આ ઘરમાં બધું જ છે ઊંધું! જ્યારે તમે અંદર જાઓ છો ત્યારે તમને મળે છે એક અનોખું સરપ્રાઈઝ

આ ઘરમાં બધું જ છે ઊંધું! જ્યારે તમે અંદર જાઓ છો ત્યારે તમને મળે છે એક અનોખું સરપ્રાઈઝ

નવી દિલ્લીઃ માણસ માટે ઘર એ સૌથી મહત્વની વસ્તુ છે. લોકો તેમના ઘરને અલગ અને યુનિક બનાવવા માંગે છે. તેઓ ઘરની ડિઝાઈન, નકશા, રંગકામ અને પેઈન્ટિંગ પર વિશેષ ધ્યાન આપે છે. આવું જ એક ઘર આજકાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે. ઘરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે પણ આ ઘરને જોવે છે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ઘરની ડિઝાઈન તેને બાકીના ઘરથી અલગ બનાવે છે. આ ઘરની બીજી ખાસ વાત એ છે કે આ ઘર દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી સાથે સંબંધિત છે. જે રીતે કોરોના મહામારીએ વિશ્વની દરેક વસ્તુને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. તેવી રીતે આ ઘર પણ અસ્ત-વ્યસ્ત છે. જ્યારે તમે આ ઘરના વિશે જાણશો તો તમને પણ અહીં રહેવાનું મન થઈ જશે.
કોલંબિયાની રાજધાની બોગોટા પાસે આવેલા ગુઆટાવિટામાં એક અનોખું ઘર બનાવવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયામાં રહેતા ફ્રિટ્ઝ સ્કૉલે આ અનોખા ઘરને ડિઝાઈન કર્યુ છે. આ ઘરને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. આ ઘરની અનોખી વાત એ છે કે તેમાં દરેક વસ્તુ ઊંધી બનાવવામાં આવી છે, જે ખૂબ જ વિચિત્ર લાગે છે. આ ઘરની છત પર પ્રવાસીઓ ચાલે છે અને અહીંની તસવીરો જોઈને લોકો મૂંઝાઈ જાય છે. આ અનોખા ઘરમાં ફ્લોર પર ચાલતાં એવું લાગે છે કે વ્યક્તિ છત પર ચાલી રહી છે. આ ઘરમાં પ્રવેશ્યા પછી એવું લાગે છે કે કોઈ વ્યક્તિ વિપરીત દુનિયામાં ચાલી રહી છે. ઘરમાં રાખેલા ફર્નીચરને જોતા લાગે છે કે તેને છત પર રાખવામાં આવ્યું છે.
ફ્રિટ્ઝ સ્કૉલ વ્યવસાયે હોમ ડિઝાઈનર છે. આવું ઘર બનાવવાનો વિચાર તેમને વર્ષ 2015માં આવ્યો હતો. જ્યારે તેઓ પોતાના પૌત્ર સાથે ઓસ્ટ્રિયા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક ઘર બનાવવાનું વિચાર્યું જે અન્ય ઘરો કરતા ઘણું અલગ અને અનોખું હોય. જ્યારે તેણે પરિવારને ઊંધું ઘર બનાવવાની વાત કહી તો બધા તેની પર હસ્યા અને કોઈએ તેના પર વિશ્વાસ ન કર્યો. તેના પરિવારના સભ્યો તેને પાગલ માનતા હતા.
ફ્રિટ્ઝ જણાવે છે કે જ્યારથી કોરોના મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો, ત્યારે તેની અસર મારા રોજગાર પર પણ પડી. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી બજાર બંધ હોવાને કારણે ઘર બનાવવા માટે જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી. તેથી જ આ ઘર બનાવવામાં આટલો સમય લાગ્યો. જોકે, હવે આ ઘર જાન્યુઆરી 2022માં પૂર્ણ થઈ ગયું છે. આ તેને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ પણ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news