ભારત-મ્યાંમારની સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં પૂર્વોત્તરના ઉગ્રવાદીઓને બનાવ્યાં નિશાન
Trending Photos
નવી દિલ્હી: ભારત અને મ્યાંમારની સેનાઓએ મણિપુર, નાગાલેન્ડ અને આસામમમાં સક્રિય વિભિન્ન ઉગ્રવાદી સમૂહોને નિશાન બનાવતા પોત પોતાના સરહદી વિસ્તારોમાં 16મી મેથી ત્રણ સપ્તાહ સુધી જોઈન્ટ અભિયાન ચલાવ્યું, જેને ઓપરેશન સનશાઈન નામ અપાયું. ઓપરેશન સનશાઈન 2નો પહેલો તબક્કો ભારત-મ્યાંમાર સરહદ પર ત્રણ મહિના પહેલા ચલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂર્વોત્તર સ્થિત ઉગ્રવાહી સમૂહોના અનેક ઠેકાણાઓ નષ્ટ કરાયા હતાં.
મ્યાંમાર ભારતના વ્યુહાત્મક દ્રષ્ટિથી મહત્વના પાડોશીઓમાંનો એક પાડોશી દેશ છે અને ઉગ્રવાદ પ્રભાવિત મણિપુર તથા નાગાલેન્ડ સહિત પૂર્વોત્તર રાજ્યો સાથે તેની 1640 કિલોમીટર લાંબી સરહદ જોડાયેલી છે. ભારત સરહદ સુરક્ષા માટે બંને દેશોની સેનાઓ વચ્ચે ઊંડા સમન્વય પર ભાર મૂકે છે.
સૂત્રોએ જણાવ્યું કે ઓપરેશન સનરાઈઝ 2 દરમિયાન ઉગ્રવાદી સમૂહોના શિબિરોને નષ્ટ કરવા માટે બંને દેશોની સેનાઓએ એક બીજાનો સહયોગ કર્યો. જે ઉગ્રવાદી સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યાં, તેમાં કામતાપુર લિબરેશન ઓર્ગેનાઈઝેશન (કેએલઓ), એનએસસીએન(ખાપલાંગ), ઉલ્ફા (1) અને નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી) સામેલ છે.
જુઓ LIVE TV
તેમણે જાણકારી આપી કે અભિયાન દરમિયાન ઓછામાં ઓછા છ ડઝન ઉગ્રવાદીઓને દબોચવામાં આવ્યાં અને તેમના અનેક ઠેકાણાઓ તબાહ કરી દેવાયા.
સૂત્રોએ જણાવ્યું કે બંને દેશ ગુપ્ત બાતમી અને ગ્રાઉન્ડ સ્થિતિના આધારે અભિયાનનો ત્રીજો તબક્કો પણ શરૂ કરી શકે છે. અભિયાનમાં ભારતીય સેનાની સાથે આસામ રાઈફલ્સના જવાનો પણ સામેલ હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે