Big News: ઇરાનના અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર બીજો હુમલો, ડઝનથી વધુ મિસાઇલો તાકી

અમેરિકા (USA) હુમલામાં ઇરાનના શીર્ષ કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ નારાજ ઇરાન (Iran) એ બુધવારે ઇરાકમાં અમેરિકાના બે સૈન્ય અડ્ડાઓ પર મિસાઇલો વડે હુમલો કરી દીધો. ઇરાને અમેરિકી એરબેસ અલ અસદ અને ઇરબિલ પર 12 વાગ્યાથી વધુ મિસાઇલો તાકી. અમેરિકન રક્ષા મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી છે અને નિવેદન જાહેર કરતાં કહ્યું કે અમે પોતાના સૈનિકોની સુરક્ષા માટે તમામ પ્રકારના પગલાં ઉઠાવશે. અમેરિકાએ કહ્યું કે ઇરાને બેલિસ્ટિક મિસાઇલો તાકી છે.  

Updated By: Jan 8, 2020, 08:13 AM IST
Big News: ઇરાનના અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર બીજો હુમલો, ડઝનથી વધુ મિસાઇલો તાકી
Photo: @FarsNews_Agency

કાહીરા: અમેરિકા (USA) હુમલામાં ઇરાનના શીર્ષ કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ નારાજ ઇરાન (Iran) એ બુધવારે ઇરાકમાં અમેરિકાના બે સૈન્ય અડ્ડાઓ પર મિસાઇલો વડે હુમલો કરી દીધો. ઇરાને અમેરિકી એરબેસ અલ અસદ અને ઇરબિલ પર 12 વાગ્યાથી વધુ મિસાઇલો તાકી. અમેરિકન રક્ષા મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી છે અને નિવેદન જાહેર કરતાં કહ્યું કે અમે પોતાના સૈનિકોની સુરક્ષા માટે તમામ પ્રકારના પગલાં ઉઠાવશે. અમેરિકાએ કહ્યું કે ઇરાને બેલિસ્ટિક મિસાઇલો તાકી છે.  

ત્યારબાદ તેહરાન (Tehran) સ્થિતિ સમાચાર એજન્સીએ બુધવારે કહ્યું કે ઇરાને ઇરાકમાં અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર બીજો હુમલો પણ કર્યો. એજન્સીએ જણાવ્યું કે પહેલાં તબક્કામાં હુમલાના એક કલાક બાદ હુમલાનો બીજો દૌર શરૂ થયો. એક ઇરાની સુરક્ષા સૂત્રે રોયટરને જણાવ્યું કે અનબર પ્રાંતમાં એન અલ-અસદ એરબેસ પર ઓછામાં ઓછા સાત રોકેટ તાકવામાં આવ્યા છે. 

ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર્પ્સે બુધવારે એક નિવેદનમાં પુષ્ટિની કુદસ ફોર્સના કમાંડર કાસિલ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઇરાકમાં અમેરિકી હવાઇ અડ્ડા પર રોકેટ તાક્યા છે. 

ઇરાનની અર્ધ-આધિકારિક સમાચાર એજન્સી ફોર્સ ન્યૂઝ એજન્સીએ મિસાઇલો તાકી હોવાનો એક વીડિયો ટ્વિટ કર્યો અને કહ્યું 'અમેરિકાથી બદલો લેવા માટે એન અલ-અસદમાં જવાબી કાર્યવાહી હેઠળ અમેરિકી બેસ પર મિસાઇલ ફાયરિંગ. 

પેંટાગને એક નિવેદનમાં કહ્યું કે ''આ સ્પષ્ટ છે કે આ મિસાઇલોને ઇરાને તાકી હતી અને અલ-અસદ અને ઇરબિલમાં અમેરિકી સૈન્ય અને ગઠબંધન સૈન્યકર્મીઓવાળા ઓછામાં ઓછા બે ઇરાકી સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા. પેંટાગનના મુખ્ય પ્રવક્તા જોનાથન હોફમૈને આ જાણકારી આપી. 

અમેરિકી રક્ષા વિભાગે કહ્યું કે અમેરિકા પ્રારંભિક યુદ્ધ ક્ષતિ પર કામ કરી રહ્યું છે અને આગળના હુમલાને રોકવા માટે અડ્ડાઓ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નુકસાનનો કોઇ રિપોર્ટ હજુ આવ્યો નથી. પેંટાગને મંગળવારે સાંજે કહ્યું કે એ હજુ સુધી નુકસાનનું આકલન કરી રહી છે. સીએનએન ન્યૂઝે એક વરિષ્ઠ અધિકારીના હવાલેથી કહ્યું કે અમેરિકા સૈન્ય ઠેકાણા પર જ્યાં અમેરિકીબળો હતા, તેમને નિશાન બનાવીને મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો છે. 

જોકે ગત અઠવાડિયે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી હવાઇ હુમલામાં મૌત થયું હતું. હુમલામાં હશદ શાબી અથવા ઇરાકી પોપુલર મોબાઇલાજેશન ફોર્સેઝ (પીએમએફ)ના ડેપ્યુટી કમાંડર અબૂ મહદી અલ-મુહાંદિસ પણ સુલેમાની સાથે મોતને ભેટ્યો છે. બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર તેમના વાહનને નિશાન બનાવવામાં આવ્યા હતા. 

પેંટાગને કહ્યું હતું કે સુલેમાનીને અમેરિકી રાષ્ટ્રપતિના નિર્દેશ પર મારવામાં આવ્યો હતો. પેંટાગનના એક નિવેદનના હવાલેથી કહેવામાં આવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિના નિર્દેશ પર વિદેશમાં રહેતા અમેરિકી સૈન્યકર્મીઓની રક્ષા માટે કાસિમ સુલેમાનીને મારવાનું પગલું ભરવામાં આવ્યું છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે 'આ હવાઇ હુમલો ભવિષ્યમાં ઇરાની હુમલાની યોજનાને રોકવાના હેતુથી કરવામાં આવ્યો. અમેરિકા પોતાના નાગરિકોની રક્ષા માટે દુનિયાભરમાં ભલે તે ગમે ત્યાં પણ હોય. તે તમામ જરૂરી કાર્યવાહી ચાલુ રાખશે.  

ત્યારબાદ ઇરાનમાં ગુસ્સાનો માહોલ છે. ઇરાનની સંસદે પેંટાગન (અમેરિકી રક્ષા મંત્રાલય)ના તમામ સભ્યો અને સુલેમાનીની મોત માટે જવાબદાર લોકોને આતંકી તાકતો જાહેર કરવાના સમર્થનમાં મતદાન અક્ર્યું. જ્યારે મંગળવારે ઇરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે સોમવારે તેહરાનમાં લાખો લોકો એકઠા થયા અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઇરાને મેજર જનરલ સુલેમાનીની હત્યાને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના માથા પર 8 કરોડનું ઇનામ રાખવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube