ભારતે UN માં ઉઠાવ્યો ડ્રોન હુમલાનો મુદ્દો, કહ્યું- નવી ટેક્નોલોજીનો દુરુપયોગ ગંભીર જોખમ
જમ્મુના એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટો બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુના એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટો બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો. વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) વીએસકે કૌમુદીએ કહ્યું કે અમે આતંકવાદીઓને સરહદ પાર હથિયારોની તસ્કરી માટે માનવરહિત હવાઈ વાહન (Unmanned Aerial Vehicle) નો ઉપયોગ કરતા જોયા છે.
નવી ટેક્નોલોજીનો દુરુપયોગ ગંભીર જોખમ
વિશેષ સચિવ વીએસકે કૌમુદીએ કહ્યું કે આતંકવાદી ઉદ્દેશ્યો માટે ઉભરતી નવી ટેક્નોલોજીનો દુરુપયોગ આતંકવાદના સૌથી ગંભીર જોખમ તરીકે ઊભર્યો છે. તેમણે કહ્યું કે 'આજે આતંકના પ્રચાર, કટ્ટરતા વધારવા અને કેડરની ભરતી કરવા માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવી સૂચના અને સંચાર ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત આતંકવાદના ફંડિંગ માટે નવી ચૂકવણી પદ્ધતિઓ અને ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ થઈ રહ્યો છે.'
ડ્રોન બન્યું છે મોટું જોખમ- ભારત
આતંકવાદના વૈશ્વિક સંકટ: નવા દાયકા માટે હાલના જોખમ અને ઉભરતા તારણોના આકલન પર બોલતા વીએસકે કૌમુદીએ કહ્યું કે હાલની ચિંતાઓમાં ડ્રોન પણ જોડાઈ ગયું છે, જે મોટું જોખમ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં સભ્ય દેશોની આતંકવાદી વિરોધી એજન્સીઓના પ્રમુખના બીજા ઉચ્ચ સ્તરીય સંમેલનમાં કહ્યું કે, ઓછા ખર્ચવાળો વિકલ્પ અને સરળતાથી ઉપલબ્ધ હોવાના કારણે, આતંકવાદી સમૂહ ડ્રોનનો ગુપ્ત સંગ્રહ, હથિયાર/વિસ્ફોટકોની તસ્કરી અને હુમલા માટે ઉપયોગ કરી રહ્યા છે.
Add-on to existing worries is Drones use- Being low-cost option&easily available, utilization of aerial/sub-surface platforms for sinister purposes by terrorist grps including targeted attacks become imminent danger&challenge for security agencies: Special Secy(Internal Security)
— ANI (@ANI) June 29, 2021
જોખમને પહોંચવા માટે મલ્ટી ડાઈમેન્શનલ દ્રષ્ટિકોણ જરૂરી
તેમણે કહ્યું કે દુનિયાભરના દેશો માટે એ જરૂરી છે કે તેઓ નવી ટેક્નોલોજીના દુરુપયોગથી પેદા થતા વૈશ્વિક જોખમોને પહોંચી વળવા માટે એક મલ્ટી ડાઈમેન્શનલ દ્રષ્ટિકોણ અપનાવે, ખાસ કરીને આતંકવાદ અને આતંકી હુમલાને લઈને સતર્ક થવાની જરૂર છે. ભારતે દુનિયાને આહ્વાન કર્યું કે તે આતંકવાદી પ્રેરણાઓ, ખાસ કરીને ધર્મ અને રાજનીતિક વિચારધારાઓના આધાર પર આતંકવાદનું લેબલ લગાવવાની પ્રવૃત્તિઓ વિરુદ્ધ એકજૂથ રહે.
ભારતે સોશિયલ મીડિયાને લઈને ચિંતા વ્યક્ત કરી
ભારતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વૈશ્વિક આતંકવાદી સમૂહો માટે તેમની ટૂલકિટમાં અપરિહાર્ય સંસાધનમાં ફેરવાઈ ગયા છે. જે લોકો વચ્ચે નફરત ફેલાવવા, આતંકવાદી પ્રચાર, અને ષડયંત્રના સિદ્ધાંતોને ફેલાવવા તથા કટ્ટરતા વધારવાનું કામ કરી રહ્યા છે. વીએસકે કૌમુદીએ મહાસભાને જણાવ્યું કે, 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડીપ ફેક, બ્લોકચેન, ડાર્ક વેબ જેવી વિક્સિત ટેક્નોલોજીમાં નિરંતર પ્રહતિ આતંકવાદીઓ દ્વારા થનારા દુરુપયોગના જોખમથી ભરેલી છે.'
પીએમ મોદીની આજે સાંજે ઉચ્ચસ્તરીય બેઠક
આજે સાંજે 4 વાગે એક હાઈ લેવલની બેઠક યોજાઈ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સામેલ થશે. કહેવાય છે કે આ બેઠકમાં જમ્મુ એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલાને લઈને ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા સંલગ્ન મોટા અધિકારીઓ પણ સામેલ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે