Viral Photo: લગ્ન ટાણે ઘરની બહાર નીકળવાનું પરિણામ...વરરાજાએ અર્ધનગ્ન હાલતમાં કરવા પડ્યા લગ્ન
સોશિયલ મીડિયા પર એક દુલ્હા અને દુલ્હનની તસવીર ખુબ વાયરલ (Viral Photo) થઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક દુલ્હા અને દુલ્હનની તસવીર ખુબ વાયરલ (Viral Photo) થઈ રહી છે. તસવીર જોઈને એકવાર ફરીથી તમે વિચારવા માટે મજબૂર થઈ જશો. આ સાથે જ જ્યારે તમને હકીકત ખબર પડશે તો દુલ્હાના નસીબ પર અફસોસ પણ થશે.
વાયરલ થઈ રહેલી એક તસવીરમાં એક દુલ્હા અને દુલ્હન સોફા પર બેઠા છે. દુલ્હન તો ટ્રેડિશનલ ડ્રેસમાં છે પરંતુ દુલ્હાએ ફક્ત લોઅર પહેરેલું છે. જખમી હાલતમાં છે. પહેલા તો લોકોએ તસવીર જોઈને ખુબ મજાક ઉડાવી પરંતુ જ્યારે હકીકત ખબર પડી તો લોકો દુલ્હાના નસીબ પર અફસોસ કરવા લાગ્યા.
samawa pic.twitter.com/GkIiOU6Fqr
— curtiz (@br0wski) April 2, 2021
એક ખબરમાં રિપોર્ટના હવાલે કહેવાયું છે કે આ તસવીર ઈન્ડોનેશિયાની છે અને બરાબર લગ્ન પહેલા જ વરરાજા એક અકસ્માતનો ભોગ બન્યા. જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ. એવી ઈજા કે કપડાં પણ પહેરી શકાય તેવી હાલત નહતી. આ બધુ થવા છતાં તે એ જ હાલતમાં લગ્નમાં પહોંચ્યો અને લગ્ન કર્યા પણ ખરા.
સોશિયલ મીડિયા પર આ તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લાઈક્સ મળેલી છે જ્યારે 2500થી વધુ લોકોએ તસવીર રિટ્વીટ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે