પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઐતિહાસિક મંદિરને ટોળાએ તોડી નાખ્યું, લગાવી આગ

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટના કરક જિલ્લામાં બુધવારે સ્થાનીક મૌલવીઓની આગેવાનીમાં ટોળાએ એક હિંદુ મંદિરને તોડી દીધું હતું. એટલું જ નહીં કટ્ટરપંથીઓની ભીડે મંદિરને આગના હવાલે કરી દીધું હતું. 

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઐતિહાસિક મંદિરને ટોળાએ તોડી નાખ્યું, લગાવી આગ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટના કરક જિલ્લામાં બુધવારે સ્થાનીક મૌલવીઓની આગેવાનીમાં ટોળાએ એક હિંદુ મંદિરને તોડી દીધું હતું. એટલું જ નહીં કટ્ટરપંથીઓની ભીડે મંદિરને આગના હવાલે કરી દીધું હતું. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ઘણા લોકો મંદિરની દીવાલો અને છતને તોડતા જોવા મળી રહ્યાં છે. તો મંદિર પર ભીડે એ રીતે હુમલો કર્યો કે તેને વેરવિખેર કરી દીધું છે. મહત્વનું છે કે પાકમાં મંદિરને નુકસાન પહોંચડવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ અનેક મંદિરો પર હુમલા થતા રહે છે. 

મૂકદર્શક બની ગયું સ્થાનીક પ્રશાસન
વોયર ઓફ પાકિસ્તાન માઇનોરિટી નામના એક ટ્વિટર હેન્ડલથી પણ એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં મંદિર તોડી રહેલા લોકો સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે. પાકિસ્તાનના એક પત્રકાર પ્રમાણે હિંદુઓએ મંદિરના વિસ્તાર માટે તંત્રની મંજૂરી લીધી હતી, પરંતુ સ્થાનીક મૌલવીઓએ મંદિરને નષ્ટ કરવા માટે એક ભીડની વ્યવસ્થા કરી. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનીક તંત્ર અને પોલીસના અધિકારી મૂકદર્શક બની રહ્યાં કારણ કે મંદિર જમીનની નીચે ધસાયેલું હતું. 

— Voice of Pakistan Minority (@voice_minority) December 30, 2020

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે થઈ રહ્યો છે મંદિરનો જીણોદ્ધાર
કરલ જિલ્લાના તેરી ગામમાં સ્થિત ઐતિહાસિક મંદિર અને પરમહંસ જી મહારાજની સમાધીને 2015માં એક સર્વોચ્ચ ન્યાયલયના નિર્ણય અનુસાર જીર્ણોદ્ધાર અને વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ મંદિરને પહેલા 1997માં એક સ્થાનીક મુફ્તીએ નષ્ટ કરી દીધું હતું અને તેના પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. 

— Naila Inayat नायला इनायत (@nailainayat) December 30, 2020

લોકોએ કહ્યું આ નવું પાકિસ્તાન
ઘણા લોકોએ આ ઘટનાને શરમજનક ગણાવી દીધી છે, જેની નિંદા કરતા દેશમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. મહત્વનું છે કે પાકિસ્તાનમાં હિંદુ અલ્પસંખ્યકો પર અત્યાચાર અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનના સમાચારો સતત આવતા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news