જાણો કોણ છે ભારતના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ, જેને IMF એ આપ્યું પ્રમોશન
2018માં ગીતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ IMF ના ચીફ ઇકોનોમિસ્ટ બનનાર બીજા ભારતીય બન્યા હતા. આ પહેલા તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને ઇકોનોમીના જોન જ્વાન્સ્ટ્રા પ્રોફેસરના રૂપમાં કાર્યરત હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ગીતા ગોપીનાથ એકવાર ફરી ચર્ચામાં છે. ભારતીય મૂળની અમેરિકી આંતરરાષ્ટ્રીય મુદ્દા કોષ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના ચીફ ઇકોનોમિસ્ટ છે. આગામી મહિને ગીતા જોફ્રી ઓકામોતોનું સ્થાન લેશે અને ફર્સ્ટ ડિપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર બનશે. IMF ચીફ ક્રિસ્તલીના જોર્જીવા બાદ ગીતા ગોપીનાથનો નંબર હશે. એટલે કે હવે ગીતા ગોપીનાથ IMF માં નંબર 2 હશે. આવો જાણીએ કોણ છે ગીતા ગોપીનાથ અને તેમનું ભારત સાથે શું કનેક્શન છે.
2018માં ગીતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ IMF ના ચીફ ઇકોનોમિસ્ટ બનનાર બીજા ભારતીય બન્યા હતા. આ પહેલા તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને ઇકોનોમીના જોન જ્વાન્સ્ટ્રા પ્રોફેસરના રૂપમાં કાર્યરત હતા. IMF પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટીન લેગાર્ડે ગીતાને દુનિયાના શાનદાર અર્થશાસ્ત્રીઓમાંથી એક ગણાવ્યા હતા.
ગીતાએ વોશિંગટન યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ બંનેમાંથી એમએની ડિગ્રી બાદ 2001માં પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી ઇકોનોમીમાં પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી પ્રોગ્રામમાં અન્ડરગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો છે. પોતાનું પીએચડી પૂરુ કર્યા બાદ ગીતા શિકાગો યુનિવર્સિટમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં આસિસ્ટેન્ટ પ્રોફેસર બન્યા હતા. તેઓ 2005માં હાર્વર્ડમાં પહોંચ્યા અને બાદમાં 2010માં આઇવી-લીગ ઇન્સ્ટિટ્યુટમાં પ્રોફેસર બન્યા હતા.
ગીતાનો જન્મ કોલકત્તામાં થયો હતો પરંતુ થોડા વર્ષો બાદ તેમનો પરિવાર મૈસૂર આવી ગયો હતો. ગીતાના પિતા ઈચ્છતા હતા કે તે એન્જિનિયરિંગ કરે કે મેડિકલની ફીલ્ડમાં જાય પરંતુ ગીતાએ ઇકોનોમિક્સનો માર્ગ પસંદ કર્યો હતો. 2001માં ગીતા ભારત પરત ફરવા ઈચ્છતી હતી પરંતુ તેમને મેન્ટર્સે તેમને સમજાવ્યા હતા. ત્યારથી ગીતા અમેરિકામાં છે. પરિવારને કારણે તેઓ ભારત આવતા-જતા રહે છે.
7માં સુધી 45 ટકા નંબર
ગીતા ગોપીનાથ અમેરિકાના નિવાસી છે, પરંતુ તેમનો ભારત સાથે નજીકનો સંબંધ છે. તેમનો જન્મ ભારતમાં થયો હતો. ગીતા ગોપીનાથ બાળપણમાં ભણવામાં ખુબ સારા નહોતા. તેમના પિતા ગોપીનાથે The Week ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે સાતમાં સુધી ગીતાને 45 ટકા નંબર આવતા હતા પરંતુ ત્યારબાદ તેઓ 90 ટકા માર્ક લાવવા લાગ્યા. તેમણે કહ્યું- મેં ક્યારેય મારા બાળકો પર અભ્યાસનું દબાણ કર્યું નહીં અને કોઈ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા નહીં. સ્કૂલ બાદ ગીતાએ મૈસૂરમાં મહારાજા પીયૂ કોલેજ જોઈન કરી અને સાયન્સનો અભ્યાસ કર્યો હતો. ત્યારે તેમના માર્કસ સારા હતા અને તેઓ એન્જિનિયરિંગ કે મેડિસિનમાં જઈ શકતા હતા. પરંતુ તેમણે અર્થશાસ્ત્રી બનવાનું પસંદ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે