ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, તે ચૂંટણી લડી શકશે નહીં, PAK ચૂંટણી પંચે નામાંકન ફગાવી દીધું

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાન પાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણી લડી શકશે નહીં. પાકિસ્તાન ચૂંટણી પદે તેમની ઉમેદવારી રદ્દ કરી દીધી છે. 

ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, તે ચૂંટણી લડી શકશે નહીં, PAK ચૂંટણી પંચે નામાંકન ફગાવી દીધું

ઇસ્લામાબાદઃ Pakistan General Election: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું આગામી સામાન્ય ચૂંટણી 2024 લડવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. બંને મતવિસ્તારો માટે ઇમરાનના નામાંકન પત્રો પ્રાંતીય ચૂંટણી પંચે નકારી કાઢ્યા હતા. આગામી ચૂંટણીઓ પહેલા, ખાને પંજાબની રાજધાની લાહોરના મતવિસ્તાર NA-122 અને તેમના ગૃહ મતવિસ્તાર મિયાંવાલીના NA-89માંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.
 
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સ્થાપક અને પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તોશાખાના કેસમાં 3 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. 71 વર્ષના ઈમરાનને ગયા વર્ષે એપ્રિલ 2022માં પ્રધાનમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ખાન પર સરકારી ભેટોને ગેરકાયદેસર રીતે વેચવાનો આરોપ છે.

કેમ ઈમરાન ખાનનું ઉમેદવારી પત્ર થયું રદ્દ
પ્રાંતીય ચૂંટણી પંચે પૂર્વ પ્રધાનમંત્રીનું ઉમેદવારી પત્ર રદ્દ કરવા પર સ્પષ્ટતા કરી છે. પંચે કહ્યું કે ઇમરાન ચૂંટણી વિસ્તારના રજીસ્ટર્ડ મતદાતા નથી. આ સિવાય કોર્ટે તેમને દોષી અને અયોગ્ય ઠેરવ્યા છે. તો ખાનની ઉમેદવારી રદ્દ થવાના સમાચાર તેમની મીડિયા ટીમે આપી છે.

કોર્ટે આપી રાહત
ઇમરાને અરજી દાખલ કરી કહ્યું કે તેમને ચૂંટણીની રણનીતિ બનાવવા માટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના નેતાઓને મળવાની મંજૂરી આપવામાં આવે. શુક્રવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટે પીટીઆઈના નેતાઓ અને વકીલોને અડિયાલા જેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને મળવા અને આઠ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીની રણનીતિ માટે બેઠક કરવાની મંજૂરી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news