પાકના પૂર્વ તાનાશાહ મુશર્રફની મોતની સજા રદ્દ, લાહોર હાઈકોર્ટનો મોટો નિર્ણય

હાઈકોર્ટે આ નિર્ણય મુશર્રફની અરજી પર સંભળાવ્યો, જેમાં તેણે વિશેષ અદાલતની રચનાને પડકારી હતી. મુશર્રફે તેમની અરજી પર નિર્ણય આવ્યા સુધી વિશેષ કોર્ટના નિર્ણય પર પ્રતિબંધ લગાવવાની સાથે તેને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવવાની અપીલ કરી હતી. 

Updated By: Jan 13, 2020, 07:44 PM IST
પાકના પૂર્વ તાનાશાહ મુશર્રફની મોતની સજા રદ્દ, લાહોર હાઈકોર્ટનો મોટો નિર્ણય

લાહોરઃ પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ સૈનિક તાનાશાહ પરવેઝ મુશર્રફને મોટી રાહત આપી છે. કોર્ટે મુશર્રફની મોતની સજા રદ્દ કરતા તેની વિરુદ્ધ દેશદ્રોહના મામલાની સુનાવણી માટે રચાયેલી વિશેષ અદાલતને ગેરબંધારણીય ગણાવી છે. ઇસ્લામાબાદની વિશેષ કોર્ટે દેશદ્રોહના મામલામાં પાછલા વર્ષે 17 ડિસેમ્બરે 74 વર્ષીય મુશર્રફને મોતની સજા સંભળાવી હતી. દેશદ્રોહના આ મામલો પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની સરકારે 2013માં નોંધાવ્યો હતો. છ વર્ષ ચાલેલી સુનાવણી બાદ નિર્ણય આવ્યો હતો. 

લાહોર હાઈ કોર્ટના જસ્ટિસ સૈયદ મજહર અલી અકબર નકવી, જસ્ટિસ મુહમ્મદ અમીર ભટ્ટી અને જસ્ટિસ ચૌધરી મસૂદ જહાંગીરની ત્રણ સભ્યોની પૂર્ણ પીઠે સર્વસંમત્તિથી મુશર્રફ વિરુદ્ધ મામલાની સુનાવણી માટે રચાયેલી વિશેષ અદાલતને ગેરબંધારણીય જાહેર કરી છે. પીઠે તે પણ કહ્યું કે, મુશર્રફ વિરુદ્ધ દેશદ્રોહનો ામલો કાયદાની દ્રષ્ટિએ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યો નથી. દૈનિક ડોનના રિપોર્ટમાં સરકાર અને મુશર્રફના વકીલોને કોટ કરતા કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટના નિર્ણય બાદ વિશેષ કોર્ટનો નિર્ણય નિષ્પ્રભાવી થઈ ગયો છે. 

હાઈકોર્ટે આ નિર્ણય મુશર્રફની અરજી પર સંભળાવ્યો, જેમાં તેણે વિશેષ અદાલતની રચનાને પડકારી હતી. મુશર્રફે તેમની અરજી પર નિર્ણય આવ્યા સુધી વિશેષ કોર્ટના નિર્ણય પર પ્રતિબંધ લગાવવાની સાથે તેને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવવાની અપીલ કરી હતી. મહત્વનું છે કે મુશર્રફ 1999માં નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના સૈનિક શાસક બન્યા હતા. ઓગસ્ટ, 2008માં તેણે પદ છોડવું પડ્યું હતું અને તે દેશની બહાર ચાલ્યા ગયા હતા. 2013માં તે પાકિસ્તાન પરત આવ્યા હતા. પરંતુ તેના ત્રણ વર્ષ બાદ ફરી દુબઈ ગયા અને ત્યારથી ત્યાં રહે છે. 

પરવેઝ મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. આ સમયે તે દુબઈમાં છે. પીએમએલ-એન સરકારે 2013મા પૂર્વ સેના પ્રમુખ વિરુદ્ધ 2007માં આપાતકાલ લગાવવા વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. તેના પર સુનાવણી માટે એક વિશેષ કોર્ટની રચના કરવામાં આવી હતી, જેણે મુશર્રફને ફાંસીની સજા સંભળાવી હતી.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ભારતના અન્ય મહત્વના સમાચાર