અમેરિકામાં 'નંદ ઘેર આનંદ ભયો'ના નાદથી વાતાવરણ ગુંજ્યું! ગુજરાતીઓએ આ સિટીમાં કરી ભવ્ય ઉજવણી
પરદેશમાં દેશની સંસ્કૃતિ જીવંત જોવા મળી રહી છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરે છે, ત્યારે જન્મોત્સવના પર્વમાં મટકી ફોડી, પૂજા કરી, પ્રસાદ વહેચીને ગુજરાતીઓ ભક્તીના રંગે રંગાયા
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઇને આખુ ભારત મધરાત સુધી જાગ્યુ હતું. જો કે સાત સમંદર પાર અમેરિકામાં પણ ગુજરાતીઓએ કૃષ્ણજન્મની ધામધૂમથી ઉજવણી કરી હતી. અમેરિકાના લોંસ એન્જલસના આર્ટેશિયા સિટીમાં વસતા ગુજરાતીઓએ કાનાને લાડ લડાવી કૃષ્ણજન્મની વધામણી કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ કિર્તન કરી કાન્હાને હેપી બર્થ-ડે કહ્યુ હતું.
લાંબા સમયથી અમેરિકા સ્થાય થયેલા લેબોન હોસ્પિટાલિટીના યોગી પટેલ અને શિતલ પટેલ, ઉમાબેન પટેલ, જય ભારત ગ્રુપના ચંદ્રકાંત પટેલ,વૈશાલી પટેલ, ભરત પટેલ, નયના પટેલ, પરિમલ શાહ, ડો.જય શાહ, ડો.કિશોર શાહ, મયંક શાહ જેવા ગુજરાતીઓ અગ્રણીઓ જોડાયા હતા તેમજ એખ મંચ પર એકત્ર થઇને અમેરિકામાં ગુજરાતી એકતા દર્શાવી હતી.
જન્માષ્ટમીના પાવનપર્વે અમેરિકામાં પણ કૃષ્ણમય વાતાવરણ
કૃષ્ણ જન્મના પર્વને લઇને અમેરિકાના આર્ટેશિયા સિટીમાં જન્માષ્ટમી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગુજરાતીઓ એકત્ર થઇને જય કનૈયાલાલકીના જયઘોષ સાથે ભગવાન કૃષ્ણને વધાવી લેવાયા હતા તેમજ ભક્તો કૃષ્ણમય બન્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે