ખતમ થઇ નથી Donald Trump ની રાજકીય સફર, 2024 ના Presidential Election માં નસીબ અજમાવવાના આપ્યા સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં કોન્ફ્રેંસમાં હાજર લોકોને પૂછ્યું કે 'શું તમે મને મિસ કરો છો? ટ્રમ્પે 2024ની પોતાની યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોને ખબર કે હું ડેમોક્રેટ્સને ત્રીજીવાર હરાવવાનો નિર્ણય પણ લઇ શકું છું.

Updated By: Mar 1, 2021, 10:33 AM IST
ખતમ થઇ નથી Donald Trump ની રાજકીય સફર, 2024 ના Presidential Election માં નસીબ અજમાવવાના આપ્યા સંકેત

વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસ (White House) છોડ્યા બાદ પહેલીવાર સાર્વજનિક રીતે સામે આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ઇશારા ઇશારામાં સ્પષ્ટ કરી દીધું છે કે તે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કિસ્મત અજમાવશે. સાથે જ તેમણે નવી પાર્ટી બનાવવાની અટકળોને નકારી કાઢતાં કહ્યું કે તે રિપબ્લિકન પાર્ટી (Republican Party) નો સાથ પણ નહી છોડે. ફ્લોરિડામાં 2021 કંજર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફ્રેંસમાં ભાગ લેવા માટે આવેલા ટ્રમ્પે કહ્યું કે ચાર વર્ષ પહેલાં જે અતુલનીય યાત્રાની અમે શરૂઆત કરી હતી, તે હજુ સમાપ્ત થઇ નથી. 

'પોતાના'ઓ પર તાક્યું તીર
ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે હજુ અમારે ઘણુ કરવાનું બાકી છે. આપણે અહીં આપણા અભિયાન, આપણી પાર્ટી અને દેશના ભવિષ્ય વિશે વાત કરવા માટે એકઠા થયા છીએ. જોકે આ દરમિયાન તેમણે જીતના ખોટા દાવાને ફરીથી પુનરાવર્તિત કર્યો. સાથે જ તેમણે મહાભિયોગ પ્રસ્તાવનું સમર્થન કરનાર પાર્ટી નેતાઓને પણ આડે હાથ લીધા. 

Auto પર બનાવ્યું એક લાખ રૂપિયામાં હાઇટેક ઘર, આનંદ મહિંદ્રાએ કરી મોટી ઓફર

‘Do you miss me?’
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં કોન્ફ્રેંસમાં હાજર લોકોને પૂછ્યું કે 'શું તમે મને મિસ કરો છો? ટ્રમ્પે 2024ની પોતાની યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોને ખબર કે હું ડેમોક્રેટ્સને ત્રીજીવાર હરાવવાનો નિર્ણય પણ લઇ શકું છું. તેમણે આગળ કહ્યું કે ડેમોક્રેટ્સ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ કાવતરા હેઠળ તેમણે સત્તા પ્રાપ્ત કરી લીધી. હું 2024માં થનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમને ત્રીજીવાર હરાવવાનો નિર્ણય લઇ શકુ છું. 

Gujarat માં દારૂબંધી મુદ્દે બે ભાગલા પડ્યા, એક તરફેણમાં તો બીજો વિરોધમાં: આવતીકાલે થશે સુનાવણી

Biden પર કર્યો હુમલો
પૂર્વ રાષ્ટ્રપતિએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું 'તમારી મદદથી અમે સદનમાં પરત ફરીશું. અમે સીનેટ જીતીશું, અને પછી એક રિપબ્લિકન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં વાપસી કરીશું. ટ્રમ્પે આ દરમિયાન હાજર રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) પર પણ જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યું કે બાઇડેનએ આ સાબિત કર્યું છે કે તે નોકરી વિરોધી, પરિવાર વિરોધી, બોર્ડર વિરોધી, એનર્જી, મહિલા વિરોધી અને વિજ્ઞાન વિરોધી છે. એક જ મહિનામાં અમે 'અમેરિકા ફર્સ્ટ' થી 'અમેરિકા લાસ્ટ' પર પહોંચી ગયું છે. 

Jio ની મોટી જાહેરાત, 2 વર્ષ સુધી Free મળશે તમામ સેવાઓ અને ફોન

90 મિનિટ સુધી બોલ્યા Trump
રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદ જે પ્રકારે રિપબ્લિકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પને લઇને નારાજગી વધી છે, તેને જોતાં માનવામાં આવી રહ્યું છે કે તે નવી પાર્ટી બની શકે છે. પરંતુ ટ્રમ્પે એવી તમામ સંભાવનાઓને નકારી કાઢી છે.  તેમણે કહ્યું કે 'હું નવી પાર્ટીને બનાવવા જઇ રહ્યો નથી. અમારી પાર્ટી રિપબ્લિકન છે અને આ આગામી સમયમાં વધુ સંગઠિત અને મજબૂત બનશે. પોતાની 90 મિનિટની સ્પીચમાં ટ્રમ્પે ઘણીવાર પોતાની જીતના દાવાને પુનરાવર્તિત કર્યો અને હાલના રાષ્ટ્રપતિ પર નિશાન સાધ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube