આચાર સંહિતામાં ફોટો-સેલ્ફી લેવાના આ નિયમોને ગાંઠ વાળીને યાદ રાખજો, નહિ તો મર્યા સમજો

 ઈલેક્શન આયોગે રવિવારે લોકસભા ઈલેક્શન 2019 માટે ઈલેક્શનના તારીખની જાહેરાત કરી છે. આ સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. આચાર સંહિતા લાગુ થવાની સાથે જ રાજનીતિક પાર્ટીઓ, ઉમેદવારો, સત્તાધારી પાર્ટીઓ અને મંત્રી-પ્રતિનિધિઓને ઈલેક્શન પંચના સૂચનો મુજબ જ કામ કરવાનું રહેશે. આચાર સંહિતા લાગુ થયા બાદ દેશમાં અનેક પ્રકારના કાર્યો કરી શકાતા નથી. જેમાં એક છે સેલ્ફી લેવી કે ફોટો પાડવો. આજકાલ લોકોમાં સેલ્ફીની જે ઘેલછા છે તે જોતા તેમણે આ આચાર સંહિતાને ખાસ જાણી લેવું પડશે.

આચાર સંહિતામાં ફોટો-સેલ્ફી લેવાના આ નિયમોને ગાંઠ વાળીને યાદ રાખજો, નહિ તો મર્યા સમજો

ગુજરાત : ચૂંટણી પંચે રવિવારે લોકસભા ઈલેક્શન 2019 માટે ઈલેક્શનના તારીખની જાહેરાત કરી છે. આ સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. આચાર સંહિતા લાગુ થવાની સાથે જ રાજનીતિક પાર્ટીઓ, ઉમેદવારો, સત્તાધારી પાર્ટીઓ અને મંત્રી-પ્રતિનિધિઓને ઈલેક્શન પંચના સૂચનો મુજબ જ કામ કરવાનું રહેશે. આચાર સંહિતા લાગુ થયા બાદ દેશમાં અનેક પ્રકારના કાર્યો કરી શકાતા નથી. જેમાં એક છે સેલ્ફી લેવી કે ફોટો પાડવો. આજકાલ લોકોમાં સેલ્ફીની જે ઘેલછા છે તે જોતા તેમણે આ આચાર સંહિતાને ખાસ જાણી લેવું પડશે.

ફોટો લેવા માટે આચાર સંહિતા

  • મતદાન વેળાએ મતદાનની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. જો કોઈ ચોરીછૂપીથી ફોન અંદર લઈ જાત તો તે આચાર સંહિતાનો ભંગ છે.
  • મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે.
  • મતદાતા કે ઉમેદવાર કોઈ પણ મતદાન મથકની અંદર ફોટોગ્રાફી કરી શક્તા નથી.
  • જો મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં સેલ્ફી પણ લીધી તો તમારી સામે આચાર સંહિતાના ભંગની ફરિયાદ થઈ શકે છે. 

શું છે આચાર સંહિતા
આદર્શ આચાર સંહિતા રાજનીતિક પાર્ટીઓ અને ઉમેદવારો માટે ઈલેક્શન પંચની તરફથી જાહેર કરવામા આવેલ કેટલાક સૂચનો હોય છે અને દરેક પાર્ટી અને ઉમેદવારોને તેનું પાલન કરવાનું હોય છે. આ નિયમોનું પાલન ન કરવા પર ઉમેદવારો કે પાર્ટીઓ પર ઈલેક્શન પંચ તરફથી કાર્યવાહી કરવામાં આવે છે.

ક્યારે લાગુ થાય છે આચાર સંહિતા
કોઈ પણ ઈલેક્શનની તારીખોની જાહેરાત થતાની સાથે જ તે વિસ્તારમાં આચાર સંહિતા લાગુ થઈ જાય છે અને રાજનીતિક પાર્ટીઓ, સત્તાધારી પાર્ટી, ઉમેદવારોને એક અધિકાર ક્ષેત્રમાં જ રહીને કામ કરવાનું હોય છે. જો લોકસભા ઈલેક્શનની વાત કરીએ તો સમગ્ર દેશમાં તે લાગુ થાય છે. 

પીએમ મોદીની સેલ્ફીનો થયો હતો વિવાદ
લોકસભા 2014ના ઈલેક્શન સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સેલ્ફી વિવાદ વકર્યો હતો. તેમણે રાણીપ ખાતેના મતદાન મથકમાં મતદાન કર્યા બાદ કમળના સિમ્બોલ સાથે સેલ્ફી લીધી હતી. જે આચાર સંહિતાનો ભંગ હતો. તેમની સામે ફરિયાદ પણ થઈ હતી, જોકે બાદમાં તેમને ક્લીનચીટ મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news