સ્કૂલની હતી ટોપર! પીરિયડ્સમાં અસહ્ય દુખાવો થતાં છોકરીએ એવું કર્યું કે થઈ ગયું મોત, સાચવજો
તમારા ઘરમાં પણ દીકરી કે બહેન તો હશે. યુકેથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પીરિયડ્સનો દુખાવો ઓછો કરવા માટે ગર્ભનિરોધક ગોળીઓ લેનાર એક 16 વર્ષની છોકરીનું મોત થયું છે. ગોળીઓ ખાવાથી તેના મગજમાં લોહી ગંઠાઈ ગયું હતું. જે બાદ તબીબોએ છોકરીને બ્રેઈન ડેડ જાહેર કરી હતી.
Trending Photos
લંડનઃ યુનાઇટેડ કિંગડમમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 16 વર્ષની બાળકીનું ગર્ભનિરોધક ગોળીઓ ખાવાથી મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાળકીના માથામાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. જેના કારણે ડૉક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરી હતી. ક્રિસમસ પહેલા દીકરી મોતને ભેટતાં પરિવારના સભ્યોની હાલત ખરાબ છે.
પીરિયડ્સના દુખાવાને ટાળવા માટે ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો
14 વર્ષની લૈલા ખાનને પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થતો હતો. મિત્રોના કહેવા પર તેણે ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું શરૂ કર્યું. તેણે 25 નવેમ્બરથી આ ગોળીઓ ખાવાનું શરૂ કર્યું અને 5 ડિસેમ્બર સુધીમાં તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તેને માથાનો દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ થવા લાગી. જ્યારે લૈલાની સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે લૈલાના પરિવાર તેને ડૉક્ટર પાસે લઈ ગયા, જ્યાં તેઓએ તેને કહ્યું કે તેને પેટમાં કીડા પડી ગયા છે. માથામાં પણ લોહીના ગઠ્ઠા જામી જવાની સમસ્યાથી ડોક્ટરો પણ પરેશાન થઈ ગયા હતા. તબીબોએ સામાન્ય સારવાર બાદ લૈલાને ઘરે મોકલી દીધી હતી પરંતુ તેની તબિયત વધુ ખરાબ થતાં તે બેભાન થઈ ગઈ હતી. પરિવાર તેને મોટી હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં મગજમાં લોહી જામી ગયું હોવાનું બહાર આવ્યું હતું. લૈલાને બચાવવા માટે સર્જરી કરવામાં આવી હતી પરંતુ તે બ્રેઈન ડેડ થઈ ગઈ હતી.
લૈલાના મૃત્યુથી પરિવાર આઘાતમાં
ક્રિસમસના થોડા દિવસો પહેલાં લૈલાની વિદાય તેના પરિવાર માટે આઘાત સમાન છે. તેમને સમજાતું નથી કે શું કરવું. લૈલાની માતા કહે છે, તેણે હમણાં જ કોલેજ જવાનું શરૂ કર્યું હતું. તેને નોકરી પણ મળી ગઈ હતી. તે કોલેજમાં ટોપર સ્ટુડન્ટ હતી પણ અચાનક બધું બરબાદ થઈ ગયું. લૈલાના પરિવારના સભ્યોએ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લૈલાના અંગોએ ક્રિસમસ પહેલા પાંચ લોકોના જીવ બચાવ્યા હતા. અભ્યાસમાં ટોપર આ છાત્રા ઓક્સફોર્ડમાં ભણવાની તૈયારીઓ કરી રહી હતી. જેના એકાએક મોતથી પરિવાર પણ પડી ભાંગવાની સાથે સ્કૂલમાં પણ અજંપો ફેલાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે