Corona સંકટ બાદ હવે આ ફ્લૂથી દહેશત, સરકારે લેવો પડ્યો આ નિર્ણય
જાપાન (Japan) માં ફરી એકવાર બર્ડ ફ્લૂ (Bird Flu) ઝડપથી ફેલાઇ રહ્યો છે. ગત વર્ષે જ્યાં તેની અસર ટોચિગી પ્રાંતમાં જોવા મળી તો બીજી તરફ દેશમાં પહેલો કેસ સામે આવ્યા બાદ સરકારી સ્તર પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending Photos
ટોક્યો: જાપાન (Japan) માં ફરી એકવાર બર્ડ ફ્લૂ (Bird Flu) ઝડપથી ફેલાઇ રહ્યો છે. ગત વર્ષે જ્યાં તેની અસર ટોચિગી પ્રાંતમાં જોવા મળી તો બીજી તરફ દેશમાં પહેલો કેસ સામે આવ્યા બાદ સરકારી સ્તર પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રોયટર્સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર તેના સીઝનલ પ્રકોપથી બચવા અને રોકવા માટે હાલ 1,43,000 મુરઘા-મુરઘીઓને મારવામાં આવશે.
નોર્થ-ઇસ્ટથી પહેલો કેસ
આ વર્ષે શિયાળાની સીઝન પહેલાં આ વાયરસથી પક્ષીઓના મોત અને ત્યારબાદ લોકોની તબિયત બગડવાના સમાચારોએ લોકોને પરેશાન કરીને મુકી દીધા છે. દેશના ઉત્તર પૂર્વી ભાગમાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં એવિએશન ઇન્ફ્લુએંજા (Avian Influenza) ની પુષ્ટિ થયા બાદ સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે. ગત સોમવારે અને મંગળવારે 190 પક્ષીઓના મોત થયા હતા જેમાંથી 12 માં વાયરસની પુષ્ટિ થઇ હતી.
સાવધાની વર્તવાની અપીલ
જે રાજ્યોમાં ફ્લૂની પુષ્ટિ થઇ નથી, તે રાજ્યોમાં પક્ષીઓના સંદિગ્ધ મોત પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે અને તાત્કાલિક રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેથી જલદી બચાવના પગલાં ભરી શકાય. પ્રભાવિત રાજ્યો અને આસપાસ પણ તમામને એવિયન ઇંફ્લુએંજા પર નિર્ધારિત એક્શન પ્લાનનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
મનુષ્યો માટે ખતરો નથી
સરકારી મંત્રાલયે જણાવ્યું કે હાલની સ્થિતિઓ વચ્ચે ચિકન અથવા ઇંડાના સેવનથી મનુષ્યોમાં એવિયન ઇન્ફ્લુએંજા ફેલાવવાની સંભાવના બિલકુલ પણ નથી. હાલ 10 કિલોમીટરના દાયરામાં સ્થિત છ ફાર્મ પર હાલ મુરઘીઓના ઇંડાને બહાર મોકલવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે