ભારતમાં Corona એ મચાવ્યો હાહાકાર, પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ટ્વીટ કરી કહી આ વાત
ભારતમાં કોરોના સંકટ ગંભીર બની રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં એક દિવસમાં કોરોનાના 3,46,786 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,66,10,481 પર પહોંચી ગઈ છે. તો એક્ટિવ કેસની સંખ્યા પણ 25 લાખને પાર કરી ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. આ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Pak PM imran khna) એ ભારતના લોકો પ્રત્યે પોતાની એકતા પ્રગટ કરી છે. તેમણે કહ્યું કે, બધાએ મળીને આ વૈશ્વિક પડકાર સામે લડવુ જોઈએ.
ઇમરાન ખાને શનિવારે ટ્વીટ કરી કહ્યુ, 'હું ભારતના લોકોની સાથે મારી એકતા વ્યક્ત કરવા ઈચ્છુ છું, તે કોરોનાની ખતરનાક લહેર સામે લડી રહ્યા છે. અમે અમારા પાડોશી અને દુનિયામાં મહામારીથી પીડિત બધાવ લોકો જલદી સા
I want to express our solidarity with the people of India as they battle a dangerous wave of COVID-19. Our prayers for a speedy recovery go to all those suffering from the pandemic in our neighbourhood & the world. We must fight this global challenge confronting humanity together
— Imran Khan (@ImranKhanPTI) April 24, 2021
જા થાય તેવી કામના કરીએ છીએ. તેમણે આગળ કહ્યુ કે, આપણે મળીને આ વૈશ્વિક પડકાર સામે લડવુ જોઈએ.'
તો પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ભારતીયો પ્રત્યે શનિવારે સમર્થન વ્યક્ત કર્યુ અને પ્રભાવિત પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. કુરૈશીએ કહ્યુ કે, કોવિડ-19 સંકટ તે યાદ અપાવે છે કે માનવીય મુદ્દો પર રાજનીતિથી ઉપર ઉઠીને પગલા ભરવાની જરૂર છે.
તેમણે કહ્યું, કોવિડ સંક્રમણે જે રીતે આપણા ક્ષેત્રમાં કહેર વર્તાવ્યો છે, કે હાલની લહેરમાં અમે ભારતના લોકો પ્રત્યે સમર્થ વ્યક્ત કરીએ છીએ. પાકિસ્તાનના લોકો તરફતી, હું ભારતના પ્રભાવિત પરિવારો પ્રત્યે હાર્દિક સહાનુભૂતિ પ્રગટ કરુ છું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન આ મહામારીનો સામનો કરવાના સહયોગ માટે દક્ષેસ દેશોની સાથે મળી કામ કરી રહ્યું છે.
ભારતમાં ગંભીર બની રહ્યું છે સંકટ
મહત્વનું છે કે ભારતમાં કોરોના સંકટ ગંભીર બની રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં એક દિવસમાં કોરોનાના 3,46,786 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,66,10,481 પર પહોંચી ગઈ છે. તો એક્ટિવ કેસની સંખ્યા પણ 25 લાખને પાર કરી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2624 લોકોના મૃત્યુની સાથે મૃત્યુઆંક વધીને 1,89,544 થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે