ચીનના વુહાનમાં ફરીથી ખુલ્યા પ્રાણીઓના માર્કેટ, લોકો ફરીથી ખાઈ રહ્યા છે ચામાચીડિયા

કોરોના વાયરસનો સમગ્ર દુનિયામાં કહેર જોવા મળી રહ્યો છે. ચીનના વુહાન પ્રાંતમાંથી આવેલો આ વાયરસ દુનિયાના 190થી વધારે દેશોમાં તબાહી મચાવી રહ્યો છે. ત્યારે ચીને આ વાયરસના સંક્રમણ પર કાબુ મેળવી લીધો છે. પરંતુ ચીન છે કે હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. ચીનના વુહાન પ્રાંતમાં ફરીથી પ્રાણીઓના બજાર શરૂ થઇ ગયા છે. આ બજારોમાં કુતરા, બિલાડી અને ચામાચીડિયાના માંસનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે.

ચીનના વુહાનમાં ફરીથી ખુલ્યા પ્રાણીઓના માર્કેટ, લોકો ફરીથી ખાઈ રહ્યા છે ચામાચીડિયા

નવી દિલ્હી: કોરોના વાયરસનો સમગ્ર દુનિયામાં કહેર જોવા મળી રહ્યો છે. ચીનના વુહાન પ્રાંતમાંથી આવેલો આ વાયરસ દુનિયાના 190થી વધારે દેશોમાં તબાહી મચાવી રહ્યો છે. ત્યારે ચીને આ વાયરસના સંક્રમણ પર કાબુ મેળવી લીધો છે. પરંતુ ચીન છે કે હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. ચીનના વુહાન પ્રાંતમાં ફરીથી પ્રાણીઓના બજાર શરૂ થઇ ગયા છે. આ બજારોમાં કુતરા, બિલાડી અને ચામાચીડિયાના માંસનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, ત્રણ મહિના પહેલા વુહાનમાં આ પ્રકારના એક મીટ માર્કેટથી કોરોના વાયરસ માણસોમાં ફેલાયો હતો. આ વાયરસ પૈંગોલિનથી ચામાચીડિયા દ્વારા કોરોના વાયરસ માણસોના શરીરમાં પ્રવેશ્યો હતો. આ વાયરસે ભિષણ તબાહી માચાવી છે. અત્યાર સુધીમાં 33 હજાર લોકો આ વાયરસની ઝપટમાં આવી પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં પહોંચી ગઈ છે.

મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે ચામાચીડિયા
ચીનના બજારોમાં ફરીથી ચામાચીડિયાનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ચામાચીડિયા ઉપરાંત કુતરા, બીલાડી, વિંછી સહિતના અન્ય પ્રાણીઓના માંસનું વેચાણ થઇ રહ્યું છે. ચીને દેશભરમાં લોકડાઉન હટાવી દીધું છે. ચીનની સરકાર લોકોને બજારમાં આવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેથી અર્થવ્યવસ્થાને બૂસ્ટ કરવામાં આવી શકે.

છેલ્લા ત્રણ મહિનાથી બંધ હતા માર્કેટ
વુહાનમાં પ્રાણીઓના માર્કેટ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હતા. જાન્યુઆીમાં તેને બંધ કરવામાં આવ્યા હતા. ચીનના હુબેઈ પ્રાંતમાં વુહાન શહેરમાં 23 જાન્યુઆરીના લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તમામ ફ્લાઇટ, ટ્રેન, બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. હાઇવે પર જવાના તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. તમામ સ્કૂલ કોલેજો, વ્યાપારિક સંસ્થાઓને પણ બંધ કરવામાં આવ્યા હતા. એક વ્યક્તિને દર ત્રણ દિવસે કરિયાણું લેવા માટે બહાર જવાની પરવાનગી આપવામાં આવી હતી. વૃદ્ધો અને બીમાર લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વુહાનમાં ફરી જીવન પાટા પર ફરી રહ્યું છે. વુહાન અને હુબેઈના લોકો છેલ્લા ત્રણ મહિનાથી ઘરોમાં કેદ હતા. હવે ત્યાંના બજારોમાં રોનક જોવા મળી રહી છે.

(ઇનપુટ: ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news