રોકેટોનાં જવાબમાં ઇઝરાયેલી ગાઝાપટ્ટી પર હવાઇ હૂમલો કર્યો

અમેરિકા દ્વારા યરૂશલેમને ઇઝરાયેલની રાજધાની જાહેર કર્યા બાદ હાલ ઇસ્લામીક દેશો અને ઇઝરાયેલ વચ્ચે વાતાવરણ તંગ છે

Updated By: Dec 14, 2017, 07:59 PM IST
રોકેટોનાં જવાબમાં ઇઝરાયેલી ગાઝાપટ્ટી પર હવાઇ હૂમલો કર્યો

યરીશલમ : ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે હાલનાં જ રોકેટ હૂમલાનાં જવાબમાં ગાઝા પટ્ટી પર હમાસનાં ગુપ્ત સ્થળો પર ઘણા હવાઇ હૂમલા કર્યા છે. સેનાએ ગુરૂવારે જણાવ્યું કે મોડી રાત્રે થયેલા હૂમલામાં હમાસનાં તે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા જ્યાં પ્રશિક્ષણ આપવામાં આવતું હતું અને હથિયારોનો સંગ્રહ કરવામાં આવતો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપે ગત્ત અઠવાડીયે યરૂશલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી દીધી હતી. ત્યાર બાદ ગાઝાનાં ઉગ્રવાદીઓએ ઇઝરાયેલ પર રોકેટ વડે હૂમલો ચાલુ કર્યો હતો.

ઇઝરાયેલ સૈનિકોની સાથે સીમા પર સંઘર્ષમાં ગાઝાનાં બે નાગરિકોનાં મૃત્યુ થયા અને બે અન્ય નાગરિકોનાં જીવ હવાઇ હૂમલામાં ગયા હતા. ગાઝા તરફથી થઇ રહેલ તમામ હૂમલાઓ માટે ઉગ્રવાદી જુથ હમાસને જવાબદાર ઠેરવ્યું છે. હમાસે વર્ષ 2007માં ગાઝા પર નિયંત્રણ કર્યું છે. ત્યારથી બંન્ને પક્ષો વચ્ચે ત્રણ યુદ્ધ થઇ ચુક્યા છે. તેની પહેલા ઉત્તરી ગાઝા પટ્ટીમાં ગત્ત 8 ડિસેમ્બરની રાત્રે ઇઝરાયેલ તરફતી કરવામાં આવેલા હવાઇ હૂમલા બાદ બચાવ દળે શનિવારે એક અને ફિલિસ્તીની નાગરિકનું સબ ઝડપ્યું અને આ સાથે જ હૂમલામાં મૃતકોની સંખ્યા વધીને ત્રણ થઇ ગઇ.

ગાઝાનાં સ્વાસ્થય મંત્રાલયનાં પ્રવક્તા અશરફ અલ કેદરાએ પત્રકારોને કહ્યું કે, આ ઘર્ષણાં બે અન્ય ફિલિસ્તીની નાગરિકોનાં મોત થયા છે અને 170થી વધારે ઘાયલ થયા છે. સમાચાર સિન્હુઆનાં રિપોર્ટ અનુસાર ઇઝરાયેલી યુદ્ધ વિમાને 9 ડિસેમ્બરે 3.45 વાગ્યે હવાઇ હૂમલો કર્યો હતો. તે લોકોએ હમાસનાં ઉત્તરી અને મધ્ય તથા દક્ષિણી ગાઝા પટ્ટી પર હૂમલા કર્યા. અધિકારીઓનાં અનુસાર દક્ષિણી ગાઝા પટ્ટીનાં ગાઝા શહેરનાં પુર્વ તથા ખાન યૂનિસનાં પુર્વાં સવારે શાળાનાં બાળકો અને ઇઝરાયેલનાં સૈનિકોની વચ્ચે થયેલાં ઘર્ષણમાં એક શાળાની વિદ્યાર્થીની ઘાયલ થઇ ગઇ હતી.