US vs China: અમેરિકાની કાર્યવાહીથી ચીન ધૂંધવાયું, કર્યો વળતો પ્રહાર 

અમેરિકાએ હ્યુસ્ટનમાં ચીનના વાણિજ્ય દૂતાવાસને બંધ કરતા ચીન બરાબર ધૂંધવાયું છે. ડ્રેગને વળતો પ્રહાર કરીને ચેંગદુમાં અમેરિકાના વાણિજ્ય દૂતાવાસને બંધ કરવાનો આદેશ બહાર પાડ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે આ આદેશ બહાર પાડી તેની પુષ્ટિ કરી છે. 
US vs China: અમેરિકાની કાર્યવાહીથી ચીન ધૂંધવાયું, કર્યો વળતો પ્રહાર 

નવી દિલ્હી: અમેરિકાએ હ્યુસ્ટનમાં ચીનના વાણિજ્ય દૂતાવાસને બંધ કરતા ચીન બરાબર ધૂંધવાયું છે. ડ્રેગને વળતો પ્રહાર કરીને ચેંગદુમાં અમેરિકાના વાણિજ્ય દૂતાવાસને બંધ કરવાનો આદેશ બહાર પાડ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે આ આદેશ બહાર પાડી તેની પુષ્ટિ કરી છે. 

અત્રે જણાવવાનું કે ચેંગદુ સ્થિત અમેરિકી વાણિજ્ય દૂતાવાસ ચીનમાં અનેક પ્રાંતોનું કામકાજ સંભાળે છે. અહેવાલો મુજબ ચીન પહેલેથી હ્યુસ્ટનમાં ચીની રાજનયિક સુવિધાને જબરદસ્તીથી બંધ કરવાના બદલામાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસને બંધ કરવાની તૈયારી કરી રહ્યું હતું. ચીને કહ્યું કે આ નિર્ણય હ્યુસ્ટન દૂતાવાસને બંધ કરવાના અમેરિકાના 'એકપક્ષીય નિર્ણય'ના જવાબમાં છે. આ સાથે જ કહ્યું કે ચીનનો નિર્ણય અમેરિકાની અયોગ્ય કાર્યવાહીઓ માટે કાયદેસર અને આવશ્યક પ્રતિક્રિયા છે. 

આ બાજુ બેઈજિંગે અમેરિકા-ચીનના સંબંધોમાં આવેલા તણાવ માટે અમેરિકાને જવાબદાર ઠેરવતા હ્યુસ્ટનમાં ચીની વાણિજ્ય દૂતાવાસને તત્કાળ બંધ કરવાના આદેશને પાછો ખેંચવાની પણ માગણી કરી હતી. અત્રે જણાવવાનું કે બુધવારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે ચીનનું હ્યુસ્ટન સ્થિત વાણિજ્ય દૂતાવાસ જાસૂસીનો ગઢ બની ગયું હતું. 

પોમ્પિઓએ કહ્યું કે 'આ સપ્તાહ અમે ચીનના હ્યુસ્ટન સ્થિત વાણિજ્ય દૂતાવાસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે તે જાસૂસી અને બૌદ્ધિક સંપત્તિઓની ચોરીનો અડ્ડો બની ગયો હતો.' તેમણે કહ્યું કે 'ચીને અમારી બૌદ્ધિક સંપત્તિ ચોરી કરી અને ટ્રેડ સિક્રેટ ચોર્યા જેના કારણે લાખો અમેરિકી નાગરિકોએ પોતાની નોકરી ગુમાવવી પડી.'

આ મામલે ચીની રાજ્ય મીડિયાએ પોતાના સંપાદકીયમાં અમેરિકામાં નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન વિરુદ્ધ ઉઠાવવામાં આવતા કડક પગલાંના સિલસિલામાં એક નવું પગલું ગણાવ્યું છે. જેની ટીકા કરતા ચીને કહ્યું તેને અપમાનજનક ગણાવ્યું હતું અને કહ્યું કે જો આ નિર્ણય પાછો ન લેવાયો તો તેનો કડક જવાબ અપાશે. 

આ બાજુ વાંગે કહ્યું કે દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય, આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય સંબંધોને સંચાલિતક રનારા મૂળ નિયમોનો ભંગ છે. તથા ચીન-અમેરિકાના સંબંધોને ગંભીર રીતે નબળા કરે છે. વાંગે  કહ્યું કે આ ચીની અને અમેરિકી લોકો વચ્ચે મિત્રતાનો પુલ તોડવા જેવું છે. 

આ બધા વચ્ચે એફબીઆઈએ ત્રણ ચીની નાગરિકોની વિઝા ફ્રોડ બદલ ધરપકડ કરી છે. ચેંગદુને વૈકલ્પિક રીતે ચેંગ્ટુ તરીકે ઓળખાય છે. એક ઉપ પ્રાંતીય શહેર છે જે ચીની પ્રાંત સિચુઆનની રાજધાની તરીકે કાર્યરત છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news