દુનિયાભરમાં આવેલાં છે શ્રીકૃષ્ણના ભવ્ય મંદિરો, જુઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના મંદિરોની તસવીરો

Janmashtami 2022: માત્ર ભારતમાં જ નહીં દુનિયાના વિવિધ દેશોમાં પણ ભગવાન કૃષ્ણની એટલી જ બોલબાલા છે. દુનિયાભરના દેશોમાં આજે કૃષ્ણની પુજા થાય છે અને લોકો કૃષ્ણએ કહેલી ગીતાને અનુસરે છે. ત્યારે અહીં નજર કરીએ દુનિયાના વિવિધ દેશોમાં આવેલાં સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોની તસવીરો પર...

દુનિયાભરમાં આવેલાં છે શ્રીકૃષ્ણના ભવ્ય મંદિરો, જુઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના મંદિરોની તસવીરો

હાર્દિક મોદી, અમદાવાદઃ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...આ ગૂંજ જન્માષ્ટમીના પર્વ પર ભારતમાં ગલીએ ગલીએ સંભળાતી હોય છે. પરંતુ કદાચ આપણને એ નથી ખબર કે જે હર્ષોલ્લાસથી ભારતમાં જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે તેટલા હરખ સાથે વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. તો આજે પણ વિશ્વના કેટલાક દેશોમાં સ્થિત પ્રખ્યાત કૃષ્ણ મંદિરો વિશે જાણીશુ.

No description available.

શ્રી શ્રી રાધે કૃષ્ણ મંદિર, યુટાહ, અમેરિકા-
અમેરિકાના યુટાહન સ્પેનિશ ફોર્કમાં આ ભવ્ય શ્રી શ્રી રાધે કૃષ્ણ મંદિરનું નિર્માણ થયું છે. આ મંદિરમાં ભારતીયોની સાથે સાથે વિદેશી લોકો પણ પૂજા અર્ચના કરવા આવે છે. અહીં ધૂળેટીનો પર્વ મનાવવા હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે.  મંદિરમાં વહેલી સવારની મંગળા આરતીથી લઈને સંધ્યા આરતી સુધીની તમામ આરતી થાય છે. એટલુ જ નહીં પણ મંદિર પરિસરમાં ગૌ શાળા પણ છે. સ્થાનિક શાળાના બાળકોને અહીં ટ્રિપ પર પણ લાવીને ભવ્ય મંદિર બતાવવામાં આવે છે.

No description available.

ન્યૂ વૃંદાવન, વેસ્ટ વર્જીનિયા, અમરેકા-
અમેરિકામાં માર્શલ કાઉન્ટી, વેસ્ટ વર્જીનિયા, USAના માઉંડ્સવિલેમાં ન્યૂ વૃંદાવન આવેલું છે. આ મંદિર શહેરમાં 1204 એકર જમીનમાં તૈયાર કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં ભવન પરિસર, ઘર, અપાર્ટમેન્ટ પણ બનેલા છે. ન્યૂ વૃંદાવનની સ્થાપના 1968માં કીર્તનાનંદ સ્વામીએ કરી હતી.

No description available.

હરે કૃષ્ણ મંદિર, ટોરોંટો, કેનેડા-
કેનેડાના ટોરોંટોમાં હરે કૃષ્ણ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરની ઈમારત સામાન્ય રીતે અન્ય મંદિરો કરતા અલગ છે કારણ કે ચર્ચમાં મંદિરને તૈયાર કરવામાં આવ્યું છે. જે પહેલા એવેન્યૂ રોડ ચર્ચ હતું.

No description available.

ભક્તિવેદાંતા મંદિર, લંડન-
લંડના વાટફોર્ડમાં કૃષ્ણ મંદિર આવેલું છે. જેને ભકતિવેદાંતા મંદિર પણ કહેવાય છે. આ મંદિરમાં કૃષ્ણ ભક્તિ તો થાય જ છે પણ આપને આ મંદિરમાં ગૌ શાળા પણ જોવા મળશે. એટલુ જ નહીં પણ અહીં લંગર પણ લગાવવામાં આવે છે.

No description available.

શ્રી શ્રી રાધા ગોપિનાથ મંદિર, ઓસ્ટ્રેલિયા-
ઓસ્ટ્રેલિયામાં પણ આપને ભગવાન કૃષ્ણના ભક્તો જોવા મળી જશે.  સિડનીમાં સુંદર ઈસ્કોન મંદિર આ વાતનો પૂરાવો છે. સિડનીમાં શ્રી રાધા ગોપીનાથ મંદિર શ્રી હરે કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખાય છે. મંદિર ખુબ જ સુંદર છે અને અહીં તમામ કૃષ્ણ તહેવારો ઉજવવામાં આવે છે.

No description available.

હરે કૃષ્ણ મંદિર, દક્ષિણ આફ્રિકા-
દક્ષિણ આફ્રિકાના ચૈટ્સવર્થમાં હરે કૃષ્ણ મંદિર આવેલુ છે. આ મંદિર હિંદુઓ માટે પ્રમુખ અને પ્રસીદ્ધ ધાર્મિક કેન્દ્રોમાંથી એક છે. આ પ્રખ્યાત મંદિર ઈસ્કોન કોમ્યુનિટીનો એક ભાગ છે. જ્યાં ભારતીય લોકો રોજ પૂજા કરવા આવે છે. અને જન્માષ્ટમીના પર્વ પર મંદિરને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news