બાળકોના સ્વાસ્થ્થ તથા હેપીનેસ ઇન્ડેક્સના મામલામાં ભારત 131માં સ્થાનેઃ સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટકાઉપણું ઇનડેક્સ (સસ્ટેનેબિલીટી ઇન્ડેક્સ)ના મામલામાં ભારત 77માં સ્થાન પર છે અને બાળકોની ઉત્તર જીવિતા (સર્વાઇવલ), પાલન-પોષણ તથા હેપીનેસ સંબંધિત ઇન્ડેક્સ (ફ્લોરિશિંગ ઇન્ડેક્સ)માં તેનું સ્થાન 131મું છે. 

 બાળકોના સ્વાસ્થ્થ તથા હેપીનેસ ઇન્ડેક્સના મામલામાં ભારત 131માં સ્થાનેઃ સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટકાઉપણું ઇનડેક્સ (સસ્ટેનેબિલીટી ઇન્ડેક્સ)ના મામલામાં ભારત 77માં સ્થાન પર છે અને બાળકોની ઉત્તર જીવિતા (સર્વાઇવલ), પાલન-પોષણ તથા હેપીનેસ સંબંધિત ઇન્ડેક્સ (ફ્લોરિશિંગ ઇન્ડેક્સ)માં તેનું સ્થાન 131મું છે. ટકાઉપણું ઇન્ડેક્સ પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન સાથે જોડાયેલ છે, જ્યારે હેપીનેસ ઇન્ડેક્સનો સંબંધ કોઈપણ રાષ્ટ્રમાં માતા-બાળકોની ઉત્તર જીવિતા, પાલન, વિકાસ અને તેના કલ્યાણ સાથે છે. 

વિશ્વભરના 40થી વધુ બાળ તથા કિશોર સ્વાસ્થ્ય નિષ્ણાંતોના એક આયોગે બુધાવારે રિપોર્ટ જારી કર્યો હતો. આ શોધ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યૂનિસેફ) તથા ધી લેસેન્ટ મેડિકલ જર્નલના સંયુક્ત સંરક્ષણમાં થયો છે. રિપોર્ટમાં 180 દેશોની ક્ષમતાની આકરણી કરવામાં આવી છે કે તે ખાતરી કરી શકે છે કે નહીં કે તેને ત્યાં બાળકો મોટા થાય અને ખુશીથી રહે. 

રિપોર્ટ પ્રમાણે, સસ્ટેઇનેબિલીટી ઈન્ડેક્સના મામલામાં ભારતનું સ્થાન 77મું અને હેપીનેસના મામલામાં 131મું છે. હેપીનેસ ઇન્ડેક્સમાં આવે છે માતા તથા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો  જીવિત દર, આત્મહત્યા દર, માતૃ તથા શિશુ સ્વાસ્થ્ય સુવિધા, પાયાની સાફ-સફાઈ અને ભીષણ ગરીબીથી મુક્ત તથા બાળકોનો વિકાસ થવો વગેરે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની સસ્ટેઇનેબિલીટી બાળકોના વિકાસની ક્ષમતા પર નિર્ભર કરે છે પરંતુ કોઈપણ દેશ પોતાના નવા બાળકોને ટકાઉ ભવિષ્ય આપવાનો જરૂરી પ્રયાસ કરી રહ્યો નથી. રિપોર્ટના મુખ્ય શોધકર્તાઓમાંથી એક યુનિવર્સિટી કોલેજ લંડનમાં વિશ્વા સ્વાસ્થ્ય તથા સસ્ટેઇનેબિલીટીના પ્રોફેસર એંથની કોટેલોએ કહ્યું, 'વિશ્વનો કોઈપણ દેશ એવી પરિસ્થિતિઓ ઉપલબ્ધ કરાવી રહ્યો નથી જે દરેક બાળકને વિકસિત થવા અને સ્વાસ્થ્ય ભવિષ્ય માટે જરૂરી છે.' તેમણે કહ્યું, પરંતુ તેને તો જળવાયુ પરિવર્તન તથા વ્યાવસાયિક માર્કેટિંગનો સીધે-સીધો ખતરો છે. 

બાળકોનો જીવિત દર, સ્વાસ્થ્ય, શિક્ષણ તથા પોષણ દરોના મામલામાં નોર્વે પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, મધ્ય આફ્રીકી ગણરાજ્ય અને ચાડ છે. પરંતુ પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જનના મામલામાં ચાડને છોડીને બાકી આ દેશ ખુબ પાછળ છે. જે દેશ 2030ના પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય પ્રમાણે ચાલી રહ્યાં છે તે છે- અલ્બાનિયા, આર્મેનિયા, ગ્રાન્ડા, જોર્ડન, મોલદેવો, શ્રીલંકા, ટ્યૂનીશિયા, ઉરુગ્વે અને વિયતનામ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news