કેન્દ્રીય કર્મચારીઓ માટે જરૂરી સમાચાર, 30 એપ્રિલ સુધી પૂર્ણ કરો આ કામ

7th Pay Commission: CGHS ની શરૂઆત 1954થી થઈ હતી, જેના માધ્યમથી સરકાર યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને વ્યાપક સ્વાસ્થ્ય દેખભાળ પ્રદાન કરે છે. 

કેન્દ્રીય કર્મચારીઓ માટે જરૂરી સમાચાર, 30 એપ્રિલ સુધી પૂર્ણ કરો આ કામ

7th Pay Commission: જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો આ સમાચાર તમારે કામના છે. હકીકતમાં એક એપ્રિલથી કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના  (CGHS)લાભાર્થી આઈડીને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA)આઈડી સાથે લિંક કરવું ફરજીયાત થઈ ગયું છે. તેની જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)એ આપી છે. ABHA આઈડીની સાથે CGHS લાભાર્થી આઈડીને બધા લાભાર્થીઓ દ્વારા 30 દિવસની અંદર લિંક કરવું ફરજીયાત છે.

ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે

CGHS લાભાર્થી આઈડીને ABHA આઈડીની સાથે જોડવાનો ઉદ્દેશ્ય CGHS લાભાર્થીઓની ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ બનાવવી અને તેના ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે. જે તમને મોટો ફાયદો કરાવી શકે છે.

કયાં લોકોને ફાયદો
નોંધનીય છે કે CGHS ની શરૂઆત 1954માં થઈ હતી, જેના માધ્યમથી સરકાર યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનકર્મીઓને વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે. ધારાસભા, ન્યાયતંત્ર, કારોબારી અને પ્રેસ કર્મચારી સીજીએચએસ માટે પાત્ર છે. MoHFW અનુસાર 80 શહેરોમાં લગભગ 42 લાખ કર્મચારી CGHS અંતર્ગત આવે છે. તે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને યોગની સાથે એલોપેથિક, હોમ્યોપેથિક સ્વાસ્થ્ય સિસ્ટમના માધ્યમથી સ્વાસ્થ્ય દેખભાળ ઉપલબ્ધ કરે છે.

શું છે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ
તો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એક 014 આંકડાની સંખ્યા છે, જે નાગરિકોને પોતાના મેડિકલ રેકોર્ડને ડિજિટલ રૂપમાં બનાવી રાખવાની મંજૂરી આપે છે. આભાનું લક્ષ્ય સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ અને સમાનતાને મજબૂત કરવાનો છે. 

50 ટકા ડીએ
કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ ગયું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી લાગૂ થયું છે. મોંઘવારી ભથ્થું 50 ટકા થવાથી કેન્દ્રીય કર્મચારીઓનું એચઆરએ પણ વધી ગયું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news