ભયંકર ગરમી માટે જવાબદાર છે Heat Dome, જાણો શું હોય છે હીટ ડોમ અને ક્યારે મળશે તેનાથી રાહત

કેનેડા (Canada) ના બ્રિટિશ કોલંબિયામાં તાપમાન 49.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.  છેલ્લાં 5 દિવસમાં જ મોતના આંકડામાં 195 ટકાનો વધારો થયો છે. શુક્રવારથી લઈને બુધવાર સુધી ઓછામાં ઓછા 486 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

ભયંકર ગરમી માટે જવાબદાર છે Heat Dome, જાણો શું હોય છે હીટ ડોમ અને ક્યારે મળશે તેનાથી રાહત

નવી દિલ્હી: કેનેડા (Canada) અને અમેરિકા (America) માં ગરમીથી દરેક રાજ્યના લોકો બેહાલ છે. કેનેડામાં હીટ વેવના કારણે લગભગ 486 લોકોના મૃત્યું થયા છે. વિશેષજ્ઞ એ માહિતી મેળવવામાં લાગ્યા છે કે આખરે એવું શું થયું કે અચાનક આ સ્થિતિ સર્જાઈ અને લોકોના જીવ ગયા. તેમનું માનીએ તો આટલી ગરમીનું કારણ હીટ ડોમ છે. હીટ ડોમ (Heat Dome) જળવાયુની તે સ્થિતિ છે જે અસાધારણ માનવામાં આવે છે અને તેના કારણે તાપમાનમાં ઝડપથી વધારો થાય છે.

મોતના આંકડામાં 195 ટકાનો વધારો:
કેનેડા (Canada) ના બ્રિટિશ કોલંબિયામાં તાપમાન 49.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ચીફ ક્રોનર લીસા લેપ્વાઈંટના જણાવ્યા પ્રમાણે છેલ્લાં 5 દિવસમાં જ મોતના આંકડામાં 195 ટકાનો વધારો થયો છે. શુક્રવારથી લઈને બુધવાર સુધી ઓછામાં ઓછા 486 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હવામાન વિશેષજ્ઞે આ સ્થિતિ માટે હીટ ડોમ (Heat Dome) ને જવાબદાર ગણાવી છે. અમેરિકા (America) ના વાણિજ્યિક મંત્રાલય અંતર્ગત આવનારા નેશનલ ઓસિનિક એન્ડ એટમોસફેયરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે જ્યારે પર્યાવરણ મહાસાગરની ગરમ હવાને ઢાંકણની જેમ ઘેરી લે છે ત્યારે હીટ ડોમ (Heat Dome) ની સ્થિતિનું નિર્માણ થાય છે.

શું હોય છે Heat Domeની સ્થિતિ:
આ અસાધારણ સ્થિતિ તે સમયે થાય છે જ્યારે મહાસાગરોના તાપમાનમાં ફેરફાર થાય છે. આ પ્રક્રિયાને કંવેક્શન કે પછી સંવહન તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન ગરમ હવાને વધારે બળ મળે છે. મહાસાગરની તળેટી તેને વધારે ગરમ કરે છે. NOAAના જણાવ્યા પ્રમાણે હવા ફરી ઉપર આગળ વધે છે. અને મહાસાગરની સપાટી સુધી આવી જાય છે. ગરમ હવા જ્યારે પૂર્વ તરફ વહે છે ત્યારે તે ઘેરો બનાવી લે છે અને પછી જમીનની તરફ આગળ વધે છે. તેના કારણે હીટ વેવની સ્થિતિનું નિર્માણ થાય છે.

પાક પણ નષ્ટ થઈ જાય છે:
NOAA અને હવામાનની સ્થિતિઓ પર અધ્યયન કરનારા અનેક વૈજ્ઞાનિક આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે હીટ ડોમ ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી રહે છે. આવા લોકો જેમના ઘરમાં એક કન્ડીશન નથી, ત્યાં તાપમાન વધારે વધી જાય છે. કેનેડા (Canada) અને અમેરિકા (America) માં જે મોત થયા છે, તેનું કારણ હીટ ડોમ (Heat Dome) છે. તે સિવાય વાતાવરણમાં રહેલી ગરમ હવા પાકને પણ નષ્ટ કરી નાંખે છે. સાથે જ વનસ્પતિઓને પણ નુકસાન પહોંચાડે છે. તેના કારણે ક્યાંક દુકાળની સ્થિતિ સર્જાય છે. તો ક્યાંક ઉર્જાની ડિમાન્ડ વધી જાય છે. આ સ્થિતિમાં વિજળીના ભાવમાં પણ વધારો થાય છે.

આ કારણે લાગે છે જંગલોમાં આગ:
હીટ ડોમ (Heat Dome) ના કારણે જંગલોમાં ભયાનક આગ પણ લાગે છે. દર વર્ષે અમેરિકામાં અનેક એકરમાં જંગલોમાં આગ લાગે છે અને તેના કારણે ઘણું નુકસાન પહોંચે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે વધતું તાપમાન કે ક્લાઈમેટ ચેન્જની હીટ વેવ પર ઘણી અસર પડે છે. વર્ષ 2017માં NOAA તરફથી થયેલા સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે 19મી સદીના અંતથી અમેરિકાનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. આગામી 10 વર્ષની અંદર દેશને વધારે ભયંકર ગરમીનો સામનો કરવો પડી શકે છે. કેમ કે આર્કટિક સર્કલમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news