Pakistan ના રક્ષામંત્રી PM મોદીને ટાંકીને ઈમરાન ખાન વિશે આપ્યું એવું નિવેદન...

Pakistan  News: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા એમ આસિફે ઈમરાન ખાન અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.તેમણે પીએમ મોદીનો પણ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે.

Pakistan ના રક્ષામંત્રી PM મોદીને ટાંકીને ઈમરાન ખાન વિશે આપ્યું એવું નિવેદન...

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા એમ આસિફે ઈમરાન ખાન અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન માટે ઈમરાન ખાન સૌથી મોટા દુશ્મન છે. તેમણે પીએમ મોદીનો પણ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે. એટલે સુધી કહી દીધુ કે મોદીથી વધુ ખતરો ઈમરાનથી છે. 

પાકિસ્તાની મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રક્ષામંત્રીએ કહ્યું કે તમારા વિદેશી દુશ્મનને તમે જાણો છો. પરંતુ જે આપણા દેશમાં જ જન્મ્યા, તેઓ ભારત કરતા પણ મોટા દુશ્મન છે. ઈમરાન ખાન પાકિસ્તાન માટે નરેન્દ્ર મોદી કરતા પણ મોટો ખતરો છે. તેઓ આપણી વચ્ચે જ હાજર છે. તમે પોતે વિચારો, વધુ ખતરો કોનાથી છે? જે આપણી વચ્ચે છે કે પછી જે બીજી બાજુ ઊભા છે?

— Hamid Mir حامد میر (@HamidMirPAK) June 1, 2023

રક્ષામંત્રી ખ્વાજા એમ આસિફે ન્યૂઝ ટીવી શોમાં આ નિવેદન હાલમાં જ આપ્યું હતું. રક્ષામંત્રીએ એમ પણ કહ્યું કે 9મી મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તામાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ દુશ્મન હકીકતમાં આપણી સુરક્ષા માટે એક મોટું જોખમ છે અને 9 મે તેનો પુરાવો છે. 9મી મેનું વિરોધ પ્રદર્શન એક વિદ્રોહ હતો અને ઈમરાન ખાન એક વિદ્રોહી હતા. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનની ગત મહિને 9 તારીખે અલ કાદિર ટ્રસ્ટ મામલે ઈસ્લામાબાદ હાઈકોર્ટથી ધરપકડ કરાઈ હતી. ઈમરાન ખાનની ધરપકડ પાકિસ્તાન રેન્જર્સની ટીમે કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news