અંકારા : ટ્રેક પર ઉભેલા એન્જિન સાથે ટકરાઇ સ્પીડ ટ્રેન, 9 લોકોના મોત, 47 ઘાયલ
તુર્કીમાં ગુરૂવારે એક મોટી ર્દુઘટના ઘટી છે. રેલવે સ્ટેશને ઉભેલા એન્જિન સાથે સ્પીડ ટ્રેન ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોત નીપજ્યાં છે અને 47 ઘાયલ છે.
Trending Photos
અંકારા : તુર્કીની રાજધાની અંકારામાં ગુરૂવારે એક કરૂણ ર્દુઘટના ઘટી. રેલવે સ્ટેશને ટ્રેક પર ઉભેલા એક એન્જિન સાથે સ્પીડ ટ્રેન ટકરાતાં હાહાકાર મચી ગયો હતો. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા અને 47 લોકો ઘાયલ થયા છે.
વાહન વ્યવહાર મંત્રી કહિત તુરહાને પત્રકારોને જણાવ્યું કે, આ અકસ્માતમાં માર્યા ગયેલા નવ લોકોમાં ત્રણ ટ્રેન ઓપરેટપ હતા. તેમણે કહ્યું કે, એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે ર્દુઘટનામાં ઘાયલ 47 લોકોની સારવાર ચાલી રહી છે.
હુર્રિયત અખબારના અનુસાર સ્પીડ ટ્રેન અંકારા સ્ટેશનથી સેન્ટ્રલ પ્રાંત કોન્યા જઇ રહી હતી. આ ટ્રેનમાં 206 મુસાફરો હતા. આ પહેલા અંકારાના ગવર્નર કાર્યાલયે જણાવ્યું હતું કે, ઘાયલ 47 પૈકી ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે