train accident

એક ટ્રેન પાટા પરથી ઉતરી, ત્યારે ટકરાઇ બીજી ટ્રેન, જુઓ ઘટના બાદની તસવીરો

પોલીસે એક નિવેદનમાં કહ્યું કે મોટાભાગના લોકો જે ઇજાગ્રસ્ત થયા છે, તે જાતે જ જતા રહ્યા છે. ડ્રાઇવર સહિત કેટલાક અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

Nov 1, 2021, 03:40 PM IST

સુરત : દારૂના નશામાં ટ્રેનના પૈડા પગ પર ફરી વળ્યાં, જીવ બચાવવા શરીરને ઘસડી ખાડા સુધી લઈ ગયો

સુરતમાં અરેરાટી થઈ જાય તેવી ઘટના બની છે. નશામાં ચકચૂર થયેલા એક યુવક સાથે એવુ થયુ કે તેની આખી દુનિયા લૂંટાઈ ગઈ. નશો દૂર થયો ત્યારે ખબર પડી કે તેના પગ જમીન પર ન હતા. હોંશમાં આવ્યા બાદ ખબર પડી કે તેણે પોતાના બંને પગ ગુમાવી દીધા છે. આ ઘટના સુરતના અમરોલી સાયણ રેલવે ટ્રેક પર બની હતી. મૂળ કાનપુરનો રહેવાસી યુવક દારૂના નશામાં રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો. કપાયેલા પગથી જીવ બચાવવા તે 9 કલાક સુધી ખાડામાં મોત સામે ઝઝૂમ્યો હતો. આખરે તેને સારવાર મળી હતી. 

Oct 9, 2021, 01:05 PM IST

મહેસાણા : કાનમાં ઈયરફોન નાંખીને સેલ્ફી લેતા યુવકને પાછળથી આવતુ મોત ન દેખાયું, અને...

  • મહેસાણામાં યુવક સેલ્ફી લેતો હતો, ત્યાં અચાનક પાછળથી આવી ચઢેલી ટ્રેને તેને કચડી નાંખ્યો 
  • બંને ફોટો પાડવામાં એટલી મશગૂલ હતા કે, તેઓને મહિલાનો અવાજ પણ સંભળાયો ન હતો

Aug 22, 2021, 10:18 AM IST

Jetpur : પરપ્રાંતિય મજૂરોના બે બાળકો રમતા-રમતા ટ્રેન નીચે કચડાયા, ત્યાં જ થયું મોત

જેતપુર ટ્રેનની અડફેટે (train accident) આવી જતા 2 બાળકોના અરેરાટીભર્યા મોત નિપજ્યા છે. બંને બાળકો રમતા સમયે જેતપુરથી પસાર થઈ રહેલી ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. ત્યાં જ તેમનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. ત્યારે બંને બાળકોના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 

Jul 28, 2021, 04:29 PM IST

Pakistan Train Accident: પાકિસ્તાનના સિંધમાં મિલ્લત એક્સપ્રેસ સાથે સર સૈયદ એક્સપ્રેસની ભીષણ ટક્કર, 30ના મોત

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધી 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ટ્રેનની બોગીઓમાં અનેક લોકો હજુ ફસાયેલા છે આથી મૃત્યુઆંક વધી શકે છે. 

Jun 7, 2021, 09:12 AM IST

પૂર્વ તાઇવાનમાં ભયાનક ટ્રેન અકસ્માત, 41 લોકોનાં મોત; ડઝનબંધ મુસાફરો ઘાયલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રેનમાં 350 મુસાફરો હતા. આ અકસ્માત ચાર દિવસીય ટોમ્બ સ્વીપિંગ ફેસ્ટિવલના પહેલા દિવસે બન્યો હતો. અહેવાલો અનુસાર, એક ટ્રક પહાડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નીચે પડ્યો હતો

Apr 2, 2021, 07:32 PM IST

લખનઉમાં પાટા પરથી ઉતરી ગઇ અમૃતસર-એક્સપ્રેસ ટ્રેન, માંડ-માંડ બચ્યા લોકો

ટ્રેન ચારબાગ સ્ટેશનથી નિકળી ત્યારબાદ થોડા અંતરે અકસ્માત થઇ ગયો હતો, જોકે ટ્રેનની સ્પીડ 8-10 KM/H હતી, એટલા માટે મોટો અકસ્માત ટળી ગયો, તો બીજી તરફ પાટા પરથી ઉતર્યા બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ.

Jan 18, 2021, 12:30 PM IST

ટ્રેન ફરી વળતા યુવકના બોડીના બે ભાગ થયા, ઉપરનો ભાગ ઉછળીને નાળામાં પડ્યો, હચમચાવી નાખે તેવા PICS

ઉત્તર પ્રદેશના શાહજહાપુરથી એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જે પણ તસવીરો જુએ તેના હાજા ગગડી જાય. ટ્રેન નીચે યુવક કપાયા બાદ તેનું શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું અને બોડીનો એક ભાગ નાળામાં જઈને પડ્યો. યુવકના બોડીનો ઉપરનો ભાગ નાળામાં જઈને પડ્યો ત્યારે યુવક જીવિત હતો અને સતત એમ કહેતો રહ્યો કે જે કઈ થયું તેમાં કોઈની ભૂલ નથી.

Jan 6, 2021, 03:12 PM IST

વડોદરા પાસે 2 ડબ્બા સાથે કર્ણાવતી એક્સપ્રેસનું એન્જિન આગળ નીકળી ગયું, બાકીના ડબ્બા પાછળ રહ્યાં

વડોદરા રેલવે સ્ટેશન પાસે આજે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી ટ્રેન (karnavati express) ના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી ગયા હતા. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા, અને બાકીના ડબ્બા છુટ્ટા પડ્યા હતા. ત્યારે મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જોકે, ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી ગઈ હતી. દુર્ઘટના બાદ એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. 

Jul 29, 2020, 12:34 PM IST

ઔરંગાબાદ: 36 KM ચાલીને થાકી ગયેલા શ્રમિકો પાટા પર સૂઈ ગયા અને માલગાડીએ કચડી નાખ્યા, દર્દનાક PHOTOS

36 કિમી ચાલીને થાકી ગયા હતાં અને પછી આરામ કરવા પાટા ઉપર જ સૂઈ ગયાં. તેમને શું ખબર હતી કે તેમની આ મુસાફરી તેમના જીવનની છેલ્લી મુસાફરી બની રહેશે. 

May 8, 2020, 01:51 PM IST

મહારાષ્ટ્ર: ઔરંગાબાદમાં દર્દનાક અકસ્માત, પાટા પર સૂઈ રહેલા 19 શ્રમિકો માલગાડી નીચે કચડાયા, 16ના મોત

મહારાષ્ટ્રમાં આજે સવારે 5 વાગે દર્દનાક અકસ્માત સર્જાયો છે. રેલના પાટા પર સૂઈ રહેલા 19 પ્રવાસી શ્રમિકો માલગાડી નીચે કચડાયા જેમાંથી 16 શ્રમિકોના મોત થયા છે. જ્યારે 2 મજૂરોનો આબાદ બચાવ થયો છે અને એક મજૂર ઘાયલ છે.

May 8, 2020, 08:10 AM IST

જબરદસ્ત accidentનો Video, સાબરમતી એક્સપ્રેસે મોટરકારને 50 મીટર સુધી ઢસડી...

રવિવારનો દિવસ અકસ્માતનો દિવસ બન્યો છે. વહેલી સવારે લીંબડી અમદાવાદ હાઈવે પર બે અલગ અલગ અકસ્માતના બનાવમાં કુલ આઠ લોકોના મોત નિપજ્યા છે. તો બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાના મોડપર નજીક ખુલ્લા ફાટકમાં મોટરકાર અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં મોટરકાર 50 મીટર સુધી ધસડાઈ હતી.

Jan 19, 2020, 03:16 PM IST
Surat People Death In Train Accident PT2M26S

સુરત: નોકરી જઇ રહેલા ડીંડોલીના યુવાનનું રેલવે અકસ્માતમાં મોત

સુરતમાં સિટી બસ નો આતંક બે દિવસમાં 4 લોકોની મોત અને આજે ત્રીજા દિવસે પણ અકસ્માતો સિલસિલો યથાવત છે. આજે સવારે ઘરેથી નોકરી જવા માટે નિકળેલા યુવકનું પ્રમુખ પાર્ક રેલવે ફાટક પાસે મોત નિપજ્યું છે. યુવક ટ્રેનની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો. યુવાન શેરડી ગામ સોસાયટી ડીંડોલી નો રહેવાસી છે. રેલવે અને ઉઘના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

Nov 22, 2019, 02:20 PM IST

બાંગ્લાદેશઃ બ્રાહ્મણબારિયા જિલ્લામાં ભીષણ ટ્રેન અકસ્માત, 16નાં મોત, 40થી વધુ ઘાયલ

ઉદયન એક્સપ્રેસ દક્ષિણ બંદર શહેર ચિત્તાગોંગ તરફ જઈ રહી હતી અને બીજી એક ટ્રેન ઢાકા તરફથી આવી રહી હતી. આ બંને ટ્રેન બ્રાહ્મણબારિયાના મોન્ડોબાગ રેલવે સ્ટેશને સામ-સામે અથડાઈ ગઈ હતી.

Nov 12, 2019, 05:05 PM IST
PT44S

હૈદરાબાદના ટ્રેન અકસ્માતનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું, જોઈને ધ્રુજી જશો

હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર થયેલા રેલ અકસ્માતનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. સોમવારે હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી. જેના કારણએ જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા હતાં. વીડિયો જોઈને ધ્રુજી જશો. 

Nov 12, 2019, 11:44 AM IST

2018 અમૃતસર ટ્રેન દુર્ઘટનાના પીડિતોનું વિરોધ પ્રદર્શન, 'એક વર્ષ છતાં ન્યાયથી વંચિત'

ગયા વર્ષે અમૃતસરના ચોરા બાઝારની નજીક જોધા ફાટક પર ધોબીઘાટ મેદાનમાં દશેરા ઉત્સવ નિહાળી રહેલા લોકો પર ટ્રેન ફરી વળી હતી. રાવણના પુતળા દહન કાર્યક્રમ દરમિયાન થયેલી આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોનાં મોત થયા હતા અને અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થઈને કાયમ માટે વિકલાંગ બની ગયા હતા. 

Oct 8, 2019, 04:08 PM IST

ઈટાવામાં રાજધાની એક્સપ્રેસની અડફેટમાં 4 લોકોના મોત, અન્ય યાત્રી ઘાયલ

અવધ અક્સપ્રેસ ટ્રેન મુઝફ્ફરપુરથી બાંદ્રા ટર્મિનલ જઇ રહી હતી. બલરઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર અવધને લૂપ લાઇન પર ઉભી કરી કાનપુરથી દિલ્હી તરફ જઇ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પસાર કરવામાં આવી રહી હતી.

Jun 10, 2019, 11:26 AM IST

વડોદરા : પાટા પરથી ઉતરેલા એન્જિનને ચઢાવવા કામે લાગ્યો રેલવેનો 200 જેટલો સ્ટાફ

વડોદરામાં ગઈકાલે રાત્રે પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ખસી જવાનો બનાવ બન્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. ખસી ગયેલા એન્જિનને ફરીથી પાટા પર ચઢાવવા માટે રેલવેના 200થી વધુ કર્મચારીઓ કામે લાગી ગયા હતા.

May 27, 2019, 09:28 AM IST

કાનપુરમાં ટ્રેન દુર્ઘટના, પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા

ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવાર રાત્રે ટ્રેન દૂર્ઘટના સર્જાઇ હતી. હાવડાથી નવી દિલ્હી જઇ રહેલી પૂર્વા એક્સપ્રેસ (12303)ના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે.

Apr 20, 2019, 07:55 AM IST

વડોદરા : મોટો ટ્રેન અકસ્માત થતા રહી ગયો, કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યાં

 વડોદરા રેલવે સ્ટેશન ખાતે મોડી રાત્રે કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા યાર્ડમાં જતી વખતે પાટા પરથી ઉતરી પડતાં મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઈ હતી. જોકે સદનસીબે આ ટ્રેનમાં મુસાફરો નહિ હોવાને કારણે કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. ડબ્બા ખડી પડવાની ઘટનાને પગલે રેલવે વિભાગના અધિકારીઓ પ્લેટફોર્મ પર દોડી આવ્યા હતા અને ટ્રેક પરના ડબ્બા હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

Feb 5, 2019, 10:20 AM IST