Istanbul: ઇસ્તાંબુલની નાઇટક્લબમાં આગ ફાટી નીકળી, બળી જવાથી 29 લોકોના મોત

Istanbul Nightclub Fire: તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તાંબુલથી દુખદ સમાચાર સામે આવ્યા છે. શહેરની એક નાઇટ ક્લબમાં આગ લાગવાને કારણે બળી જવાથી 29 લોકોના મોત થયા છે.
 

Istanbul: ઇસ્તાંબુલની નાઇટક્લબમાં આગ ફાટી નીકળી, બળી જવાથી 29 લોકોના મોત

Istanbul Nightclub Fire: તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તાંબુલથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરની એક નાઇટ કલબમાં લાગેલી ભીષણ આગની ઝપેટમાં આવી 29 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. દુર્ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ પાંચ લોકોને કસ્ટડીમાં પણ લીધા છે.

નાઇટ ક્લબમાં 29 જિંદગીઓ બળીને ખાક
મામલા સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે મંગળવારે નાઇટ ક્લબમાં રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આગ લાગવાથી ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે. ક્લબના મેનેજમેન્ટ સહિત અન્ય લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

16 માળની ઇમારતના બેઝમેન્ટમાં હતી નાઇટક્લબ
ઇસ્તાંબુલના ગવર્નર કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ દુર્ઘટનામાં 29 લોકોના મોતના સમાચાર છે. એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. માસ્કરેડ નાઇટ ક્લબને રીનોવેશન માટે બંધ કરવામાં આવી હતી. ઘટના બાદ બચાવ કર્મીઓએ સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. 

આગ લાગવાના કારણોની તપાસ જારી
ઇસ્તાંબુલના ગવર્નર દાવુત ગુલે ઘટનાસ્થળ પર સંવાદદાતાઓને કહ્યું કે આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બધા લોકો રીનોવેશનના કામમાં સામેલ હતા. ન્યાયમંત્રી યિલમાઝ ટુનકે કહ્યું કે અધિકારીઓએ પૂછપરછ માટે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા છે. જેમાં ક્લબના મેનેજર અને રીનોવેશન ઈન્ચાર્જ સામેલ છે.

મેયર એક્રેમ ઇમામોગ્લૂએ કહ્યું કે અધિકારીઓ ઇમારતની સુરક્ષાની ચકાસણી કરવા તેનું નિરીક્ષણ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ફાયર અને સ્વાસ્થ્ય ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news