ગુજરાતીઓ આનંદો....અમેરિકી સરકારે લીધો એવો નિર્ણય કે ત્યાં કામ કરતા ભારતીયોને થશે જબરદસ્ત ફાયદો
અમેરિકાના જો બાઈડેન સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનો સૌથી વધુ ફાયદો ત્યાં કામ કરી રહેલા ભારતીયોને થશે.
Trending Photos
અમેરિકાના જો બાઈડેન સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનો સૌથી વધુ ફાયદો ત્યાં કામ કરી રહેલા ભારતીયોને થશે. વાત જાણે એમ છે કે અમેરિકા H-1B વિઝાની કેટલીક કેટેગરીઓ માટે ડોમેસ્ટિક રિન્યુઅલ માટે એક પાઈલેટ કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યું છે. આ પ્રોગ્રામ ડિસેમ્બરથી શરૂ થશે. અમેરિકાનું કહેવું છે કે તેનાથી સૌથી વધુ ફાયદો અહીં કામ કરતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સને થશે.
અમેરિકાએ આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસના લગભગ 5 મહિના બાદ લીધો છે. જૂનમાં જ્યારે પીએમ મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે ગયા હતા ત્યારે H-1B વિઝાની રિન્યુ પ્રક્રિયાને વધુ સરળ કરવાની તૈયારી પર કામ ચાલુ હતું. પીએમ મોદીની યાત્રાના સમયે જ આ પ્રોગ્રામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
વિઝા સર્વિસ માટે ઉપ સહાયક મંત્રી જૂલી સ્ટફ્ટે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ભારતીયોમાં અમેરિકી વિઝાની માંગણી ખુબ વધુ છે અને અમે નથી ઈચ્છતા કે વેઈટિંગ પીરિયડ 6, 8 કે 12 મહિનાનો હોય.
ભારતીયો પર ફોકસ છે પ્રોગ્રામ
તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારતીય વિદ્યાર્થીઓને જેમ બને તેમ જલદી એપોઈન્ટમેન્ટ મળી જાય અને તેના માટે અમે ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ જેનુ સૌથી વધુ ફોકસ ભારત પર છે.
વિઝા રિન્યુઅલનો પાઈલટ પ્રોગ્રામ ત્રણ મહિના સુધી ચાલશે. આ દરમિયાન 20 હજાર નાગરિકોના વિઝા રિન્યુ કરવામાં આવશે. જૂલી સ્ટફ્ટે જણાવ્યું કે પહેલા ત્રણ મહિનામાં 20 હજાર નાગરિકોના વિઝા રિન્યૂ થશે અને તેમાંથી મોટાભાગ અમેરિકામાં રહેતા ભારતીય હશે. સ્ટફટે કહ્યું કે તેનો સૌથી વધુ ફાયદો ભારતીય નાગરિકોને થશે કારણ કે અમેરિકા સ્કિલ્ડ વર્કરની સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. તેમણે કહ્યું કે તેનાથી ભારતીયોને જબરદસ્ત ફાયદો થવાની આશા છે અને તેને વિઝા રિન્યૂ કરવા માટે ભારત કે બીજા દેશની મુસાફરી કરવાની જરૂર નહીં પડે.
કેવી રીતે રિન્યૂ થશે વિઝા?
હકીકતમાં H-1B વિઝા બિન પ્રવાસી વિઝા છે. તે અમેરિકી કંપનીઓને વિદેશી કામદારોને નિયુક્ત કરવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકી કંપનીમાં નોકરી કરે તો તેને H-1B વિઝા ઈશ્યુ કરાય છે. અત્યાર સુધી એવું થતું કે જો કોઈ વ્યક્તિનો H-1B વિઝા એક્સપાયર થઈ જાય તો તેણે રિન્યૂ કરવા માટે ફરીથી પોતાના દેશ પાછા ફરવું પડતું હતું પરંતુ હવે રિન્યૂ પ્રક્રિયા માટે સ્વદેશ જવું પડશે નહીં.
સ્ફફટે જણાવ્યું કે હવે અમેરિકામાં રહીને તમારા વિઝા મેઈલ કરી શકો છો અને પછી તેને રિન્યૂ કરી દેવામાં આવશે. રિન્યૂઅલ પ્રક્રિયા દરમિયાન વ્યક્તિએ અમેરિકામાંથી બહાર રહેવાની જરૂર નહીં પડે. તેમણે સ્પષ્ટ કરી દીધુ કે વિઝા રિન્યૂઅલની આ પ્રક્રિયા ફક્ત વર્ક વિઝા માટે છે. બાકી અન્ય વિઝાની જેમ પ્રક્રિયામાં કોઈ ફેરફાર થયો નથી. સ્ટફટે જણાવ્યું કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 2 હજાર વિઝા રિન્યુ થશે અને આગળ બીજા પ્રકારના વિઝા કેટેગરી માટે પણ આ પ્રકારના પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
ભારતીયોને કેવી રીતે થશે ફાયદો
બાઈડેન સરકારના આ નિર્ણયને ભારતીય-અમેરિકન સમુદાયના નેતા અજય જૈન ભૂટારિયાએ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. H-1B વિઝાની રિન્યૂઅલ પ્રક્રિયાને સરળ બનાવવાથી લગભગ 10 લાખ લોકોને ફાયદો થશે અને તેમાં મોટી સંખ્યામાં ભારતીયો હશે. અમેરિકામાં લાખો ભારતીયો કામ કરે છે. 2022માં અમેરિકી સરકારે 4.42 લાખ લોકોને H-1B વિઝા ઈશ્યૂ કર્યા હતા. તેમાંથી 73 ટકા ભારતીયો હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે