ઇથોપિયા વિમાન દૂર્ઘટના: એક માત્ર યાત્રીનો આ કારણથી જીવ બચી ગયો

આ ગ્રીક વ્યક્તિનું નામ એન્ટોનિસ માવરોપોલોસ છે. જે નૈરોબી-બાઉન્ડ ઇથોપિયન એરલાઇન્સ બોઇન્ગ વિમાનમાં યાત્રા કરવાના હતા. પરંતુ 2 મિનિટ મોડા પહોંચવા પર તેમને એન્ટ્રી મળી ન હતી.

ઇથોપિયા વિમાન દૂર્ઘટના: એક માત્ર યાત્રીનો આ કારણથી જીવ બચી ગયો

સંયુક્ત રાષ્ટ્ર: ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાની પાસે રવિવાર થયેલી એક મોટી વિમાન દૂર્ઘટનામાં જ્યાં 157 યાત્રિઓ તેમનો જીવ ગુમાવી ચૂક્યા ત્યારે 2 મિનિટ મોડુ થતા એકનો જીવ બચી ગયો છે. રવિવારે થયેલી આ દૂર્ઘટના વિશે વાત કરતા એક ગ્રીક વ્યક્તિએ જણાવ્યું કે, તેઓ નૈરોબી-બાઉન્ડ ઇથોપિયન એરલાઇન્સ બોઇન્ગ વિમાનના 150માં યાત્રી હતા. જે ઉડાન ભરતા સમયે દૂર્ઘનાગ્રસ્ત થયેલા વિમાન દૂર્ઘટનામાં જીવ ગુમાવતા, પરંતુ બોડિંગ માટે તેઓ 2 મિનિટ મોડા પહોંચ્યા અને માત્ર 2 મિનિટ તેમના જીવન માટે મોટુ વરદાન સાબિત થયું. કેમકે, 2 મિનિટ મોડા પહોંચવાના કારણે તેમનો જીવ બચી ગયો.

ખરેખરમાં, આ ગ્રીક વ્યક્તિનું નામ એન્ટોનિસ માવરોપોલોસ છે. જે નૈરોબી-બાઉન્ડ ઇથોપિયન એરલાઇન્સ બોઇન્ગ વિમાનમાં યાત્રા કરવાના હતા. પરંતુ 2 મિનિટ મોડા પહોંચવા પર તેમને એન્ટ્રી મળી ન હતી. જ્યાં સુધીમાં તેઓ એરપોર્ટ પહોંચ્યા બોડિંગ બંધ થઇ ગયું હતું. જેના કારણે તેઓ ફ્લાઇટ પકડી શક્યા નહીં. એવામાં તેમણે અધિકારીઓથી અંદર જવા દેવાની રજૂઆત કરી, પરંતુ કોઇ તેમની આ વાત સાંભળી નહીં અને તેમને આ યાત્રા રદ કરવી પડી હતી. ત્યારે એન્ટોનિસને સમાચાર મળ્યા કે જે વિમાનમાં તે યાત્રા કરવાના હતા તે દૂર્ઘટનાગ્રસ્ત છે અને વિમાનમાં સવાર ઘણા યાત્રીઓ માર્યા ગયા છે. તેના પર એક અધિકારીએ એન્ટોનિસને કહ્યું કે વિરોધ ન કરો અને ભગવાનનો આભાર માનો, કેમકે તમે એકેલા યાત્રા છો જેમણે ફ્લાઇટ et-302માં પ્રેવેશ કર્યો નથી.

ત્યાર બાદ એન્ટોનિસે ફેસબૂક પોસ્ટ દ્વારા આ સંપૂર્ણ ઘટનાને જણાવી અને ‘10 માર્ચ 2019 મારો ભાગ્યશાળી દિવસ’ના નામથી એક પોસ્ટ કરી આ સંપૂર્ણ ઘટના વિશે જાણાવ્યું હતું. જણાવી દઇએ કે, ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી નૈરોબી માટે ઉડાન ભર્યાના 6 મિનિટ બાદ જ ઇથોપિયન એરલાઇન્સનું બોઇન્ગ 737 દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું અને તેમાં સવાર 4 ભારતીય નાગરિક, પર્યટકો અને કારોબારીઓ સહિત 157 લોકના મોત થયા છે.
(ઇનપુટ એજન્સીથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news