PM ની પત્નીએ બહારથી મંગાવ્યુ ભોજન, કોર્ટે લગાવ્યો 2800 ડોલરનો દંડ

સરકારી આવાસ પર રસોઇયા હોવા છતા બહારથી ભોજન ખરીદવાનાં મુદ્દે ગોટાળો અને વિશ્વાસઘાતનો આરોપ લાગ્યો

PM ની પત્નીએ બહારથી મંગાવ્યુ ભોજન, કોર્ટે લગાવ્યો 2800 ડોલરનો દંડ

યરુશલમ: ઇઝરાયેલની આ કોર્ટે રવિવારે વડાપ્રધાન બેજામિન નેતાન્યાહુની પત્નીને ભોજન માટે ફાળવવામાં આવેલ સરકારી નાણાનો ખોટી રીતે ઉપયોગ કરવાનાં મુદ્દે દોષીત ઠેરવવામાં આવ્યા છે. આ મુદ્દે નેતાન્યાહુની પત્નીએ પ્લી બોર્ગેન હેઠળ આરોપ  ઘટાડવા માટે પોતે જ પોતાના પર લાગેલા આરોપો ઓછા કરવા પોતાનાં દોષોનો સ્વિકાર કર્યો છે. સારા નેતન્યાહુને એક અન્ય વ્યક્તિની ભુલને દોષીત ઠેરવી રહ્યા છે. દંડ ભરવા માટેનો આદેશ આપ્યો છે. યરુશલેમ મેજીસ્ટ્રેટ  કોર્ટમાં જસ્ટિસ એવિટલ ચેને દોષ કબુલ કરવાની અવેજમાં તેમના પરનાં આરોપો ઘટાડ્વાની પ્રક્રિયાને મંજુરી આપી છે. 

ભારત પહોંચ્યુ મહા કોમ્પ્યુટર, તેની ખુબીઓ જાણીને કહેશો 'બાપ રે બાપ'
સારા નેતન્યાહુ પર 10 હજાર શેકેલ (2800 ડોલર)નો દંડ લગાવવામાં આવ્યો છે અને રાજ્યનાં કોષમાં 45 હજાર શેકેલની ચુકવણી કરવાનાં આદેશ પણ તેમને આપ્યો છે. 60 વર્ષીય સારાની તેમના પતિના કાર્યકાળ દરમિયાન તેમના કામકાજમાં મોટી ભુમિકા રહી છે. જુન 2018ની શરૂઆતમાં તેમના પર સરકારી આવાસ પર રસોઇયા હોવા છતા બહારનાં ભોજન ખરીદવાનાં મુદ્દે ગોટાળાનો અને વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો હતો. હાલની સમજુતીમાં તેના પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપો હટાવી લેવામાં આવ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news