rajnath singh

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું, ડર અને લાલચ આપીને ધર્માંતરણ કરાવવું મહાપાપથી ઓછું નથી

રક્ષાપ્રધાને કહ્યું, દેશના કેટલાક વિસ્તારમાં ધર્માંતરણની પણ સમસ્યા છે જેની વિરુદ્ધ સામાજિક જાગરૂકતાની જરૂર છે. 

Feb 18, 2020, 10:00 PM IST

સેનામાં મહિલાઓ માટે સ્થાયી કમિશન, સુપ્રીમના નિર્ણયનું રક્ષાપ્રધાને કર્યું સ્વાગત

કોર્ટે કહ્યું કે, સેનામાં મહિલાઓને લઈને વિચાર બદલવાની જરૂર છે. 
 

Feb 17, 2020, 09:49 PM IST

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું- જમ્મૂ-કાશ્મીરના બાળકો રાષ્ટ્રવાદી છે, ક્યારેક-ક્યારેક તે ભટકીને ખોટા માર્ગે જતા રહે છે

સિંહે કહ્યું- યુવા માત્ર યુવા છે. તેને અન્ય કોઈ નજરથી ન જોવા જોઈએ. તેને જે રસ્તા પર વધવા માટે પ્રેરિત કરવા જોઈએ, લોકો તે કામ કરતા નથી પરંતુ તેને ઉશકેરવાનો પ્રયત્ન કરે છે અને તે ખોટી દિશામાં આગળ વધી જાય છે.
 

Jan 22, 2020, 05:47 PM IST
Defense Minister Rajnath Singh Flagged Off K9 Vajra Tank In Surat PT7M56S

સુરતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે K9 વજ્ર ટેન્કનું કર્યું ફ્લેગ ઓફ

રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું.

Jan 16, 2020, 05:20 PM IST
Defense Minister Rajnath Singh To Flag Off K9 Vajra Tank Today In Surat PT4M16S

આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે, K9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ કરશે

દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ સુરત આવશે. જ્યાં ત્યાં કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપશે. હજીરાના L & T ખાતે ટેન્કનું ઉત્પાદન થાય છે. 51મી K9 વજ્ર ટેંકને ફ્લેગઓફ કરાશે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. પ્રોજેક્ટની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. 100 જેટલી K9 વજ્રની બનાવવામાં આવી રહી છે.

Jan 16, 2020, 04:15 PM IST

સુરતમાં બનેલી કે9 વજ્ર ટેન્કને રાજનાથ સિંહે ભારતીય સેનાને અર્પણ કરી

રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) નાણા મંત્રીએ રાષ્ટ્રને અર્પણ કરી છે.

Jan 16, 2020, 02:33 PM IST

હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ મામલે સંસદમાં જયા બચ્ચને આપી દીધું મોટું નિવેદન

હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટરની સાથે ગેંગરેપ અને હત્યાનો મુદ્દો સંસદમાં પણ ગૂંજ્યો. શિયાળુ સત્રનાં સોમવારનાં લોકસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. 

Dec 2, 2019, 03:36 PM IST

ભારતીય નેવી બનશે અત્યંત શક્તિશાળી, 22800 કરોડના નવા સંરક્ષણ સોદાને મંજૂરી 

સરકારે ગુરુવારે 22800 કરોડના સંરક્ષણ સોદાઓને (Defence Deal)  મંજૂરી આપી દીધી છે. જેમાં નેવી માટે એન્ટી સબમરીન (Anti-sub marine) અને ટોહી એરક્રાફ્ટ (Tohi Aircraft)  P8I ઉપરાંત કોસ્ટ ગાર્ડ માટે બે એન્જિનવાળા ભારે હેલીકોપ્ટર અને અસોલ્ટ રાઈફલો માટે સ્વદેશી નાઈટ વિઝન ડિવાઈઝને પણ લીલી ઝંડી મળી ગઈ છે. નેવીએ અમેરિકા જોડે કુલ 12 P8I એરક્રાફ્ટની ડીલ કરી હતી. જેમાંથી નેવીને 8 મળી ગયા છે અને બાકીના 4 મળવાના બાકી છે. 

Nov 29, 2019, 09:13 PM IST

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર લોકસભામાં હંગામો, રક્ષા મંત્રીએ કહ્યું- અમે આ પ્રકારની વિચારધારાની નિંદા કરીએ છીએ'

ભાજપ (BJP)ના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ (Sadhvi Pragya Thakur) દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે (Nathuram Godse) ને દેશભક્ત કહેવાના નિવેદન પર આજે પણ સંસદમાં હંગામો થયો. લોકસભામાં આજે સદનની કાર્યવાહી શરૂ થતાં પહેલાં કોંગ્રેસ સાંસદોએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર (Sadhvi Pragya Thakur) ના નિવેદનને લઇને હંગામો શરૂ કરી દીધો.

Nov 28, 2019, 01:02 PM IST

રાજનાથ સિંહે કહ્યું- રામ મંદિર બનાવતાં દુનિયાની કોઇ તાકાત ન રોકી શકે

કેંદ્વીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે ગઢના પ્રવાસે છે. રાજનાથ સિંહ પાણ્ડુના બ્લોક મેદાનમાં વિશ્રામપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રામચંદ્વ ચંદ્રવંશીના પક્ષમાં ચુંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે. 

Nov 24, 2019, 04:26 PM IST

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર રક્ષા મંત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે ભારત પર ખરાબ નજર નાખનારાઓને જડબાતોડ જવાબ આપીશું.

Oct 22, 2019, 11:46 AM IST

PoKમા ભારતીય સેનાની કાર્યવાહીનો પૂરાવો, સામે આવી આતંકની બરબાદીની તસવીરો

તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીઓકેમાં આતંકી લોન્ચ પેડ નષ્ટ થઈ ગયા છે. 

Oct 20, 2019, 08:52 PM IST

3 કેમ્પ નષ્ટ, આતંકીઓ સહિત પાકના 10 સૈનિક ઢેરઃ આર્મી ચીફ

સેના પ્રમુખે કહ્યું કે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે 6થી 10 પાક સૈનિક અને ઘણા આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. ઓછામાં ઓછા ત્રણ આતંકી કેમ્પોને અમે નષ્ટ કર્યાં છે અને ચોથા કેમ્પને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 
 

Oct 20, 2019, 06:47 PM IST

5 સૈનિકોના મોતથી ગભરાયું પાકિસ્તાન, ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનરને પાઠવ્યું સમન્સ

ભારતીય સેનાના પીઓકેની નીલમ ઘાટીમાં ચાલી રહેલા લશ્કર અને જૈશના લોન્ચ પેડને તબાહ કરી દીધા છે. શનિવારે રાત્રે ભારતીય સેનાએ સંપૂર્ણ જાણકારીના આધાર પર પીઓકેના જૂરા, અથમુકમ અને કુંદલશાહીને ભારતીય સરહદથી આર્ટિલરી ગનના માધ્યમથી નિશાન બનાવ્યા હતા. 
 

Oct 20, 2019, 05:17 PM IST

ભારતીય સેનાની POKમા મોટી કાર્યવાહીઃ જાણે આ વખતે કેમ કરવામાં આવ્યો તોપનો ઉપયોગ

પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતીય સેનાએ આ વખતે આક્રમક ભાષામાં જવાબ આપ્યો છે. 

Oct 20, 2019, 05:08 PM IST

ભારતીય સેનાની કાર્યવાહીમાં માર્યા ગયા 20 આતંકી, રક્ષા પ્રધાને કરી સેના પ્રમુખ સાથે વાત

રક્ષા પ્રધાન સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે અને તેમણે સેના પ્રમુખને પળેપળની માહિતી આપવાનું કહ્યું છે. 

Oct 20, 2019, 04:33 PM IST

લો બોલો ! રાફેલ પુજન મુદ્દે રાજનાથ સિંહના બચાવમાં પાકિસ્તાની આર્મીનો સંદેશ

ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી કરનારા પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે ગુરૂવારે સંરક્ષણમંત્રી રાજનાથસિંહની રાફેલની શસ્ત્ર પુજાનો બચાવ કર્યો. ફ્રાંસ તરફથી પહેલા રાફેલ ફાઇટર જેટ મળ્યા બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શસ્ત્ર પુજા કરી હતી જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ. હવે પાકિસ્તાની આર્મીના પ્રવક્તા આસિફ ગફુરે કહ્યું કે, રાફેલ પુજામાં કાંઇ પણ ખોટુ નથી કારણ કે તે ધર્મની અનુરૂપ છે.

Oct 11, 2019, 04:59 PM IST
 X Ray 9 OCT PT21M35S

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

દશેરાના દિવસે ભારતને ફ્રાંસ તરફથી પહેલું યુદ્ધ વિમાન રાફેલ મળી ગયું છે. જેને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે ફ્રાંસમાં શસ્ત્ર પૂજા કરવાની સાથે રાફેલ વિમાનને રિસીવ કર્યુ. આ દરમિયાન નાળિયેર, ઓમનું નિશાન અને પૈડા નીચે બે લીંબુ રાખવામાં આવ્યા. પરંતુ હવે તેને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે રાફેલના શસ્ત્રપૂજનને ડ્રામા ગણાવ્યો. તો ગૃહમંત્રીએ તેનો વળતો જવાબ આપતા કોંગ્રેસ દેશની પરંપરાથી ખુશ ન હોવાનો આરોપ લગાવ્યો.

Oct 9, 2019, 09:50 PM IST
Defence Minister Rajnath Singh after taking a sortie in the #Rafale jet PT3M16S

ભારતને મળ્યું પ્રથમ રાફેલ, રાજનાથ સિંહ બોલ્યા- આ આક્રમકતા નહીં, આત્મરક્ષાનો ભાગ

રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં ઉડ્ડનયનના અનુભવ અંગે જણાવ્યું કે, "કેપ્ટન ફિન સાથે મેં રાફેલ વિમાનમાં ઉડાન ભરી. ઉડ્ડયન અત્યંત સાનુકૂળ રહ્યું હતું. તેમણે (કેપ્ટન ફિન) મને સુપરસોનિક સ્પીડ સાથે રાફેલમાં યાત્રા કારવી છે. સુપરસોનિક સ્પીડ સાથે ઉડ્ડયન ભરવા અંગે મેં જીવનમાં પણ ક્યારેય વિચાર્યું ન હતું. આ મારા જીવનની અદભૂત ક્ષણ રહી છે. રાફેલમાં ઉડાન ભરવામાં ખુબ જ આનંદ આવ્યો."

Oct 8, 2019, 11:00 PM IST
 X Ray 8 Oct PT25M12S

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

ભારતીય વાયુસેનાના 87મા જન્મદિવસ પર વાયુસેનાએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ. ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ સૌથી ખતરનાક યુદ્ધ હેલિકોપ્ટર અપાચેની ગર્જના સાંભળી. તો સ્વદેશી યુદ્ધ વિમાન તેજસે પોતાના કરતબથી બધાને ચોંકાવી દીધા. એર શોમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડનારા અભિનંદન વર્ધમાનની હાજરીએ લોકોનો ઉત્સાહ વધારી દીધો.

Oct 8, 2019, 09:55 PM IST