કેનેડિયન નાગરિકો માટે ભારતે ફરી શરૂ કરી વિઝા સેવા, ફક્ત આ લોકોને જ મળશે સુવિધા

India Canada Row: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, ભારતે કેનેડિયનો માટે વિઝા સેવા ફરી શરૂ કરી છે.

 કેનેડિયન નાગરિકો માટે ભારતે ફરી શરૂ કરી વિઝા સેવા, ફક્ત આ લોકોને જ મળશે સુવિધા

India Canada Row: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, ભારતે બુધવારે (25 ઓક્ટોબર) ફરીથી કેનેડિયનો માટે વિઝા સેવા શરૂ કરી. જોકે, વિઝા માત્ર બિઝનેસ અને મેડિકલ સંબંધિત કામ માટે આવતા લોકોને જ મળશે.

કેનેડાના ઓટાવામાં હાજર ભારતના હાઈ કમિશને સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે વિઝા સેવા- પ્રવેશ વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની શ્રેણીમાં શરૂ કરવામાં આવી છે. 

— ANI (@ANI) October 25, 2023

કેનેડામાં ભારતીય હાઈ કમિશને કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખતા અસ્થાયી રૂપે વિઝા આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેવામાં સુરક્ષાની સ્થિતિનું રિવ્યૂ કર્યા બાદ વિઝા સર્વિસ ફરી શરૂ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news