયોજનને લીધે જનરલે ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી. મળતી માહિતી મુજબ, જિનાન લશ્કરી ક્ષેત્રના કમાન્ડર તરીકે, જનરલને પૂર્વ વાઇસ ચેરમેન જનરલ ફેન ચાંગલોંગ સાથે નીંગજિયાંગ, કાશ્ગાર, તિબેટ અને જિનજિયાંગમાં ઘણી જગ્યાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news