અમેરિકામાં વસવાનું સપનું જલદી પૂરું થશે! બે ભારતીય મૂળના સાંસદોએ ભર્યું મોટું પગલું

ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રેમિલા જયપાલ સહિત ત્રણ અમેરિકી સાંસદોએ અમેરિકી સંસદમાં એક ખુબ જ મહત્વનું બિલ રજૂ કર્યું છે. આ બિલથી અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાના સપનાં જોઈ રહેલા ભારતીય મૂળના અમેરિકી નાગરિકોને ખુબ મોટો ફાયદો થવાનો છે. 

અમેરિકામાં વસવાનું સપનું જલદી પૂરું થશે! બે ભારતીય મૂળના સાંસદોએ ભર્યું મોટું પગલું

ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રેમિલા જયપાલ સહિત ત્રણ અમેરિકી સાંસદોએ અમેરિકી સંસદમાં એક ખુબ જ મહત્વનું બિલ રજૂ કર્યું છે. આ બિલથી અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાના સપનાં જોઈ રહેલા ભારતીય મૂળના અમેરિકી નાગરિકોને ખુબ મોટો ફાયદો થવાનો છે. આ બિલને અમેરિકામાં કાયમી રીતે વસવા માટે અપાયેલી અરજીોની સંખ્યાને ઘટાડવા અને નોરી માટે વિઝાના આધાર પર ભેદભાવને ખતમ કરવાના ઈરાદેથી રજૂ કરાયું છે. જો આ બિલ પાસ થઈને કાયદો બને તો તેનાથી મોટી સંખ્યામાં એવા ભારતીય મૂળના લોકોને લાભ થશે જે ગ્રીન કાર્ડ કે અમેરિકામાં સ્થાયી રીતે વસવા માટે લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે. 

અત્રે જણાવવાનું કે રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રેમિલા જયપાલ ઉપરાંત રિચ મેકકોમિક ત્રીજા સાંસદ છે જેમણે સોમવારે આ બિલને સંસદમાં રજૂ કર્યું. ઈમિગ્રેશન વિઝા એફિશિયન્સી એન્ડ સિક્યુરિટી એક્ટ 2023થી અમેરિકાની અર્થવ્યવસ્થા મજબૂત થશે અને આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા પણ એક પ્રકારે વધશે. હકકીતમાં આનાથી ગ્રીન કાર્ડ બેકલોગ ઓછો થશે જેનાથી એમ્પ્લોઝ યોગ્યતા અને જન્મસ્થાનના આધારે વિદેશી નાગરિકોને હાયર કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે. 

સાત ટકાનો કોટા ખતમ થશે
આ બિલનો સૌથી મોટો ફાયદો એ થશે કે તેનાથી અમેરિકા આવતા વિદેશી નાગરિકો માટે હાલની સાત-સાત ટકાની કોટા સિસ્ટમ ખતમ થશે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે અમે  ભવિષ્ય માટે અર્થવ્યસવસ્થાને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છીએ. અમે કુશળ કામદારોને ગ્રીન કાર્ડ બેકલોગની ઝંઝાળમાં ફસાયેલા રહેવા દેવા માંગતા નથી. તેમણે કહ્યું કે અમે ઈમિગ્રેન્ટ્સ વિઝાના આધારે રોજગારને લઈને  ભેદભાવ ખતમ કરવા માટે સહયોગીઓથી મદદ મળવા અંગે આભારી છીએ. 

અત્રે જણાવવાનું કે હાલના સમયમાં લગભઘ 95 ટકા ઈમિગ્રન્ટ્સ અસ્થાયી વિઝા પર અમેરિકામાં કામ કરે છે. તેમાંથી મોટી સંખ્યામાં લોકોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજી કરેલી છે. પરંતુ લાંબા સમયથી પેન્ડિંગ છે. એવું કહેવાય છે કે આ બિલથી એચ-1બી અસ્થાયી વિઝા પ્રોગ્રામ મજબૂત થશે. આ બિલ એવા લોકો માટે સંજીવની બૂટી તરીકે જોવામાં આવી રહ્યું છે જે ગ્રીન કાર્ડ માટે અરજી દાખલ કરી ચૂક્યા છે અને અનેક વર્ષોથી બસ રાહ જોઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news