US: સગીરે અંધાધૂંધ ફાયરિંગ કરી ભારતીયની હત્યા કરી નાખી

અમેરિકાના ન્યૂજર્સીમાં 16 વર્ષના એક સગીરે 61 વર્ષના ભારતીય મૂળની વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી છે.

Trending Photos

US: સગીરે અંધાધૂંધ ફાયરિંગ કરી ભારતીયની હત્યા કરી નાખી

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂજર્સીમાં 16 વર્ષના એક સગીરે 61 વર્ષના ભારતીય મૂળની વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી છે. 'ધ પ્રેસ એટલાન્ટિક સિટી'ના અહેવાલ મુજબ વેન્ટનોર શહેરમાં સુનીલ એડલાની તેમના ઘરની બહાર ગુરુવારે રાતે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. તેઓ આ મહિને તેમની માતાનો 95મો જન્મદિવસ ઉજવવા માટે પરિવાર સાથે ક્રિસમસમાં ભારત આવવાના હતાં. 

તેઓ એટલાન્ટિક કાઉન્ટીમાં છેલ્લા 30 વર્ષથી રહેતા હતાં અને એટલાન્ટિક સિટીની હોસ્પિટાલિટી ઊદ્યોગમાં કામ કરતા હતાં. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે અનેક ગોળીઓ વાગવાના કારણે તેમનું મોત નિપજ્યું. આરોપીની ઉંમરના કારણે તેના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એટલાન્ટિક કાઉન્ટીના પ્રોસિક્યુટર ડી જી ટાઈનરે જણાવ્યું કે આરોપી સગીરની હરબર સિટીથી ધરપકડ કરવામાં આવી છે. 

અત્રે જણાવવાનું કે 8 નવેમ્બરના રોજ મરીન કોરમાં કામ કરી ચૂકેલા એક વ્યક્તિએ કેલિફોર્નિયા સ્થિત થાઉઝન્ડ ઓક્સ શહેરમાં કોલજ વિદ્યાર્થીઓ વચ્ચે ખ્યાતનામ ભીડભાડવાળા ડાન્સબારમાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતાં. ફાયરિંગ કરનારો કાળા કપડાંમાં ડાન્સબારમાં આવ્યો હતો. 

કાળો કોટ પહેરીને આવેલા આરોપીએ બારની અંદર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. હુમલામાં ઓછામાં ઓછા બે ડઝન લોકો ઘાયલ થયા હતાં. જો કે લોસ એન્જલસના બહારના વિસ્તારમાં આવેલા બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રિલની અંદર હુમલાખોર પણ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેની ઓળખ 28 વર્ષના ઈયાન ડેવિડ લોન્ગ તરીકે થઈ હતી. તે એક સમયે અમેરિકી મરીન કોરમાં સક્રિય હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news