પુતિન જો મહિલા હોત તો યુદ્ધ ન થાત... રશિયા-યુક્રેન જંગ પર બોલ્યા બ્રિટિશ પીએમ જોનસન

યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર એક આતંકવાદી બનવા અને આતંકવાદી દેશનું નેતૃત્વ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

પુતિન જો મહિલા હોત તો યુદ્ધ ન થાત... રશિયા-યુક્રેન જંગ પર બોલ્યા બ્રિટિશ પીએમ જોનસન

લંડનઃ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. 100 દિવસ બાદ પણ આ યુદ્ધ ચાલી રહ્યું છે જેનું સૌથી વધુ નુકસાન યુક્રેનને થયું છે. તો રશિયા દિવસેને દિવસે યુક્રેન પર આક્રમણ વધારી રહ્યું છે. આ વચ્ચે બુધવારે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને કટાક્ષ કરતા કહ્યુ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જો મહિલા હોત તો યુદ્ધ શરૂ થાત નહીં. 

જોનસને જર્મન બ્રોડકાસ્ટર જેડડીએફને કહ્યું- જો પુતિન એક મહિલા હોત, તો મને નથી લાગતું કે તેમણે આવું મર્દાના યુદ્ધ શરૂ કર્યું હોત. પોતાના ઈન્ટરવ્યૂ દરમિયાન બ્રિટિશ પીએમે તે વાત પર પણ ભાર આપ્યો કે દરેક કોઈ ઈચ્છે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય પરંતુ કોઈ સંભાવના નથી. પુતિન શાંતિ સમજુતી માટે કોઈ પ્રસ્તાવ આપતા નથી અને ઝેલેન્સ્કી કોઈ પ્રસ્તાવ ન આપી શકે. 

પુતિનની તસવીરની ઉડાવી હતી મજાક
આ પહેલા રવિવારે ગ્રુપ ઓફ સેવન (જી7) ના નેતાઓએ પુતિનની શર્ટલેસ તસવીરને લઈને મજાક ઉડાવી હતી. બોરિસ જોનસ અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને એક વીડિયોમાં પુતિનના ફોટો શૂટ વિશે મજાક ઉડાવતા સાંભળી શકાય છે. મજાકની શરૂઆત કરતા જોનસને કહ્યુ- જેકેટ પહેરો? જેકેટ ઉતારો? તેના પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કહ્યુ- ફોટો પાડવાની રાહ જુઓ. તેના પર બોરિસ જોનસને એકવાર ફરી કહ્યું- આપણે તે દેખાડવું પડશે કે આપણે પુતિનથી વધુ મજબૂત છીએ. 

નાટોએ રશિયાને સીધો ખતરો ગણાવ્યો
નાટોએ રશિયાને પોતાના સભ્યોની શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો અને સીધો ખતરો ગણાવ્યો છે. ત્રીસ દેશોના ગઠબંધને બુધવારે મેડ્રિડમાં પોતાના શિખર સંમેલનમાં આ વાત કહી છે. નાટોની આ જાહેરાત તે વાતનો ઉલ્લેખ કરે છે કે યુક્રેન પર રશિયાના આક્રમણે શીતયુદ્ધ બાદ યુરોપની સુરક્ષા વ્યવસ્થાને નાટકિય રૂપથી કઈ રીતે પ્રભાવિત કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ પહેલા બુધવારે પોતાના દેશની સંપૂર્ણ મદદ ન કરવાને લઈને નાટો સામે નારાજગી વ્યક્ત કરી તથા રશિયા સામે લડવા માટે વધુ હથિયાર માંગ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news