એક એવો સમુદાય, જ્યાં અનેક ભાઈઓની એક જ હોય છે પત્ની, એક ટોપી નિર્ણય કરે છે કે....
મહારાષ્ટ્રના સોલાપુરનો એક કિસ્સો હાલ ખુબ ગાજ્યો છે. જેમાં બે જોડકી બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા છે. હિન્દુ મેરેજ એક્ટમાં એક પત્ની હયાત હોય તો બીજા લગ્ન થઈ શકે નહીં. આથી યુવક પર કેસ પણ થયો છે. જો કે હવે આ મુદ્દે ચર્ચા પણ ખુબ થઈ રહી છે. ત્યારે એક એવો પણ સમુદાય છે જ્યાં બહુપતિત્વ ખરાબ ગણાતું નથી. અહીં એક પત્ની અનેક પતિઓ સાથે એક જ ઘરમાં રહે છે.
Trending Photos
મહારાષ્ટ્રના સોલાપુરનો એક કિસ્સો હાલ ખુબ ગાજ્યો છે. જેમાં બે જોડકી બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા છે. હિન્દુ મેરેજ એક્ટમાં એક પત્ની હયાત હોય તો બીજા લગ્ન થઈ શકે નહીં. આથી યુવક પર કેસ પણ થયો છે. જો કે હવે આ મુદ્દે ચર્ચા પણ ખુબ થઈ રહી છે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે જ્યારે લગ્ન કરનારી યુવતીઓને કોઈ વાંધો નહતો તો કેસ ન થવો જોઈએ. આ તો વાત થઈ એક પતિના એક કરતા વધુ પત્ની હોવાની વાત પરંતુ તેનાથી ઉલટું પણ વિશ્વમાં જોવા મળે છે. એક એવો પણ સમુદાય છે જ્યાં બહુપતિત્વ ખરાબ ગણાતું નથી. અહીં એક પત્ની અનેક પતિઓ સાથે એક જ ઘરમાં રહે છે.
લગભગ બે વર્ષ પહેલા ચીનની ફુડાન યુનિવર્સિટીના ઈકોનોમિસ્ટ યે કેંગ એન્જીના એક નિવેદને હંગામો મચાવ્યો હતો. તેમણે પોતાના ત્યાં બહુપતિત્વની વકીલાત કરતા કહ્યું કે આ એકમાત્ર રસ્તો છે જેનાથી તમામ ચીની યુવકોના લગ્ન થઈ શકશે. અત્રે જણાવવાનું કે સત્તરના દાયકામાં વન ચાઈલ્ડ પોલીસી લાવવામાં આવ્યા બાદ ચીનમાં લૈંગિક ભેદભાવ વધ્યો. માતા પિતા છોકરાની ઈચ્છામાં છોકરીઓને મોતને ઘાટ ઉતારવા લાગ્યા.
હવે આટલા દાયકા બાદ આ નિયમને હટાવી તો લેવાયો પરંતુ ઘણું મોડું થઈ ચૂક્યું છે. ચીનમાં હવે મોટા ભાગની વસ્તી ઝડપથી વૃદ્ધાવસ્થામાં પહોંચી રહી છે. આ સાથે જ સેક્સ રેશિયો પણ બગડ્યો છે. છોકરીઓ ઓછી છે અને છોકરા વધુ. આવામાં અનેક ચીની યુવકો ઈચ્છા હોવા છતાં પોતાના માટે પત્ની શોધી શકતા નથી. આ મુશ્કેલી પરિસ્થિતિઓને જોતા જ ત્યાંના અર્થશાસ્ત્રીએ બહુપતિત્વની વાત કરી અને તેમાં તિબ્બતનો હવાલો પણ આપ્યો.
એક મહિલાના અનેક પતિઓનો ઉલ્લેખ તિબ્બતમાં મળે છે. આ એક નાનકડો દેશ છે. જે લાંબા સમયથી ચીનની મનમાની પણ સાથે સાથે ઝેલી રહ્યો છે. આવામાં જીવન નિર્વાહ માટે તેમની પાસે વધુ સાધનો નથી. મોટાભાગના લોકો અહીં ખેડૂત છે. જે જમીનના નાના ટુકડાં પર સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવે છે. આ સ્થિતિમાં જો અનેક ભાઈઓવાળા પરિવારમાં બધાના લગ્ન થાય અને બાળકો પણ થાય તો નાની જમીનના અનેક ભાગ પડી જાય.
એક તર્ક એવો પણ રહ્યો કે એક પતિ જો કમાવવા માટે બહાર જાય તો ઘરની દેખભાળ એટલી જ જવાબદારીથી બીજો પતિ કરી શકે. યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કાએ સીત્તેરના દાયકાથી લઈને અત્યાર સુધીના અનેક માનવશાસ્ત્રીઓના હવાલ રિસર્ચ કર્યું અને જાણ્યું કે હવે ફેમિલી લોના આવ્યા બાદથી બહુપતિત્વ ગેરકાયદેસર બની ગયું છે પરંતુ તિબ્બતના ગામડાઓમાં હજુ પણ તે ચાલુ છે.
અહીં સવાલ એ થાય છે કે એક ઘરમાં અનેક પત્નીઓના કારણે શું તણાવ નહીં થતો હોય, કે પછી સમયની વહેંચણી કેવી રીતે થતી હશે. તેનો જવાબ મેવલિન ગોલ્ડસ્ટેનના લેખ વેન બ્રધર્સ શેર એ લાઈફમાં મળે છે. અમેરિકી સોશિયલ એન્થ્રોપોલોજિસ્ટે અનેક દાયકા તિબ્બતમાં વિતાવ્યા અને તેમના સમાજને ખુબ નજીકથી જોયો. તેઓ લખે છે કે તિબ્બતી સમાજમાં સામાન્ય રીતે લગ્ન ઘરના મોટા નક્કી કરે છે. કારણ કે મોટેભાગે જમીનને લઈને ભાઈઓમાં ઝઘડા ન થાય. તેનો ઉકેલ તેઓ બહુપતિત્વમાં જુએ છે.
અહીં લગ્ન પણ અનોખી રીતે થાય છે. વચ્ચે મોટો ભાઈ અને થનારી વહુ બેઠા હોય છે જેમના આજુબાજુ બાકીના નાના ભાઈ રહે છે. લગ્નની તમામ રસ્તો મોટા ભાઈ સાથે જ થાય છે. બાકીના ભાઈઓ એક પ્રકારે સાક્ષીની જેમ હોય છે. પરંતુ ઘરમાં વહુ આવ્યા બાદ તે બધાની પત્ની કહેવાય છે. આવામાં એવું પણ થાય છે કે જો ભાઈઓમાંથી કોઈ એકનું મોત થઈ ગયું હોય તો પણ પત્ની એકલી પડતી નથી.
પત્નીના રૂમમાં ક્યારે ન જવાય?
બહુપતિત્વની સાથે સાથે અનેક નાજુક સવાલ પણ ઊઠે છે, જેમ કે સમયની વહેંચણી કે સંતાન અંગે કેવી રીતે નક્કી થાય કે તે કયા પતિથી થયું છે. આ અંગે તેમના સમાજોમાં પણ ખુબ સમજી વિચારીને અનેક વાતો નક્કી થઈ છે, જેમાં એક ટોપી મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે મહિલા કોઈ પણ પુરુષ સાથે હોય તો રૂમની બહાર એક ટોપી રાખવામાં આવે છે. આ સંકેત છે જેને બાકીના લોકો સમજી લે છે. જ્યાં સુધી કોઈ પણ ભાઈ અંદર હશે, બીજા લોકો રૂમમાં જશે નહીં.
એ જ રીતે આ પ્રકારે થતા લગ્નથી જન્મેલા સંતાનોને બધા જ પિતા પોતાના સંતાન માને છે અને કોઈ ભેદભાવ રાખતા નથી. બાળકના જૈવિક પિતા અંગે ન તો કોઈ સામાજિક રીતે પૂછે છે કે ન તો તેના પર કોઈ ઈન્ક્વાયરી જેવું બેસે છે. નવી પેઢીના સંતાનોમાં જો પુરુષ એક કરતા વધુ હોય તો પાછી આ પ્રથા અમલી થાય છે.
સાઈઠના દાયકામાં ચીનના વધતા હસ્તક્ષેપની સાથે તિબ્બતમાં નવો કાયદો આવ્યો. જે મુજબ બહુપતિત્વ ગેરકાયદેસર છે. જો કે એન્થ્રોપોલોજિસ્ટ્સનું માનવું છે કે ગામડાઓમાં આ ચીજો આજે પણ ચાલુ છે. વર્ષ 1988માં તિબ્બત યુનિવર્સિટીએ લગભગ હજારો પરિવારોના સ્ટડી કર્યા અને જાણ્યું કે શહેરી વિસ્તારોમાં પણ 13 ટકા લોકો આ પ્રેક્ટિસ કરી રહ્યા છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
તિબ્બત એકલું નથી, દુનિયાના અનેક દેશોમાં છૂટાછવાયા સ્તરે કે સિમિત તબક્કામાં પણ બહુપતિત્વને માન્યતા છે. જેમ કે કેન્યામાં પણ આવા અનેક કેસ જોવા મળ્યા. જ્યાં એક મહિલાએ અનેક પુરુષો સાથે લગ્ન કર્યા. મસ્સાઈ સમુદાયમાં તેને ખોટું ગણાતું નથી અને પરિવારી એકજૂથતાને જોડીને જોવાય છે. દક્ષિણ અમેરિકામાં તુપી-કવાહિબ કમ્યુનિટીમાં પણ તે જોવા મળતું રહે છે. અનેક અન્ય ટ્રાઈબ્સ પણ આ પ્રકારના સંબંધને સાચા કે ખોટા માનતા નથી. એટલે સુધી કે ભારતના પણ હિમાચલ અને દક્ષિણના અનેક ટ્રાઈબ્સમાં આ પ્રેક્ટિસ ચાલતી રહી. જો કે હવે તે ચલણમાં નથી, અથવા જો હશે તો પણ તેના વિશે ખુલીને વાત થતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે