યૂક્રેન: વિદ્યાર્થીઓને પરત લાવવા માટે મહાભિયાન શરૂ, ભારતે આ 2 શહેરોમાં બનાવ્યા કેમ્પ

રશિયાના હુમલા બાદ ભારતે યુક્રેનમાં ફસાયેલા 20 હજાર ભારતીયોને પરત લાવવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. સરકારે યુક્રેનના પશ્ચિમી શહેરોમાં બે કેમ્પ ઓફિસ શરૂ કરી છે, જેના દ્વારા ત્યાં ભણતા વિદ્યાર્થીઓની પ્રથમ બેચને યુક્રેનથી લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

યૂક્રેન: વિદ્યાર્થીઓને પરત લાવવા માટે મહાભિયાન શરૂ, ભારતે આ 2 શહેરોમાં બનાવ્યા કેમ્પ

Russia Ukraine War: રશિયાના હુમલા બાદ ભારતે યુક્રેનમાં ફસાયેલા 20 હજાર ભારતીયોને પરત લાવવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. સરકારે યુક્રેનના પશ્ચિમી શહેરોમાં બે કેમ્પ ઓફિસ શરૂ કરી છે, જેના દ્વારા ત્યાં ભણતા વિદ્યાર્થીઓની પ્રથમ બેચને યુક્રેનથી લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

યુક્રેનના 2 શહેરોમાં બનાવવામાં કેમ્પ ઓફિસ
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રાલયે યુક્રેનના પશ્ચિમી શહેરો Lviv  અને Chernivtsi માં બે કેમ્પ ઓફિસ શરૂ કરી છે. આ બંને કેમ્પમાં રશિયન અને યુક્રેનિયન બોલતા અધિકારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે.

રોમાનિયા થઈને ભારત લાવવાનો પ્રયાસ
આ અધિકારીઓ યુક્રેનના અલગ-અલગ ભાગોમાં રહીને મેડિકલ અને અન્ય કોર્સનો અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢીને બસ દ્વારા આ બે શહેરોમાં લઈ જશે. ત્યારબાદ રોડ મારફતે બોર્ડર ક્રોસ કરીને, આ વિદ્યાર્થીઓને રોમાનિયાથી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવશે.

પ્રથમ બેચને કાઢવાનું કામ શરૂ
ભારતે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની પ્રથમ બેચને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. યુક્રેનથી વિદ્યાર્થીઓની પ્રથમ બેચ ચેર્નિવત્સી શહેરમાં લાવવામાં આવી હતી. ત્યાંથી તેને બસ મારફતે રોમાનિયા લઈ જવામાં આવી, જ્યાંથી તે ફ્લાઈટ મારફતે ભારત આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news